દિવસેને દિવસે અકસ્માતોની સંખ્યા વધતી જ જાય છે રોજ રોજ બનતા અકસ્માતો કેસના આંકડા ચોંકાવનારા સાબિત થતા હોય છે. ગઈકાલે રાત્રે ઉત્તર પ્રદેશના રામપુરમાં એક ભયંકર માર્ગ અકસ્માત સર્જાયો છે. જેમાં એક બેકાબૂ કાર ભારે વજનના ટ્રક સાથે અથડાતા ખૂબ મોટો અકસ્માત સર્જાયો હતો..
તપાસ પરથી જાણવા મળ્યું છે કે કારમાં ટોટલ છ વ્યક્તિઓ સવાર હતા. તેઓ ઉત્તરાખંડના બોર્ડર પર આવેલા એક ગામે લગ્ન પ્રસંગમાં હાજરી આપીને પોતાના ઘરે મુરાદાબાદ આવતા હતા. એ સમયે તેઓ થંડા જિલ્લાના શિકારપુર વિસ્તારમાં પહોંચ્યા હતા. ત્યાં રસ્તામાં આવેલા સ્પીડ બ્રેકર પરથી પસાર થયા બાદ કાર કાબુ માં થી બહાર નીકળી ગઇ હતી…
તેમજ કારની ઝડપ ખૂબ વધારે હોવાના કારણે તે બેકાબુ થઇ ને તેની આગળ જઈ રહેલી ટ્રક સાથે અથડાઈ હતી. કાર આટલી બધી સ્પીડમાં હતી કે કા ટ્રક સાથે અથડાતા જ ધડાકાભેર અવાજ આવ્યો હતો. જે સાંભળીને આસપાસની હોટેલ અને ઢાબા વાળા લોકો પણ ત્યાં એકઠા થઇ ગયા હતા.
આ અકસ્માતમાં ડ્રાઈવર સહિત કુલ 5 લોકો ભોગ બન્યા છે. જેમાંથી પાંચ લોકોના તો ઘટનાસ્થળે જ મોત નિપજયા છે. આ અકસ્માતમાં ડ્રાઈવર ને ગંભીર ઇજા થઇ હતી. જેથી તેને સારવાર માટે જિલ્લાની હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો છે. તેમજ અન્ય પાંચ લોકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યા છે..
અકસ્માતમાં મૃત્યુ પામેલા લોકો મુરાદાબાદ ના જયંતિપુરા વિસ્તારના રહેવાસી છે. અકસ્માતમાં મૃત્યુ પામેલા તમામ લોકો એક વાહનમાં સવાર હતા. જે બેકાબુ થઇ ને ટ્રક સાથે અથડાઈ હતી. રોજ રોજ અકસ્માતના બનાવો વધતા તંત્ર માટે એક મોટી ચુનોતી સાબિત થઈ છે. આ બાબતે માર્ગ અને વ્યવહાર મંત્રીએ જણાવ્યું છે કે, અમે દરેક જિલ્લાઓના આરટીઓમાં લાયસન્સ માટેની પ્રક્રિયા ખૂબ જ અઘરી કરી રહ્યા છીએ…
જેથી કરીને કોઈ કાચો ડ્રાઇવર હાઇવે ઉપર અકસ્માતનું કારણ ન બને. પરંતુ નાની અમથી ચૂક થઈ જવાના કારણે પણ હાઇવે ઉપર ખૂબ મોટા અકસ્માતો બનતા આપણે જોયા છે. જેમાં કેટલાય લોકોએ આજ સુધી જીવ ગુમાવી બેઠા છે. રામપુરાના આ અકસ્માતમાં સમગ્ર પરિવાર મોતના મુખમાં ધકેલાયો છે.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]