આપણને સૌને ખ્યાલ છે તે પ્રમાણે અત્યારે લગ્ન પ્રસંગ ની સિઝન હોવાથી આપણે બધાએ કોઈક ને કોઈક ના લગ્નમાં જતા રહીશું પરંતુ મિત્રો ને ખાસ તો એ ધ્યાન રાખવાની વસ્તુ એ છે કે આપણે જે પણ લગ્નમાં ગયા છીએ તેના કેટર્સ માં કામ કરતા વ્યક્તિઓ માસ્ક પહેર્યુ છે તેઓના માથા પર વાળ ન કરે તેના માટે ની ટોપી પહેરી છે હાથમાં પણ મોજા પહેર્યા છે.
આ બધી સાવચેતી છે કે નહીં તેનું પણ ધ્યાન રાખવું જોઈએ અને જો આ તમામ વસ્તુઓ નું જો ધ્યાન રાખવામાં ના આવે તો રોગચાળો પણ ફાટી પડે છે તેના કારણે ઘણા બધા લોકો બીમાર પડે છે આવા તો ઘણા બધા કિસ્સાઓ છે જેના કારણે જે લોકોને લગ્ન કરવા આવ્યા હોય તેઓને હોસ્પિટલમાં પણ દાખલ કરવામાં આવે છે મહેમાન લઈને વરરાજા સુધી દરેકની તબિયત ખરાબ થઈ જાય છે આવું જ કંઈક બન્યું હતું.
૧૫૦ થી વધુ લોકોને એક સાથે તબિયત બગડી હતી ત્યારબાદ તે બધાને ઝડપથી હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા હતા એક સાથે આ બધાને થઈ તેના માટે શું કારણ હશે તો જાણવામાં આવ્યું તો છોટા ઉદયપુરમાં એક લગ્ન પ્રસંગમાં જમણવાર બાદ ૧૫૦ જેટલા લોકોને ફુડ પોઈઝનીંગ ની અસર થઇ હતી જમણવાર બાદ તમામ લોકોને ઝાડા-ઉલટી ની ફરિયાદ કરી હતી જે બાદમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.
જેમાં તમામ લોકોને તાત્કાલિક સારવાર માટે છોડે ઉદયપુરની જનરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જોકે હોસ્પિટલ ખાતે ઓછા પડતાં દર્દીઓને જમીન પર સુવરાવી ને સારવાર આપવી પડી હતી મળતી માહિતી પ્રમાણે છોટાઉદેપુરના કસ્બા વિસ્તારમાં રવિવારે લગ્ન પ્રસંગમાં જમણવાર બાદ મહેમાનોને ફૂડ પોઇઝનિંગ ની અસર થઇ હતી જે બાદમાં તમામ લોકોને છોટાઉદેપુરની સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
અહીં એક લગ્ન પ્રસંગે યોજાયો હતો જેમાં વડોદરા ખાતે જાન આવી હતી લગ્ન માટે બપોરના સમયે જમણવાર રાખવામાં આવ્યું હતું અત્યારના ચાર-પાંચ કલાક બાદ લોકોને ઝેરી અસર થવા લાગી હતી આ મામલે ફૂલ ટીમ દ્વારા માહિતી વ્યક્તિ કરતાં જણાવવામાં આવ્યું હતું કે મહંમદ પઠાણ બાબુભાઈના ત્યાં લગ્ન હતા માટે વડોદરાથી જાન આવી હતી એવી પણ માહિતી મળી છે, કે જાને હવે પણ આ લોકો જાન લઈને વડોદરા પહોંચી ગયા હતા,
ત્યાં ખોરાકી ઝેરની અસર છે અને હવેથી તેમ પણ કહેવામાં આવ્યું છે કે લગ્ન પ્રસંગમાં ફૂડટીમ દ્વારા સૌપ્રથમ દરેક વસ્તુની તપાસ કરવામાં આવશે અને ત્યારબાદ જ તેઓને બેસવા દેવામાં આવશે આવું થવાનું કારણ એક જ છે કે ઉનાળાની સીઝન છે અને તેમાં પણ રસ દૂધ અને ખાવાની વસ્તુઓનો ઉપયોગ કરવામાં આવે છે ને તે ઉનાળામાં બગડી જવાની સંભાવના રહે છે અને તેના કારણે પણ આ રોગ ચાળો ફાટી પડે છે.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]