‘હું વાડીએ જાઉં છું’ એમ માતાને કહીને નીકળેલો દીકરો સમયસર પાછો ઘરે ન આવતા થયું એવું કે, જોઇને પરિવારના ટાંટિયા ધ્રુજી ગયા..!!

હાલના સમયમાં દેખાદેખી ખૂબ જ વધી ગઈ છે અને લોકો નાની નાની વાતમાં કંટાળીને પરિવારજનોથી દૂર જઈ રહ્યા છે. પોતાની કોઈ મુશ્કેલીને લઈને માનસિક ત્રાસ તેઓ પરિવારને જણાવ્યા વગર ભાગી રહ્યા છે, આવી ઘટનાઓ બનતી હોવાને કારણે આજની યુવાન પેઢી પણ ખરાબ રસ્તે દોરાઈ રહી છે. આવી જ એક ઘટના હાલમાં સામે આવી હતી.

આ ઘટના પ્રતાપગઢના દેવદમાં બની હતી. દેવદમાં એક પરિવાર રહેતું હતું. પરિવારમાં માતા-પિતા અને તેમના દીકરાઓ રહેતા હતા. તેમાંથી એક દીકરો ધંધો કરે તેટલી ઉમરનો થઈ જવાને કારણે તે ધંધો કરીને પોતાના પરિવારને આર્થિક મદદ કરી રહ્યો હતો. દીકરાનું નામ વિશાલ હતું અને તેમના પિતાનું નામ પપ્પુ સિંહ હતું.

તેઓ દેવતના રહેવાસી હતા. વિશાલની ઉંમર 22 વર્ષની હતી. વિશાલ વ્યવસાયે માર્બલ સ્ટોન પર મજૂરી કામ કરતો હતો. તે સ્વભાવે ખૂબ જ સરળ અને સાધારણ હતો. તેને ક્યારેય કોઈની સાથે ઝઘડો થયો ન હતો. વિશાલને બીજા બે ભાઈ હતા. ત્રણેય ભાઈઓ ખૂબ જ હળીમળીને રહેતા હતા અને પરિવાર સાધારણ ગરીબીમાં જીવી રહ્યો હતો.

આખો પરિવાર પોતાની જમીન વાવીને તેમનું ગુજરાન ચલાવતા હતા. પરિવારના લોકો ખેતી કરીને થોડી ઘણી કમાણી મેળવતા હતા. વિશાલ તેમના બંને ભાઈઓ સાથે ખૂબ જ હળવી મળીને રહેતો હતો અને તે પોતાના કામ ધંધે પણ પ્રામાણિક રીતે કામ કરતો હતો. તેને કોઈ બીજા લોકો સાથે દુશ્મનાવટ કે ઝઘડો થયો ન હતો.

વિશાલ એક દિવસ તેમના ઘરે ગયો હતો અને તે મજૂરી કામ પર જવાને બદલે તેમના એક કિલોમીટર દૂર આવેલા ખેતરમાં જવા નીકળતો હતો. વિશાલે તેમની માતાને કહ્યું,” તે વાડીમાં જઈ રહ્યો છે” તેમ જણાવીને નીકળી ગયો હતો. ત્યારબાદ ઘણો સમય થઈ જતા તે ખેતરમાંથી પરત આવ્યો ન હતો.

જેના કારણે વિશાલની માતાએ અને પરિવારના સભ્યોએ ખેતરમાં વિશાલને શોધવા માટે નીકળ્યા હતા. તે સમયે ગામના લોકો તેમને સામા મળ્યા હતા અને તેમણે એવી વાત જણાવી હતી કે પરિવાર રસ્તામાં જ ભાંગી પડ્યો હતો. તરત જ પરિવારના લોકો દોડતા દોડતા ખેતરે પહોંચ્યા ત્યારે તેમણે જોયું તો કુવાની ઉપર આવેલા ખાખરાના ઝાડ પર લટકતી હાલતમાં વિશાલ જોવા મળ્યો હતો.

આ જોઈને વિશાલના પરિવારજનો આઘાતમાં આવી ગયા હતા ગામના લોકોએ મળીને વિશાલના અમૃતદેહને નીચે ઉતાર્યો હતો અને પોલીસ ને આ ઘટનાની જાણ કરવામાં આવી હતી .પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને સમગ્ર તપાસ કરી રહી હતી. આજકાલ લોકો નાની નાની વાતમાં કંટાળીને પોતાના પરિવારજનોને મુશ્કેલી જણાવ્યા વગર આવા પગલા ભરી રહ્યા છે અને તેમના જીવ ગુમાવી રહ્યા છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

Leave a Comment