Breaking News

જાન લઈને જતો જાનૈયાનો ટેમ્પો પલટી મારી જતા 8 લોકોના મોતથી હાઈવે મરણચીખોથી ગુંજી ઉઠ્યો, 22 કરતા વધારે ઘાયલ થતા પ્રસંગ માતમમાં ફેરવાયો..! ઓમ શાંતિ..

રાજ્યના હાઇવે ઉપરથી રોજ-રોજ ઘણા બધા અકસ્માતના બનાવો બની જાય છે. જેમાં ઘણા બધા વ્યક્તિના મૃત્યુ પણ થાય છે. અત્યારે એક એવો ગમખ્વાર અકસ્માતનો કિસ્સો સામે આવ્યો છે. જેમાં કુલ આઠ લોકોના મૃત્યુ થયા છે. તો 22 કરતાં વધારે લોકો ઈજાગ્રસ્ત થયા છે. આ ઉપરાંત હજુ પણ મૃત્યુનો આંકડો વધવાની શક્યતાઓ રહેલી છે..

આ કાળજા કંપાવતો અકસ્માત મહીસાગર જિલ્લાના લુણાવાડા માંથી સામે આવ્યો છે. અહીં હાઇવે ઉપરથી જાનૈયાઓ ભરેલો એક ટેમ્પો લગ્નમાં હાજરી આપવા માટે જતો હતો. જાન લઈને ગઠા ગામ થી સાત તળાવ તરફ જતો હતો. એ વખતે અચાનક જ આ ટેમ્પો પલટી મારીને ખાડામાં ખાબકી જતા ચારે કોર ચીચયારીઓ ગુંજી ઉઠી હતી..

આ અકસ્માતમાં કુલ આઠ વ્યક્તિના મૃત્યુ થયા છે. તો 22 કરતાં વધારે લોકો ઈજાગ્રસ્ત થયા છે. આ તમામ ઇજાગ્રસ્ત લોકોને અત્યારે લુણાવાડાની હોસ્પિટલમાં સારવાર માટે મોકલવામાં આવ્યા છે. આ અકસ્માતમાં ઘાયલ થયેલા લોકોને સારવાર માટે હોસ્પિટલ સુધી 108 ની ચાર ટીમોએ પહોંચાડ્યા હતા..

આ સાથે સાથે રીક્ષામાં પણ ઘણા બધા લોકોને સારવાર માટે લઈ જવામાં આવ્યા છે. જ્યારે આ ઘટના બની ત્યારે અચાનક જ હાઇવે ઉપર મચી ગયો હતો. હાલ મૃતકોના નામ બાબતેની તપાસ ચલાવામાં આવી રહી છે. આ અકસ્માતમાં સૌપ્રથમ પાંચ લોકોના મૃત્યુ થયા હતા અને ત્યારબાદ કુલ ત્રણ વ્યક્તિઓના મૃત્યુ થઈ જતા, આંકડો આઠ લોકો સુધી પહોંચી ગયો છે..

આ કાળમુખા અકસ્માતને નજરે જોનારા લોકો તો આંખો મીંચી ગયા હતા. તેઓએ તરત જ નજીકના પોલીસ સ્ટેશનમાં જાણ કરતા એલસીબી, એસોજી સહિતની પોલીસની ટીમો ઘટના સ્થળે પહોંચીને કામગીરી કરવા લાગી છે. કહેવામાં આવી રહ્યું છે કે, લુણાવાડા તરફથી એક કાર અને આ ટેમ્પો સામે ટકરાયા હતા..

અને ત્યારબાદ ટેમ્પો પલટી ખાઈ જઈ ખાડામાં પડી ગયો હતો. પોલીસની ટીમો ઘટના સ્થળે પહોંચીને મૃત લોકોને પોસ્ટમોર્ટમ માટે ખસેડવાની કામગીરી શરૂ કરી હતી. તો ઈજાગ્રસ્ત અને સારવાર માટે લુણાવાડા તેમજ ગુજરાતમાં પણ ખસેડવામાં આવ્યા છે. આ ઘટનાની અંદર નાનકડા બાળકોને ખૂબ જ વધારે પ્રમાણમાં ઈજા પહોંચી છે..

હોસ્પિટલની અંદર પણ ચકચાર મચી ગયો છે. પરિવારજનો માટે તો દુઃખની આ ઘડી સહન થઈ શકી નથી, કારણ કે તેઓ લગ્ન પ્રસંગની જાન લઈને પરણવા માટે જતા હતા. પરંતુ આ અકસ્માત સર્જાઈ જતા લગ્ન પ્રસંગમાં ફેરવાઈ ગયો છે. લુણાવાડાના બધા રસ્તાઓ મોતની ચીચયારીઓથી ગુંજી ઉઠ્યા છે..

તો હાઇવે ઉપર તો લોહીની નદીઓ પણ વહેવા લાગી છે. આ અકસ્માત ખૂબ જ હચમચાવી દેતો સાબિત થયો છે. ખરેખર આ અકસ્માતના દ્રશ્યોને નજરે જોનારા લોકોની પણ ઊંઘ ઉડી ગઈ છે. પરિવાર અને સબંધીઓની સાથે સાથે મહેમાનો પણ ટેમ્પામાં સમાવેશ હતા. આ અકસ્માતે ઘણા બધા લોકોના જીવ ભરખી લીધા છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *