Breaking News

IIT માં એડમીશન લેવા માંગતી દીકરીએ માનસિક તણાવમાં ઘરના 6 માળેથી કુદીને કર્યો આપઘાત, જોઇને પરિવારના પગ નીચેથી જમીન ખસી ગઈ..!!

અત્યારના ઝડપી યુગમાં રોજબરોજ જુદા જુદા વિસ્તારના એવા સમાચારો સાંભળવામાં આવે છે. જે સાંભળતાની સાથે જ કાનમાં એક સુનકાર મચી જાય છે. અત્યારે મેરઠમાં રહેતા પરિવારની દીકરી સાથે કંઈક આવો જ બનાવો બન્યો છે. જે દરેકના માતા-પિતાએ જાણી લેવો જોઈએ. જેના કારણે તેમના બાળકોને આવા રસ્તે જતા અટકાવી શકાય.

દરેક મા-બાપ પોતાના દીકરા દીકરીઓને સારી શિખામણ અને હંમેશા દરેક મુશ્કેલીઓનો સામનો કરવાની સલાહ આપે છે પરંતુ ક્યારેક દીકરા દીકરીઓ કંટાળીને પોતાની સાથે ગંભીર ઘટનાઓ કરી રહ્યા છે. આ ઘટના મેરઠમાં અવની મેડિકલ થાણા વિસ્તારમાં ગોલ્ડન ટાવરના એ-બ્લોકમાં રહેતા પરિવાર સાથે બની છે.

પરિવારમાં પતિ-પત્ની અને તેમના બાળકો રહે છે. પરિવાર ફ્લેટના ત્રીજા માળે રહે છે. જેમાં પિતા રોહિત અગ્રવાલ માતા આકાંક્ષા અને ભાઈ શિવ અને દીકરી અવની રહેતી હતી. અવની ધોરણ 12 સુધી અભ્યાસ કરી ચૂકી હતી. ત્યારબાદ તે એન્જિનિયરિંગમાં પ્રવેશવાની તૈયારી કરી રહી હતી. તેને પોતાના કરિયરની ખૂબ જ ચિંતા રહેતી હતી.

અવની પોતાના પરિવાર સાથે દસ વર્ષથી ગોલ્ડન ટાવર ફ્લેટમાં રહેતા હતા. અવનીના પિતા રોહિતભાઈ પ્રોપર્ટી ડીલર અને કોન્ટ્રાક્ટર તરીકે કામ કરે છે. માતા પરિવારનું ધ્યાન રાખતી હતી. અવનીની ઉંમર 17 વર્ષની હતી. અવનીએ ધોરણ 12 માં ખૂબ જ સારા એવા માર્ક્સ લાવીને પોતાના પરિવારને ગર્વ અપાવ્યું હતું.

ત્યારબાદ તે IIT માં પ્રવેશ કરવા માગતી હતી. જેના કારણે તે અનેક પરીક્ષાઓ આપતી હતી. એન્જિનિયરિંગમાં તેમણે આઇઆઇટીની મોક ટેસ્ટ આપી હતી અને તેની પહેલાના દિવસોમાં લેવાય પ્રીબોર્ડની પરીક્ષામાં તેમના ઓછા માર્ક્સ આવ્યા હતા. જેના કારણે તે ખૂબ જ ચિંતામાં રહેતી હતી અને સારી તૈયારી કરી શકી ન હતી.

જેના કારણે તે મોક ટેસ્ટ આપવા માટે પોતાના ઘરેથી એક દિવસ નીકળી હતી. યુનિફોર્મ પહેરીને તે પોતાનું બેગ લઈને ઘરેથી નીકળી હતી. પરિવારના લોકોને જણાવ્યું હતું કે, તે મોક ટેસ્ટ આપવા જઈ રહી છે. ત્યારબાદ ઘરેથી બહાર નીકળ્યા બાદ તેમણે ફ્લેટની બહાર નીકળવાને બદલે પોતાના ફ્લેટના ટેરેસ પર ચડી ગઈ હતી.

ફ્લેટમાં છઠ્ઠા માળે તે ચડી જઈને ત્યાં તેણે એક કલાક સુધી યુનિફોર્મ પહેરેલા વેશમાં આંટા માર્યા હતા અને ખૂબ જ વિચાર કરી રહી હતી. તે અંદરો અંદર મૂંઝાઈ રહી હતી. ત્યારબાદ તેણે અચાનક જ થોડીવારમાં એવું કરી નાખ્યું કે ફ્લેટના દરેક લોકો સોસાયટીના કમ્પાઉન્ડમાં ભેગા થઈ ગયા હતા. પરિવાર પણ દોડતો દોડતો કમ્પાઉન્ડમાં પહોંચ્યો હતો.

પરિવારના લોકોએ જોયું તો તેમની દીકરી અવનીએ છત પરથી કૂદીને આપઘાત કરી લીધો હતો અને પોતાનું જીવન ટૂંકાવી દીધું હતું. જેના કારણે આસપાસના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા અને લોકોમાં હાહાકાર મચી ગયો હતો. દીકરીની હાલત જોઈને દરેક લોકો ખૂબ જ રડવા લાગ્યા હતા. તરત જ સ્થાનિક લોકોએ પોલીસને આ ઘટનાની જાણ કરી હતી.

જેના કારણે પોલીસઘટના સ્થળે પહોંચી અને વિદ્યાર્થીને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવી હતી પરંતુ ત્યાં પહોંચતા દીકરીનું મૃત્યુ થઈ ગયું હતું. જેના કારણે પરિવારના લોકો ખૂબ જ રડી રહ્યા હતા. પોલીસે સોસાયટીના લોકોને પૂછપરછ કરતા સોસાયટીના લોકોએ જણાવ્યું હતું કે, દીકરી ભણવામાં ખૂબ જ હોશિયાર હતી.

પરંતુ તેમની પ્રિબોર્ડમાં ઓછા માર્ક્સ આવ્યા હોવાને કારણે તે ખૂબ જ ચિંતામાં રહેતી હતી અને સોસાયટીમાં દીકરીની સાથે સાથે બીજા એક વૃદ્ધ વ્યક્તિનું મૃત્યુ થઈ ગયું હતું. જેના કારણે એક સાથે સોસાયટીમાં બે વ્યક્તિના મૃત્યુ થઈ જતા સોસાયટીમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો.

પરિવારના લોકો તેમની એકની એક દીકરીએ જીવ ગુમાવ્યો હોવાને કારણે તેઓ આઘાત સહન કરી શક્યા નહીં. દીકરી દરેક કાર્યક્રમમાં ખૂબ જ ઉત્સાહથી ભાગ લેતી હતી. ક્યારેય કોઈને ખબર ન હતી કે દીકરી સાથે આવી ઘટના બની જશે અને તે પોતાનો જીવ ગુમાવી બેસશે. અવારનવાર માતા પિતાએ પોતાના બાળકોનું ખૂબ ધ્યાન રાખવું જોઈએ. બાળકો નાની નાની વાતથી પરેશાન થઈને પોતાના જીવ ગુમાવી રહ્યા છે..

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *