આગ લાગવાના બનાવ તો તમે ઘણા જોયા હશે પરતું જેલમાં આગ લાગવાના બનાવ તમે પેહલી વાર સાંભળશો. ઇન્ડોનેશિયાના બેટેન પ્રાંતની જેલમાં એક ભીષણ આગ લાગી હતી. જેલમાં કુલ 41 ડ્ર,ગ કેદીઓના મોત થયા હતા અને 39 કેદીઓ ઘાયલ થયા હતા. કદાચ કાળા કામો કરતા કરતા પાપ ના ઘડા ભરાઈ જતા ભગવાને તેમને ઉપર બોલાવી લીધા હશે.
કાયદા અને માનવાધિકાર મંત્રાલયના જેલ વિભાગના પ્રવક્તા રિકા અપ્રાંતિએ આ વાતની પુષ્ટિ કરી છે. તેમણે કહ્યું કે, આગ લાગવાના કારણની તપાસ કરવામાં આવી રહી છે. હજુ કોઇપણ કારણ મળ્યું નથી. તેમણે કહ્યું કે બુધવારે સવારે 1 થી 2 ની વચ્ચે આગ લાગી હતી. અધિકારીઓ હજુ પણ જેલને ખાલી કરવા માટે કામ કરી રહ્યા છે.
થોડા કલાકો બાદ આગ કાબૂમાં આવી હતી અને તમામ ઘાયલોને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પ્રવક્તા રિકા અપ્રાંતિએ જણાવ્યું હતું કે, અધિકારીઓ હજુ પણ જકાર્તાની હદમાં આવેલી તાંગરેંગ જેલના બ્લોક સીમાં આગ લાગવાના કારણોની તપાસ કરી રહ્યા છે, જે ડ્રગ અપરાધીઓ માટે નિયુક્ત છે.
ટંગરંગ જેલને નિયંત્રિત કરવા માટે સેંકડો પોલીસ અને સૈનિકો તૈનાત કરવામાં આવ્યા છે. જેલની રચના 1,225 કેદીઓ માટે કરવામાં આવી હતી, પરંતુ તેમાં 2,000 થી વધુ કેદીઓ છે. અપ્રાંતિએ કહ્યું કે જ્યારે આગ ફાટી નીકળી ત્યારે બ્લોક C 122 સજા પામેલા કેદીઓથી ભરેલો હતો.
ઇન્ડોનેશિયામાં જેલબ્રેક અને રમખાણોને કારણે આગ સામાન્ય છે. અહીંની જેલોમાં ભીડ પણ એક સમસ્યા બની ગઈ છે અને જેલો ભંડોળના અભાવે સંઘર્ષ કરી રહી છે. ગેરકાયદેસર દવાઓ સામેના અભિયાનમાં અહીં મોટી સંખ્યામાં લોકોની ધરપકડ કરવામાં આવી છે. ડુપ્લીકેટ દવાઓ બનાવવી અને તેનું વેચાણ કરવું તે ગુનો છે. ડુપ્લીકેટ દવાઓનું સેવન કરવાથી લોકોના સ્વાસ્થ્ય કથળી જાય છે.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]