Breaking News

ઈન્સ્પેકટર મહીને મહીને દુકાનદાર પાસેથી હપ્તો ઉઘરાવતો, એક દિવસ વેપારીએ ભેજું દોડાવીને કર્યું એવું કે ખુલી ગઈ PIની પોલ..! જાણો..

હાલમાં ભ્રષ્ટાચારના ઘણા કિસ્સાઓ સામે આવી રહ્યા છે. દેશમાં ભ્રષ્ટાચારી રોજબરોજ વધી રહી છે. ઘણા લોકો અન્ય પાસે તેનું કામ કરવા બદલ લાંચ લેતા હોય છે. જેથી ભ્રષ્ટાચારી નું પ્રમાણ વધતું જ જાય છે. રાજસ્થાન રાજ્યના અજમેર શહેરમાં ભ્રષ્ટાચારીનો આવો જ એક કિસ્સો સામે આવ્યો છે.

જેમાં એક પોલીસ ઇન્સ્પેક્ટર રંગે હાથે 20 હજાર રૂપિયાની લાંચ લેતો ઝડપાયો છે. અજમેર શહેરમાં દારૂની દુકાન ચલાવતા એક વેપારીએ અજમેર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી કે, એક પોલિસ ઇન્સ્પેક્ટર દ્વારા તેમની દુકાન ગેરકાયદેસર રીતે ચલાવવા બદલ લાંચની માગણી કરવામાં આવે છે .

તેમજ આ બાબતને લઈને તે પોલીસ ઇન્સ્પેક્ટર દુકાનના માલિકને વારંવાર હેરાન કરતો હતો. અજમેર પોલીસના એસીબી વિભાગ મારા વેપારીને પૂછપરછ દરમ્યાન સામે આવ્યું કે આ પોલીસ ઇન્સ્પેક્ટર દર મહિને વેપારી પાસેથી દુકાન દીઠ 5000 રૂપિયા ની લાંચ વસૂલે છે. અજમેર ના વેપારી ચાલ દારૂની દુકાન નો માલિક છે જેથી તેને દર મહિને પોલીસ ઇન્સ્પેક્ટરને 20,000 રૂપિયા ચૂકવવા પડે છે.

આ બાબતથી કંટાળીને તેણે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસ સ્ટેશનના એસીબી વિભાગે આ ઇન્સ્પેક્ટરને રંગે હાથે ઝડપવા માટે ઝાળ રચી હતી. અજમેર શહેરના ડીઆઈજી તરીકે ફરજ બજાવતા સમીરકુમાર સિંહએ ફરિયાદીની કિશનગઢમાં આવેલી દુકાન પાસે સતત નજર રાખવા માટે અન્ય પોલીસકર્મીઓ ને ઊભા રાખ્યા હતા.

જ્યારે તે પોલીસ ઇન્સ્પેક્ટર વેપારી પાસે લાંચ માંગવા આવ્યો ત્યારે તેને રંગે હાથે ઝડપી લેવામાં આવ્યો હતો. આ અંગે વધુ તપાસ હાથ ધરતા જાણવા મળ્યું કે આ શિશુપાલ નામનો પોલીસ ઇન્સ્પેક્ટર અજમેર પોલીસ સ્ટેશનમાં જાણકારી નિરીક્ષક તરીકે ફરજ બજાવે છે. શિશુપાલની કડક પૂછપરછ કરતા જાણવા મળ્યું કે લાંચ લેવાનું આ તમામ કાર્ય અજમેર યુનિટના ડેપ્યુટી ઇન્સ્પેકટર તરીકે..

ફરજ બજાવતા પ્રભુલાલ કુમાવતની આગેવાની હેઠળ કરવામાં આવી રહ્યું હતું. અજમેરના ડીઆઇજી સમીર કુમાર સિંહ દ્વારા આ બંને ભ્રષ્ટ પોલીસકર્મીઓના ઘરની તપાસ શરૂ કરવામાં આવી છે. તેમજ એસીબી દ્વારા બંને ભ્રષ્ટ પોલીસકર્મીઓ વિરુદ્ધ ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ પ્રમાણસર સંપત્તિનો ગુનો નોંધીને તેમની ધરપકડ કરી છે. આ ઉપરાંત અજમેર પોલીસ દ્વારા હવે પછી ભ્રષ્ટાચાર કરનાર ઇન્સ્પેક્ટરને આનાથી પણ વધુ કડક સજા કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *