Breaking News

જાન લઈને વરરાજો ઉતારે પહોચ્યો, સાળીએ આપેલી મીઠાઈ ખાધા બાદ તરત જ થયું એવું કે દુલ્હનએ લગ્નની કરી દીધી મનાઈ.. વાંચો..!

જ્યારે પણ યુવતીને લગ્નની ઉંમર થઈ જાય છે. ત્યારે માતા-પિતા ઉપર તેઓના લગ્ન કરાવી આપવાની એક મોટી જવાબદારીઓ માથે આવી પડતી હોય છે. લગ્ન કરતા સમયે ઘણી બધી જગ્યાએથી એવા ચોંકાવનારા બનાવો સામે આવતા હોય છે. જેમાં સાસરિયા પક્ષ તેમજ પિયર પક્ષ બન્ને એકબીજા સાથે ખૂબ જ મજાક મસ્તીની સાથે ખુશીના માહોલમાં લગ્ન કરતા હોય છે..

હાલ ઉત્તર પ્રદેશમાં ઇટાવા જિલ્લાના ઉદેતપુર ગામમાં એક વરરાજાની જાન ગઈ હતી. પરંતુ તેને દુલ્હનને લીધા વગર જ દુઃખી મોઢે પાછા ફરવું પડ્યું હતું. લગ્ન સમારોહ ખૂબ મોટી જગ્યામાં યોજાયો હતો. તેમજ લગ્નમાં આવેલા તમામ મહેમાનો ખુબ જ ખુશ હતા. સૌ કોઈ લોકો લગ્નમાં નવા કપડાં પહેરીને આમ થી આમ ભમી રહ્યા હતા.

વરરાજાની જાનને ઉતારો લગ્ન સમારોહના સ્થળથી થોડે દૂર એક ગેસ્ટ હાઉસમાં આપવામાં આવ્યો હતો. છોકરી પક્ષવાળાને ખબર પડી કે જાન ગેસ્ટ હાઉસમાં પહોંચી ગઈ છે. એટલા માટે સાળીઓ વરરાજાને મિઠાઈ ખાવડાવવા માટે અને તેની મશ્કરી કરવા માટે પહોંચી ગઈ હતી..

સાળીઓ એ વરરાજાને મીઠાઇ ખવડાવી હતી. પરંતુ મીઠાઈ વરરાજાએ મોઢામાં મુકતાની સાથે જ સાળીઓને કંઈક અજીબ લાગ્યું હતું. કારણ કે દરેક માણસની ચાવવાની રીત જુદી-જુદી હોય છે. પરંતુ આ વરરાજો આ મીઠાઈ કેવી રીતે આવી રહ્યો હતો કે જાણે તેના મોઢા માં કંઈક ખામી હોય.

આ બાબતની જાણ વરરાજાની સાળીઓએ દુલ્હનને તેમજ દુલ્હનના ભાઈને પણ કરી હતી. તેઓએ વરરાજાનું નિરીક્ષણ કરીને જોયું તો વરાછાના મોઢામાં દાંત ન હતા એટલે કે તેના ઓરીજનલ દાંતો પડી જવાથી તેને કુત્રિમ દંતાવલી પહેરેલી હતી.. નકલી દાંતના ચોકઠામાં વ્યક્તિને બરાબર ચાવતા ફાવતું નથી.

મીઠાઈ ચાવતી વખતે આ બાબતની પોલ ખુલી જતા દુલ્હને આ વરરાજા સાથે લગ્ન કરવાની ચોખ્ખી મનાઈ ફરમાવી દીધી હતી. અને ખૂબ મોટો હંગામો થઈ ગયો હતો. બાબત એટલી બધી આગળ પહોંચી ગઈ કે બંને પક્ષો એકબીજા સાથે મારામારી કરવા પર પણ ઉતરી આવ્યા હતા..

કારણ કે જો વરરાજો પરણ્યા વગર ઘરે પરત જાય તો તેમના ગામમાં વરરાજાની કોઈ પણ ઈજ્જત રહે નહીં. એટલા માટે તેઓ દુલ્હનને મનાવવાની ખૂબ જ કોશિશ કરી રહ્યા હતા. પરંતુ દુલ્હન માનવા માટે તૈયાર હતી નહીં. અને અંતે તો તેણે એવું કહ્યું હતું કે જો તમે લગ્ન માટે મને પરાણે દબાણ આપશો તો હું આત્મહત્યા કરી લઈશ.

એટલા માટે દુલ્હો પોતે દુલ્હનને સમજાવવા માટે લગ્ન સ્થળ પર પહોંચ્યો હતો. તે ગાડીમાંથી નીચે ઉતર્યો કે તેના માથા પરથી પાઘડી નીચે પડી ગઈ હતી. અને તેની સાથે સાથે માથામાં આવેલા ડુબલીકેટ વાળની વીક પણ નીચે પડી જતા વધુ એક આ બાબતની પોલ સૌ કોઈની વચ્ચે ખુલી ગઈ હતી..

હવે તો દુલ્હને એકાએક લગ્ન કરવાની ના કેહવા લાગી હતી. કે કુત્રિમ દાંત અને કુત્રિમ વાળ બંને ધરાવતા વ્યક્તિ સાથે મારે લગ્ન કરવા નથી. હકીકતમાં દુલ્હો પોલીસમાં ફરજ બજાવતો હતો. જ્યારે દુલ્હન હજી ભણતી હતી. દુલ્હન કહેવું હતું કે વરરાજા તેને ખૂબ મોટો દગો આપ્યો છે.

સાથે સાથે દીકરીના માતા-પિતા પણ લગ્ન કરાવનાર વચેટિયાને કહી રહ્યા હતા કે જો છોકરાના પ્રકારની ખામીઓ હતી. તો તેઓને પહેલાં જણાવી દેવું જોઈએ જેથી કરીને કોઇપણ પ્રકારની અગવડતા પાછળથી ઊભી ન થાય. પરંતુ આ બાબત તેઓ છુપાવવામાં આવી હતી એટલા માટે હાલ તેઓ આ લગ્ન તોડી રહ્યા છે..પરંતુ છોકરા પક્ષ વાળા લોકો આ બાબત સમજવા તૈયાર હતા નહીં એટલા માટે આ બાબતને લઇને પોલીસ ફરિયાદ પણ થઇ ચૂકી છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *