Breaking News

જેલમાં રહેલા ખુંખાર કેદીએ સવારના સમયમાં કર્યું એવું કે જેલર સહિતના ડોળા ફાટેલા રહી ગયા, ચોંકાવનારો મામલો…!

આજકાલ લોકો પોતાના સ્વાર્થ માટે અનેક ગુનાઓ કરી રહ્યા છે અને જેને કારણે તેમના પરિવારના લોકોને તેઓ મુશ્કેલીમાં મૂકી રહ્યા છે અવારનવાર આવી ઘટનાઓ આપણી આસપાસ ઘણી બધી બનતી આપણને જોવા મળે છે આવી જ એક ઘટના હાલમાં સામે આવી હતી. જેમાં આ ઘટના ખરગોન જિલ્લાના બરવાહ માં આવેલી સબ જેલમાં બની હતી.

સબજેલમાં ઘણા બધા કેદીઓને રાખવામાં આવ્યા હતા. જેમાં એક કેદીએ ચોકાવારી ઘટના કરી નાખી હતી. કેદીનું નામ સંજય ગોવિંદ માનકર હતું. તેમની ઉંમર 27 વર્ષની હતી. ખરગોન જિલ્લાના બરવાહથી 3 કિલોમીટર દૂર આ જેલ આવેલી હતી. સંજય ખેડીતાંડા ગામનો રહેવાસી હતો. તે ઘણા સમયથી જેલમાં સજા કાપી રહ્યો હતો.

તેના પર એકસાઈઝ એક્ટની કલમ લગાવવામાં આવી હતી. તેમણે પહેલા કોઈ ગુનો કર્યો હોવાને કારણે તેમને જેલમાં કેદ કરવામાં આવ્યો હતો. સવારના સમયે સંજય નિયમિત કામ મુજબ છેલ્લું કામ કરી રહ્યો હતો અને તેમના સુપરવાઇઝરે દરેક કેદીઓનું કામ જોયું હતું ત્યારબાદ તેઓ જેલની બહાર આવીને બજારમાં ગયા હતા.

તે સમયે તેમના પર એક ફોન આવ્યો હતો આ ફોન દરવાજા પાસેથી આવ્યો હતો અને ફોનમાં એવું જણાવ્યું હતું કે, સુપરવાઇઝર તરત જ જેલ પહોંચી ગયા હતા અને તેમને પહોંચતા જાણવા મળ્યું હતું કે જેલમાંથી સંજય નામનો આરોપી જેલની દીવાલ કૂદીને ભાગી ગયો છે જેના કારણે દરેક લોકો સંજય ને શોધી રહ્યા હતા.

આ જેલની ઉચાઇ આશરે 21 ફૂટ ઉંચી હતી. તરત જ સુપરવાઈઝર પોલીસ સ્ટેશન, સેન્ટ્રલ જેલ અને એસડીએમ ઓફિસની આ ઘટનાની જાણ કરી હતી. દરેક લોકો સંજયને શોધી રહ્યા હતા, સંજયએ પોતાના ગુનાની એક બાજુ મૂકીને જેલમાંથી ભાગીને બીજો ગુનો કરી નાખ્યો હતો અને સંજયને લોકોએ જેન્તી માતા રોડ તરફ જતા જોયો હતો.

જેના કારણે પોલીસ આ રોડ પર તપાસ કરી રહી હતી. સંજય આવી ચોકાવનારી ઘટના કરી નાખતા તેમના પરિવારજનોને પણ આ ઘટનાની જાણ કરવામાં આવી હતી. જેના કારણે પરિવાર પણ ચિંતામાં મુકાઈ ગયું હતું. આજકાલ આવી ઘટનાઓ ખૂબ જ બની રહી છે. લોકો પોતાના મગજની અલગ અલગ તરકીબો વાપરીને ભાગી રહ્યા છે. પોલીસ આગળની તપાસ કરી રહી હતી અને કેદીને શોધી રહી હતી

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *