Breaking News

આઈસ્ક્રીમ દુકાનની આડમાં ધમધમી રહ્યું હતું ‘કપલ બોક્સ’, પોલીસે દરોડા પાડતા જ કપલ ઉભી પૂછડીયે દોડ્યા.. જુવો..!

મોટા શહેરોમાં કપલ બોક્સ તેમજ સ્મોકિંગ ઝોનના દૂષણો દિવસેને દિવસે વધતા જાય છે. કપલ બોક્સમાં જનારા મોટાભાગના યુવક-યુવતીઓ સાવ નાની ઉંમરના મળી આવ્યા છે. જે ઉંમર માં તેઓએ ભણતરની જવાબદારી ઉઠાવવાની હોય છે તે ઉંમરમાં તેઓ કપલ બોક્સમાં ગંદા કામ કરતાં પણ ઝડપાયા છે…

સમાજના આગેવાનોએ દરેક શહેરના પોલીસ કમિશનરને આવેદન આપીને કપલ બોક્સ અને સ્મોકિંગ ઝોન ના દૂષણોને દૂર કરવા માટે જણાવ્યું હતું. આ ઉપરાંત સુરતમાં બનેલી એક હત્યા કેસમાં આરોપી પણ એક કપલ બોક્સ ચલાવતો હતો ત્યારબાદ શહેરમાં આવેલા કપલ બોક્સ અને સ્મોકિંગ ઝોનને સાફ કરવાની તંત્રે કામગીરી શરૂ કરી દીધી છે…

આ મુજબ રાજકોટ શહેરમાં ચાલતા ખુલ્લેઆમ કપલ બોક્સ પર પોલીસે દરોડા પાડીને બંધ કરાવ્યા છે. રાજકોટ પોલીસે શહેરમાંથી અંદાજિત ૨૦ જેટલા કપલ બોક્સ પર દરોડા પાડયા છે. જેમાં આત્મીય કોલેજ ની સામે મામલતદાર કચેરીની પાછળના ભાગમાં આવેલુ એક કપલ બોક્સ, તેમજ કેકેવી હોલ ની પાછળ ના ભાગમાં આવેલું એક કપલ બોક્સ, કોટેચા ચોક પાસે, ચૌધરી હાઈસ્કૂલ પાસે, ઢેબર રોડ પર આવેલું કપલ બોક્સ તેમજ યુનિવર્સિટી રોડ પર આવેલા કપલ બોક્સ પર દરોડા પાડયા છે…

જેમાં કેકેવી હોલ ની પાછળ ચાલતું કપલ બોક્સ તો કંઈક જુદા જ અંદાજમાં મળી આવ્યું છે. દુકાન ની ઉપર બોર્ડ લાગ્યું હતું કે એની ટાઈમ આઈસક્રીમ પાર્લર પરંતુ તેની અંદર જઈને જોયું તો સેટી, ખાટલા, પંખા વગેરે જેવી સુવિધાઓ મળી આવી હતી. જ્યારે દુકાનની ફ્રીજ ખોલવામાં આવ્યું તો તેની અંદર એક પણ આઈસ્ક્રીમ હતો નહીં…

મતલબ માં આઇસક્રીમ પાર્લરની આડમાં એક કપલ બોક્સ ધમધમી રહ્યું હતું. જેને રાજકોટ પોલીસે પકડી પાડયો છે. જ્યારે દરોડા પાડયા બાદ કપલ બોક્સની અંદર આનંદ માણી રહેલા કપલના વિડિયો ઉતારવામાં આવ્યા તો એક પછી એક કપલ ત્યાંથી ઉભી પૂંછડીએ ભાગ્યા હતા…

રાજકોટ ક્રાઈમ બ્રાન્ચ જુદા જુદા કપલ બોક્સને ઝડપી પાડીને તેઓને મીડિયા સામે પ્રસારિત કર્યા છે. તો બીજી બાજુ સુરત અને વડોદરામાં પણ દરોડા પાડવામાં આવ્યા હતા. સુરતના વેસુ વિસ્તારમાં આવેલી એક હોટેલમાં દરોડા પડતા ત્યાં પણ કૂટણ ખાનું મળી આવ્યું હતું.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *