પત્ની જમવામાં ઘેનના ટીકડા ભેળવી દેતી, પરિવાર સુઈ જાય ત્યારે પ્રેમીને બોલાવીને કરતી એવા કામ જે જાણી સમાજમાં ઈજ્જતના થયા ધજાગરા..!

રાજસ્થાન રાજ્યના શીકર શહેરમાં એક ખૂબ જ ચોકાવનારી ઘટના સામે આવી છે. જેમાં એક પત્ની દ્વારા પોતાના જ પતિ અને બાળકોના ભોજનમાં ઊંઘ ની દવા ભેળવ્યા બાદ પોતાના પ્રેમી સાથે રંગરેલીયા મનાવતી હતી. આ મહિલાનો તે યુવક સાથે લગભગ છેલ્લા 2 વર્ષ થી પ્રેમ સંબંધ ચાલતો હતો, જેની તેના પતિ ને જાણ ન હતી.

રાજસ્થાન રાજ્યના શિકર જિલ્લામના રામગઢ શેખાવાટી વિસ્તાર ઉમેશ અને તેનો પરિવાર રહેતા હતા. ઉમેશ ના લગ્ન 2016 માં થયા હતા. તેમના લગ્ન બાદ તેઓ ને  બે પુત્રો પણ હતા. પરંતુ ઉમેશ અને તેની પત્ની ને એકબીજા સાથે બનતું નહતું. તેથી અવારનવાર તેઓના વચ્ચે ઝઘડા થતા રહેતા હતા.

થોડા સમય પહેલા ઉમેશને જાણકારી મળે કે જ્યારે તે પોતાના કામ અર્થે ઘરની બહાર જાય છે. ત્યારે તેના ઘરે તેના પત્નીનો પ્રેમી આવે છે. છેલ્લા ઘણા દિવસોથી ઉમેશને સાંજનું ભોજન લીધા બાદ અચાનક જ ઊંઘ આવી જતી હતી. તે આ બાબતને લીધે ઘણો હેરાન હતો. તેમજ તેને આ બાબતનું કોઈ કારણ જાણવા ન મળ્યું હતું.

પરંતુ થોડા દિવસો પહેલા ઉમેશને પોતાના બંને પુત્ર મારફતે જાણવા મળ્યું કે તેની પત્ની તેના સાંજના ભોજનમાં ઊંઘની દવા ભેળવી રહી છે. તેમજ  ત્યારબાદ પોતાના પ્રેમીને ઘરે બોલાવી રહી છે. આ બાબત જાણીને ઉમેશ સંપૂર્ણપણે આશ્ચર્યચકિત થઈ ગયો હતો. આથી ઉમેશએ આ બાબતે અંગે વાતચીત કરવા તેની પત્નીના પ્રેમી કૈલાશ ને પોતાના ઘરે બોલાવ્યો હતો.

પરંતુ એ સમયે કૈલાશે તેની સાથે મારપીટ કરીને 25 હાજર રૂપિયા તેમજ મોબાઈલ લૂંટીને ચાલ્યો ગયો હતો. જેથી ઉમેશએ કૈલાશ વિરુદ્ધ રામગઢ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસ દ્વારા કૈલાસને ટૂંક સમય માં જ દબોચી લેવામાં આવ્યો હતો. તેમજ તેની પૂછપરછ દરમ્યાન સામે આવ્યું કે 2 મહીના પહેલા ઉમેશ ના ઘરેથી જે ઘરેણા ની ચોરી થઈ હતી.

તેમાં પણ તેની પત્નીએ પોતાના પ્રેમી કૈલાશની મદદ થી ઘરેણા ચોરી કરવાનું કાવતરું રચ્યું હતું. રામગઢ પોલીસ દ્વારા કડક પૂછપરછ કરતા કૈલાશ દ્વારા આ સ્વીકારવામાં આવ્યું હતું. આથી પોલીસએ તેને જેલ માં ધકેલી દીધો છે. તેમજ તેના પર આગળની કાયદેસરની કાર્યવાહીઓ શરૂ કરી છે. આ ઉપરાંત ઉમેશને તેના ચોરી થયેલા ઘરેણા અને રોક્ડ રકમ પરત કરી છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

Leave a Comment