રવીન્દ્ર જાડેજાની પત્ની ભાજપમાંથી તો બહેન કોંગ્રેસમાંથી સામસામે ટીપ્પણીઓનો વરસાદ કર્યો, વાંચો ભાભી-નણંદની રાજકીય કહાની..

ભારતીય ટીમનો ચેતક ગતિએ થ્રો મારનાર બેસ્ટ ફિલ્ડર, બેટ્સમેન અને બોલર એટલે કે ઓલરાઉન્ડ પ્રદશન કરતા રવીન્દ્ર જાડેજાના પરિવાર રાજકારણ સાથે જડાયેલો છે. રવીન્દ્ર જાડેજાના પત્ની રીવાબા ભાજપ સાથે જોડાયેલા છે તો જાડેજાના મોટા બહેન નયના બા જામનગર જીલ્લાના કોંગ્રેસ પ્રમુખ છે. એક જ ઘરમાં ભાભી ભાજપમાં તો નણંદ કોંગ્રેસમાં છે.

એક ઘરમાં બે સામ-સામા પક્ષના મોભી હોઈ તો તો શબ્દોની બેટિંગ બોલીગ તો ધુઆધાર જ ચાલશે. હમણાં જ રવીન્દ્ર જાડેજાના પત્ની રીવાબા ના હેપી બર્થડે પર જામનગર જીલ્લાના કુનડ ગામે આરોગ્ય નિદાન કેમ્પ યોજાયો હતો. એ કેમ્પમાં રીવા બા એ એક અપીલ કરી હતી કે કોરોના હજુ સમાપ્ત નથી થયો તેથી દરેક લોકોએ કોરોનાથી સાવચેતી રાખવી જોઈ.

માસ્ક હંમેશા પેહરી રાખવું જોઈએ તેમજ હાથને સેનીટાઈઝ કરવા જોઈએ. તેમજ ભીડ વળી જગ્યા પર જવાનું ટાળવું જોઈએ. કોરોનાની સામે આપડે સૌ કોઈ એ નીડરતા થી લડવાનું છે. આ સ્પીચ સાંભળતા જ પારિવારિક જીવનમાં રાજકીય માહોલ પેદા થયો હતો અને નણંદ નયના બા એ પોતાની ધારદાર પ્રીતીક્રિયા મીડિયા ઈન્ટરવ્યું મારફતે આપી હતી.

તેમજ ઇન્ટરવ્યુમાં નયના બા એ કહ્યું હતું કે, લોકો સાવ આળસુ બની રહ્યા છે. તેઓ કોરોનાની સાવચેતી સામે બેદરકાર છે. તો લોકોને અને ભાજપના કાર્યકરોને હું અપીલ કરું છું કે લોકોને થાળે દોષ મુકવાનું બંધ કરો લોકોને કોઈપણ પ્રકારની સભા કે રેલીઓ માં રસ નથી. તમે ગામડે ગામડે ઈને સભાઓ કરો છો અને યાત્રાઓ કાઢો છો. તેમજ ઠેકાણે ઠેકાણે કાર્યક્રમો ગોઠવીને ભીડ ભેગી કરો છો તે યોગ્ય નથી.

પેહલા તમે સુધરો અને પછી સમાજમાં સંદેશો આપવા જાવ. આ પ્રકારની ટીપ્પણીઓ થતા ભાજપ અને કોંગ્રેસનો ખરા ખરો ખેલ જામ્યો હતો. રવીન્દ્ર જાડેજા સુધી પણ આ ટીપ્પણીઓ પહોચી જ હશે. હાલ તેઓ ઇંગ્લેન્ડમાં ટેસ્ટ સીરીઝ રમી રહ્યા છે, તેઓએ ટેસ્ટ શ્રેણીમાં ખુબ જ સારું પ્રદશન કર્યુ છે. સમગ્ર વિશ્વના લોકો તેમના જબરજસ્ત પ્રદશન અને લુકના દીવાના છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

Leave a Comment