Breaking News

ઇક્કો લઈને ભાઈના લગ્નમાં જતા બસ સાથે થઈ મોટી અથડામણ, ઘટના સ્થળે જ 5 લોકોના જીવ ગયા, કાળજું કંપાવતો અકસ્માત..!

હાલ લીમડી અમદાવાદ હાઈવે ઉપર કાળજુ કંપાવી દે તેવો ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. જેમાં કુલ પાંચ લોકોના મૃત્યુ થયા છે. આ અકસ્માતનાં બનાવ સામે આવતાની સાથે સૌ કોઈ લોકો હચમચી ઉઠયા છે. આ તમામ લોકોની ચીખ હજી પણ કાનોમાં સંભળાઈ રહી છે. હકીકતમાં લીંબડીના કટારિયા ગામ પાસે ઇકો કાર અને એક ખાનગી બસ વચ્ચે અકસ્માત સર્જાયો હતો..

ઇકો કારમાં સવાર તમામ લોકો રાજકોટના હતા. અને તેઓ રાજસ્થાનમાં લગ્ન પ્રસંગમાં જતા હતા. લગ્ન પ્રસંગમાં પહોંચે એ પહેલા જ તેમનો જીવ જતો રહ્યો છે. લગ્ન પ્રસંગ રાજસ્થાનમાં હોવાથી પરિવારના તમામ સભ્યો મોટી ગાડી લઈને રાજસ્થાન જવા માટે નીકળ્યા હતા. રસ્તામાં ચોટીલા આવતાની સાથે ચા-પાણી પીવા માટે ગાડી ઊભી રાખી હતી. એ વખતે પરિવારજનોએ કહ્યું હતું કે તું મારી ગાડીમાં બેસી જા..

પરંતુ સાગરને તેના મિત્રોની ગાડીમાં બેસવાની ઈચ્છા હતી. જો સાગર તેના પરિવારજનોની ગાડીમાં બેઠો હોત તો. આજે તે બચી જાત. પરંતુ મિત્રોની ગાડીને અકસ્માત નડતાની સાથે જ વરાજાના ભાઈની સાથે સાથે પાંચ લોકોના મૃત્યુ થયા છે. આ બનાવ બનતાની સાથે જ લગ્નની ખુશી મોતના માતમમાં ફેરવાઈ ગઈ છે.

એક બાજુ વરરાજો ઘોડે ચડવાની તૈયારી કરતો હતો. ત્યારે બીજી બાજુ સગા ભાઈનું અકસ્માતમાં મૃત્યુ થતાં પરિવાર ઉપર આફટોનું આભ ફાટી જવાની પરિસ્થિતિ બની ગઈ છે. પરંતુ આ બાબતની જાણ હજુ પરિવારના સભ્યોને કરવામાં આવી નથી. પરિવારના દીકરાના લગ્ન થઈ જાય ત્યારબાદ આ બનાવની જાણ કરી તેઓને આપવામાં આવશે..

એ પ્રકારનો ચક્રવ્યુ બનાવ્યો છે. સાગરના મૃતદેહને લીમડીની સરકારી હોસ્પિટલમાં સાચવવામાં આવ્યો છે. આ ઘટનામાં કુલ પાંચ લોકોના મૃત્યુ થયા છે. તો બે લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. આ તમામ મૃતકોની ઉંમર અંદાજે ૨૪ વર્ષથી લઈ 27 વર્ષની વચ્ચે છે. તમામ રાજકોટના રહેવાસી છે.

જેમાં સાગરભાઇ, અનિલભાઈ, સંદીપભાઈ, ઈમરાન ભાઈ નું મૃત્યુ થયું છે. આ અકસ્માત એટલો ગંભીર હતો કે ઇક્કો ગાડીના કુછે કુચા બોલી ગયા હતા. તેમજ તેની અંદર સવાર તમામ લોકોની ચીખ નીકળી આવી હતી.. જે હાઇવે પરના તમામ લોકોએ સાંભળતાની સાથે સૌ કોઈએ પોતાના વાહનો થંભાવી દીધા હતા..

અને આ અકસ્માતમાં મૃત્યુ પામનાર તમામ લોકોને ઇક્કો કારની બહાર કાઢવામાં આવ્યા હતા. ખૂબ જ ગોઝારા અકસ્માતમાં બે લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. એટલા માટે 108 ની મદદ લઈને તેઓને લીંબડી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. જેમાં સારવાર દરમિયાન વધુ એક વ્યક્તિનું સાંજના સમયે મૃત્યુ થયું છે.

જ્યારે પરિવારજનોને ખબર પડશે કે, તેમના લાડકવાયો દીકરો અકસ્માતમાં મૃત્યુ પામ્યા છે. ત્યારે સૌ કોઈના પરિવારમાં શોકનો માહોલ છવાઈ જશે પરિવારના આશાસ્પદ યુવાનનું મૃત્યું થતાની સાથે સૌ કોઈ લોકોની આંખોમાંથી આંસુ સરી પડ્યા છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *