ગુજરાતમાં વરસાદ સંતા કૂકડી રમતો હોઈ એવું લાગી રહ્યું છે. મોટા ભાગે ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છના ખેડૂતોને વરસાદની ખાસ જરૂર છે પરતું વરસાદ આવે તેવા એંધાણ લાગતા નથી. આ ઉપરાંત કેટલાક હવામાન શાસ્ત્રીઓએ આગાહી તો કરી છે પણ તે કેટલી હદે સાચી પડે છે તે તો સમય જ નક્કી કરશે.
ખેડૂતોની આવી વિકટ પરિસ્થતિ છે ત્યારે જામજોધપુરના એક ખેડૂતે જો વરસાદ ન થાય તો જીવતા સમાધિ લઈ લેવાની ચીમકી ઉચ્ચારી છે. તો ચાલો આપડે જાણીએ કે ચીમકી ઉચ્ચારનાર ખેડૂતમિત્ર કોણ છે ? તેમને કઈ બાબતો સામે પ્રશ્ન છે? વગેરે વગેરે..
ગુજરાતના જામનગર જીલ્લાના જામજોધપુર તાલુકાના નંદાણા ગામના પ્રવીણભાઈ નારિયા નામના ખેડૂતે જો 1 સપ્ટેમ્બર (દશમ) ના રોજ જો સાંજના 7 વાગ્યા સુધીમાં વરસાદ ન થાય તો ખેડૂત મિત્ર પ્રવીણભાઈ નારિયા જીવતી સમાધિ લઈ લેશે તેવી ચીમકી ઉચ્ચારી છે. આ ખેડૂત ભાઈ વરસાદ ન થયો હોવાથી કંટાળી ગયા હોઈ એવું લાગી રહ્યું છે.
તમે નીચેના વિડીયો મારફતે જોઈ શકશો કે પ્રવીણભાઈ નારિયા ચીમકી ઉચ્ચારી રહ્યા છે. તેઓને વરસાદ અને સિંચાઈ બાબતે ઘણા પ્રશ્નો છે. પ્રવીણભાઈ નારિયાએ સરકાર સામે પણ સિંચાઈના પાણીની બાબતે રોષ વ્યક્ત કર્યો છે. તેમજ આ સાથે સાથે તેઓને ખેડૂત લક્ષી ઘણી બાબતો પર સરકાર સામે પ્રશ્ન છે.
View this post on Instagram
વરસાદ ન થતા ખેડૂત અને મજુર વર્ગના લોકોની સ્થિતિ દયનીય બની છે. સરકાર ખેડૂતોને સિંચાઈ માટે પાણી આપવાને બદલે મોટા મોટા ઉદ્યોગો અને સિ પ્લેન યોજનામાં પાણીને વેડફી રહી છે. ઉદ્યોગો માં પાણી વેડફવાને બદલે જો ખેડૂતોને સિંચાઈ માટે પાણી આપવામાં આવે તો મારા ખેડૂત ભાઈની તમામ મુશ્કેલીઓ દુર થાય તેમ છે.
થોડાક દિવસ પહેલા નીતિન પટેલે કહ્યું હતું કે આ વર્ષે વરસાદ ઓછો થયો છે જેથી ખેડૂતોને સિંચાઈ માટેનું પાણી મળવું ખુબ જ મુશ્કેલ છે. જો પીવાના પાણીના જથ્થાને બાકાત કર્તા જો પાણી બચે તો ખેડૂત મિત્રોને પાણી પાવામાં આવશે. પરતું હાલમાં જ આજે એક નિવેદન સામે આવ્યું છે જેમાં નીતિન પટેલ કહે છે કે નર્મદા ડેમમાં પાણી 1 વર્ષ સુધી ખૂટે તેમ નથી. એટલે કોઈપણ ખેડૂત મિત્રોએ મુંજાવાની જરૂર નથી.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]