Breaking News

બર્ફીલા ચટ્ટાનો પડવાથી અરુણાચલ પ્રદેશમાં દેશના 7 વીર જવાનો શહીદ, વાંચો આ કરુણ ઘટના.. જય હિન્દ..!

આપણા દેશના સૈનિકો સરહદની રક્ષા માટે પ્રાણ પણ ન્યોછાવર કરવા માટે તૈયાર હોય છે. તેઓ દુશ્મનોને હાર કરવા માટે હંમેશા તત્પર રહે છે. પોતે 24 કલાક ડયુટી કરીને સમગ્ર દેશને સુરક્ષિત રાખવાની જવાબદારીઓ ઉપાડતા હોય છે. તેઓ દેશના નાગરિકો માટે ભગવાન સમાન કામ કરી રહ્યા છે…

ભારત દેશની સરહદો ખૂબ અનિયમિત વિસ્તારો પર આવેલી છે. જેમકે ઉત્તરની બાજુ હિમાલયના પર્વતને અડીને આવી છે. તો પશ્ચિમ બાજુ કચ્છ અને રાજસ્થાનના રણને અડીને આવેલી છે, તો દક્ષિણ બાજુ દરિયા કિનારો છે. અને પૂર્વ બાજુ અરુણાચલ, આસામ, સિક્કિમ, વગેરે જેવા રાજ્યોના પહાડી બર્ફીલા પ્રદેશો આવેલા છે…

આવા પ્રદેશોમાં તાપમાનની સાથે ખભો મિલાવીને તેઓ દેશની રક્ષા કરતા હોય છે. આવા વિસ્તારોમાં કુદરતી આફતોનો ખૂબ વધારે પ્રમાણમાં ડર હોય છે. તેમજ શ્વાસ લેવાની પણ તકલીફ પડતી હોય છે. એવામાં ભારતના વીર સૈનિકો આપણી રક્ષા કરે છે. પરંતુ અરુણાચલ પ્રદેશના ઊંચાઈવાળા વિસ્તારો પરથી સમગ્ર દેશ માટે એક ખરાબ સમાચાર આવી રહ્યા છે…

મળતી માહિતી મુજબ અરુણાચલ પ્રદેશના કામ સોંગ સેક્ટરના ઊંચાઈવાળા પર્વતો પર હિમસ્ખલન થયું છે. સૈનિકો પેટ્રોલિંગ માટે જતા હતા એ સમયે હિમસ્ખલન થતા તેમના ઉપર બરફ ઢંકાયો હતો. તેમજ છેલ્લા ઘણા દિવસોથી આ વિસ્તારમાં અતિશય બરફનો વરસાદ થવાથી ખૂબ જ બરફ જામી ગયો હતો.

આ હિમસ્ખલન માં આપણા દેશના સાત જવાનો શહીદ થયા છે. આજે સાત દીકરાઓ ભારત માતાની રક્ષા કરતાં કરતાં શહીદ થયા છે. આ સમાચાર સાંભળતા જ આખા દેશમાં શોક છવાઈ ગયો છે. આજે આખો દેશ સૈનિકો માટે પ્રાર્થના કરી રહ્યો છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *