Breaking News

જાણો ક્યાં પહોચ્યું “જવાદ” વાવાઝોડું, ગુજરાત પર આ તારીખે ત્રાટકી શકે છે.. હવામાન વિભાગે જાહેર કર્યું રેડ એલર્ટ…

ભારતના હવામાન વિભાગએ આપેલી ચેતવણી મુજબ જવાદ વાવાઝોડું ધીમે ધીમે વેગ પકડીને ભારત તરફ નજીક આવી રહ્યું છે. આ વાવઝોડું ખુબ મોટું અને મહાકાય છે. જેના ઘેરાવાનો વિસ્તાર ઘણા કિલોમીટરોનો છે. આ વાવાઝોડાના કેન્દ્રબિંદુ જે વિસ્તારમાંથી પસાર થશે ત્યાં બધું જ તબાહ થઈ જશે તેવા અનુમાનો લગાવવામાં આવી રહ્યા છે.

જવાદ વાવાઝોડાને પગલે ઓરિસ્સા અને આંધ્ર પ્રદેશમાં ખુબ જ મોટા પ્રમાણમાં નુકસાન થશે જ્યારે એની સિવાય આ વાવાઝોડું જે રાજ્યોમાં સોસરું પડશે તે રાજ્યોને પણ ભારે હાલાકીનો ભોગ બનવું પડશે. આ વાવાઝોડું ઓરિસ્સા અને આંધ્ર પ્રદેશના દરિયા કિનારે ત્રાટકશે તેવું અનુમાન છે..

પરંતુ પ્રવેશ્યા બાદ તે ચક્રવાતની દિશા મુજબ આગળ વધશે. એટલે કે આ ચક્રવાતની દિશા ઓરિસ્સા અને આંધ્ર પ્રદેશમાં થઈને છતીસગઢ અને મધ્યપ્રદેશમાંથી થઈને ગુજરાત તરફ આગળ વધશે.. ગુજરાતમાં હજુ એક મોટું વાવાઝોડું કહેર મચાવવા માટે તત્પર થઈ ગયું છે.

આપણે આશા રાખીએ અને ભગવાનને પ્રાર્થના કરીએ કે આ મુસીબતથી કોઈને નુકસાન ન થાય પરંતુ ભારતીય હવામાન વિભાગે ટ્વીટ કરીને માહિતી આપી છે કે વધારે એક વાવાઝોડું ખુબ પ્રચંડ વેગ ધરાવે છે. તેથી કાચા મકાનો અને પતરાવાળા મકાનો સહેલાઈથી તાબાહ થઈ જશે તેવું લાગી રહ્યું છે.

હવામાન વિભાગે આગાહી કરતા જણાવ્યું છે કે જ વાવાઝોડું 4 ડિસેમ્બર ભારતમાં પુરજોશથી ત્રાટકશે ત્યારબાદ તે આંધ્રપ્રદેશ અને ઓરિસ્સામાં ચક્રવાતી તોફાન નું સ્વરૂપ ધારણ કરી લેશે. આ વાવાઝોડાના પગલે સમગ્ર ભારતભરમાં માવઠાઓ વરસશે. તેમ જ ખૂબ ઠંડા પવનો ફૂંકાશે.

આ વાવાઝોડાની દિશા જો ગુજરાત તરફ જ રેહશે તો આ વાવાઝોડું ગુજરાતમાં 5 તારીખ પછી ત્રાટકી શકે છે. જે ગુજરતમાં દક્ષીણ ગુજરાત તરફથી પ્રવેશશે. અને ત્યારબાદ વેગ પકડી લેશે. આ આગાઉ શાહીન અને ગુલાબ વાવોઝોડું પણ દક્ષીણ ગુજરાત પાસેથી જ પ્રવેશ્યું હતું.

વાવાઝોડાની અસર ગુજરાતમાં ખૂબ મોટા પ્રમાણમાં જોવા મળશે. હવામાન વિભાગે માછીમારોને થોડા દિવસો સુધી દરિયો ન ખેડવા માટે સૂચના આપી દીધી છે, કારણ કે આ વાવાઝોડું દરિયામાંથી જમીનમાર્ગે પ્રવેશશે, તેથી દરિયામાં ખૂબ ઊંચા મોજા ઉછળે છે. જેના પગલે દરિયો ખેડવો ખૂબ મુશ્કેલ બની શકે છે..

છતાં પણ માછીમારો દરિયો ખેડવા માટે નીકળી પડ્યા હતા તેથી તેઓને દરિયાનો રૌદ્ર સ્વરૂપનો સામનો કરવો પડ્યો હતો. આજે ગુજરાતના ગીર સોમનાથના માછીમારોની મધદરિયે 15 બોટ ડૂબી ગઈ હતી. જેમાં કુલ 9 માછીમારો ગુમ થયા છે. આ બનાવની જાણ થતા જ ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને થતા જ તેઓએ કોસ્ટગાર્ડ અને હેલીકોપ્ટરની મદદથી તેઓને બચાવવા માટેની કામગીરીના આદેશો આપી દીધા છે.

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ગુજરાતના હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલ તેમજ ગુજરાતના હવામાન વિભાગે 26 અને 27 તારીખ આસપાસ આગાહી કરતા જણાવ્યું હતું કે ગુજરાતના જુદા જુદા વિસ્તારોમાં ડીસેમ્બર મહિનાની 1 તારીખથી લઇને 3 તારીખ સુધી ભારેથી અતિભારે વરસાદ વરસશે.

1 તારીખથી લઈને 4 તારીખ સુધી ભયંકર માવઠાઓ વરસવાના છે. તેમજ જ વાવાઝોડાનું સંકટ પણ ગુજરાત પર તોળાઈ રહ્યું છે. એટલા માટે ખેડૂતોને પહેલેથી જ સચેત કરી દેવામાં આવ્યા છે. હવામાન વિભાગની આગાહી મુજબ આજે ગુજરાતના અમદાવાદ, વડોદરા, આણંદ, નડિયાદ, પંચમહાલ અને ખેડામાં નહિવત વરસાદ વરસ્યો છે…

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *