Breaking News

જાન આવે એ પહેલા જ દુલ્હનના પિતરાઈ ભાઈઓને અકસ્માત નડતા ઉડી ગયા કુરચે કુરચા, લગ્નની ખુશી મોતના માતમમાં ફેરવાઈ ગઈ..!

રોજબરોજ શહેરો અને ગ્રામ્ય વિસ્તારમાં બનતી ગંભીર દુર્ઘટનાઓ ખૂબ જ જોવા મળી રહી છે. આજકાલ લોકો સાથે ઘરની બહાર નીકળતા જ જીવલેણ બનાવો બની રહ્યા છે. આવા બનાવો બનતા લોકો પોતાના પરિવારથી વિખુટા થઈ રહ્યા હોય છે. કોઈ પણ ઘરમાં ખુશીનો માહોલ ચાલી રહ્યો હોય,

અને તે સમયે પરિવારના કોઈ એક વ્યક્તિ સાથે ગંભીર દુર્ઘટના બની જતા પરિવારની ખુશી માતમમાં ફેરવાઈ જાય છે. આવી જ એક ઘટના હાલમાં સામે આવી હતી. આ ઘટના હરિયાણાના વિસ્તારમાં બની હતી. હરિયાણાના પાણીપત શહેરના સનૌલી રોડ પર આવેલા કુરાદ ફાર્મ હાઉસ પાસે રાતના સમયે એક અકસ્માત સર્જાયો હતો.

આ અકસ્માત ખૂબ જ ભયાનક બન્યો હતો, જેના કારણે બે પિતરાઈ ભાઈઓએ પોતાના જીવ જોખમમાં મૂક્યા હતા. આ ઘટના નિંબરી ગામમાં રહેતા પરિવારના દીકરા સાથે બની હતી. પરિવારના દીકરા એકસાથે ઘરની બહાર નીકળ્યા હતા તેઓ પોતાના ઘરે પ્રસંગ હોવાને કારણે કામ કરવા આવેલા હલવાઈ ભાઈઓને પોતાના ઘરે જવા માટે મુકવા ગયા હતા.

તેઓ સાથે રસ્તામાં આવી જીવલેણ ઘટના બની ગઈ હતી. બંને સગા પિતરાઈ ભાઈઓ હતા. એક જ ગામમાં રહેતા 3 ભાઈઓ રહેતા હતા. જેમાં એક ભાઈનું નામ રામફલ હતું. તેમને બે દીકરીઓ હતી. બંને દીકરીઓના નામ કોમલ અને જ્યોતિ હતું. આ બંને દીકરીઓના લગ્ન હોવાને કારણે ઘરમાં ખૂબ જ ખુશીનો માહોલ હતો.

પરંતુ બંને દીકરીઓના પિતા રામફલનું ઘણા સમય પહેલા મૃત્યુ થયું હતું. તેઓનું મૃત્યુ રોડ અકસ્માતમાં જ થયું હતું જેના કારણે બંને દીકરીઓના લગ્ન પિતરાઈ ભાઈઓના પિતા કરાવી રહ્યા હતા. બંને પિતરાઈ ભાઈઓના નામ અશોકભાઈ અને હરપાલ હતું. તેમાથી અશોકભાઈના દીકરાનું નામ શિવમ હતું.

શિવમ ત્રણ ભાઈ બહેનોમાં મોટો હતો. શિવમની ઉંમર 18 વર્ષની હતી અને તેમનો નાનો ભાઈની ઉંમર 17 વર્ષની હતી. તેમનું નામ મનીષ હતું અને તેનાથી પણ એક નાની બહેન હતી. તેમની ઉંમર 9 વર્ષની હતી. તેમનું નામ નિધિ હતું. શિવમ તેમના બંને ભાઈઓ બહેનો સાથે ખૂબ જ ખુશીથી રહેતો હતો. શિવમ સંજય ચોકમાં આવેલા એક શોરૂમમાં કામ કામ કરતો હતો.

અશોકભાઈ ખાનગી શાળામાં બસ ડ્રાઇવર તરીકે પોતાની નોકરી કરતા હતા અને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા હતા. અશોકભાઈના ભાઈ રામફલની બંને દીકરીઓના લગ્ન હોવાને કારણે ઘરમાં ખૂબ જ મોટો ખુશીનો માહોલ હતો અને શિવમના કાકાનું નામ હરપાલ હતું. હરપાલના દીકરાનું નામ હિમાંશુ હતું.

હિમાંશુ અને શિવમ બંને ઘરે કામ કરવા આવેલા હલવાઈને પોતાના ઘરે પરત જવાનું હોવાને કારણે તેઓને બસ સ્ટેશન મુકવા માટે નીકળ્યા હતા. તેઓ બાપૌલી ગામમાં હલવાઈ ભાઈ રોતાશને છોડવા માટે ગયા હતા અને તેઓ ઘરેથી નીકળતા સમયે રસ્તામાં તેઓ સાથે ખૂબ જ ગંભીર ઘટના બની ગઈ હતી.

જ્યોતિ અને કોમલના લગ્ન હોવાને કારણે તે બંનેની જાન કૈથલ જિલ્લાના કોટરા ગામથી આવવાની હતી. સૌ કોઈ લોકો જાનની રાહ જોઈ રહ્યા હતા. તે સમયે હિમાંશુ અને શિવમ સાથે અચાનક સનોલી રોડ ઉપર આવેલા ફાર્મ હાઉસ પાસે બંને પિતરાઈ ભાઈઓ સાથે અકસ્માત સર્જાયો હતો. બે બંને પિતરાઈ ભાઈઓ સાથે અકસ્માત સર્જાતા તરત જ આસપાસના લોકો ભેગા થઈ ગયા હતા.

તેમની સાથે રહેલા હલવાઈને પણ ખૂબ જ મોટી ઈજા થઈ હતી. જેના કારણે આસપાસના લોકોએ ત્રણેય વ્યક્તિઓને તરત જ સનોલી રોડ પર આવેલી ખાનગી હોસ્પિટલમાં દાખલ કર્યા હતા અને તેમના પરિવારજનોને પણ આ ઘટનાની જાણ કરી હતી. પરિવારને તેમના દીકરાઓ સાથે અકસ્માત સર્જાતા જ પરિવારના લોકો આઘાતમાં આવી ગયા હતા.

તેઓના પગ ધ્રુજવા લાગ્યા હતા. ઘરમાં ખુશીનો માહોલ રહેતા તેના બંને દીકરાઓના જીવ જોખમમાં હતા. તરત જ પરિવારના લોકો હોસ્પિટલ પહોંચ્યા હતા. તે સમયે શિવમનું મોત થઈ ગયું હતું અને હિમાંશુ જીવન મરણના જોલામાં જીવી રહ્યો હતો. તેમની હાલત પણ ખૂબ જ નાજુક હતી. ગામમાં સૌ કોઈ લોકોને આ ઘટનાની જાણ થતા દુઃખનો માહોલ છવાઈ ગયો હતો.

તેમના પરિવારજનો આઘાતમાં આવી ગયા હતા. શિવમ ત્રણેય ભાઈ બહેનોમાં મોટો હોવાને કારણે તેમના બંને ભાઈઓ બહેનો ગુમ થઈ ગયા હતા. પરિવારના એક દીકરાએ પોતાનો જીવ ગુમાવી દીધો હતો. ત્યારબાદ પરિવારના લોકોએ અગત્યના અકસ્માત સર્જના વ્યક્તિ સામે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જેના કારણે પોલીસ તપાસ કરી રહી હતી.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *