Breaking News

‘હું તારી સાથે જ પરણીશ’ કહીને રૂપાળી યુવતીએ 52 વર્ષના ડોસાને પીગળાવી દીધો, થોડા જ દિવસોમાં થયું એવું કે ડોસાને પોક મૂકીને રડવાનો વારો આવ્યો..!

જ્યારે આપણને કોઈ અણધારી વાત કહીને ચાલ્યું જતું હોય છે, ત્યારે આપણું મગજ કામ કરતું બંધ થઈ જાય છે અને આપણે સતત એ બાબતો પર વિચારતા રહીએ છીએ એવી જ રીતે અત્યારે એક 52 વર્ષના ડોસાને એક રૂપાળી યુવતીએ કહ્યું હતું કે, હું તારી સાથે જ પરણીશ અને તને દરેક સુખ આપીશ..

આ ઉપરાંત હું તારી સાથે એવી રીતે જીવન વિતાવીશ કે સૌ કોઈ લોકો કહી બેસે કે, વાહ જિંદગી તો આપણી જેવી જ જીવી જોઈએ વગેરે જેવા શબ્દો 52 વર્ષના ડોસાને સતત મગજમાં ફરતા રહ્યા હતા કારણ કે, તે થોડા દિવસની અંદર અંદર સોશિયલ મીડિયાના માધ્યમથી એક એવી રૂપાળી યુવતીના સંપર્કમાં આવ્યો હતો..

અને તેની સાથે તેણે વાતચીત કરવાનું પણ શરૂ કરી દીધું હતું, તે સમાજમાં બનતી કોઈપણ બાબતોથી બિલકુલ અજાણ હોવાને કારણે તે સહેજ પણ સાવચેત થયો નહીં અને અત્યારે મૂકીને રડવાનો વારો આવી ગયો છે, આ ઘટનાને દરેક લોકો સુધી પહોંચાડવી જોઈએ કારણ કે આવનારા દિવસોની અંદર અન્ય કોઈ વ્યક્તિ પણ આ ઘટનાનો શિકાર બની શકે છે..

એટલા માટે દરેક લોકો સુધી જાગૃતતા ફેલાવી ખૂબ જ જરૂરી છે, આ બનાવો 52 વર્ષના જગદીશભાઈ નામના વ્યક્તિ સાથે બની છે. જગદીશભાઈ એક કારખાનાની અંદર છૂટક નોકરી કામ કરતા હતા, જ્યારે તેમના બંને દીકરાઓના લગ્ન થઈ ચૂક્યા છે. તેમના બંને દીકરા જુદી જુદી જગ્યાએ નોકરી કામકાજ કરવા માટે જતા હતા..

52 વર્ષના જગદીશભાઈ ઘણી બધી વાર નવરાશના સમયની અંદર સોશિયલ મીડિયાનો ઉપયોગ કરવા લાગ્યા હતા, એ વખતે તેણે એક રૂપાળી યુવતી નું રૂપ જોઈને તેને રીક્વેસ્ટ મોકલી હતી અને ત્યારબાદ તેની સાથે વાતચીત કરવાની પણ કોશિશ કરી હતી, સામેથી યુવતીનો પણ મેસેજ આવી જતા 52 વર્ષના જગદીશભાઈ લોથપોત થઈ ગયા હતા..

અને આ યુવતીને પોતાની પ્રેમજાળમાં કેવી રીતે મનાવવી તેવું વિચારવા લાગ્યા હતા, ધીમે ધીમે તેને વાત શરૂ કરી તો સામેની બાજુ યુવતીએ પણ 52 વર્ષના ડોસાને પોતાની વાતમાં એવો પીગળાવી દીધો હતો કે, આ ડોસો તેની ઉપર મન મૂકીને પૈસા વરસાવા માટે પણ તૈયાર થઈ ચૂક્યો હતો..

જગદીશભાઈ મધ્યમ વર્ગીય પરિવાર વાળા વ્યક્તિ હોવા છતાં પણ તે તેની સ્વરૂપવાન અને રૂપાળી દેખાડી આ 24 વર્ષની યુવતીની સાથે તે પ્રેમ સંબંધમાં જોડાઈ ગયા હતા અને તેની પાછળ તેઓ અઢળક રૂપિયાનો ખર્ચો કરવા લાગ્યા હતા, એ યુવતી નો જન્મદિવસ નજીક આવતો હતો એ વખતે જગદીશભાઈએ પોતાની પત્નીનું ઘરેણું વેચીને આ યુવતી માટે સોનાનું ઘરેણું કરાવી આપ્યું હતું..

અને તેને ગિફ્ટ માં આપ્યું હતું, તો બીજી બાજુ યુવતી જગદીશભાઈ ને શહેરની જુદી-જુદી હોટલોની અંદર મળવા માટે બોલાવતી અને ત્યાં તેની સાથે સમય વિતાવીને તેને પીગળાવી દેતી હતી, જગદીશભાઈ આ બધી બાબતોથી બિલકુલ અજાણ્યા હતા કે, આ યુવતી તેનો ફાયદો ઉઠાવી રહી છે..

અને ધીમે ધીમે તેને લૂંટી લેશે અને ત્યારબાદ જતી રહેશે તે યુવતી જગદીશભાઈ ને હંમેશા ખાતરી આપતી કે, તે આખી જિંદગી તેની સાથે જ રહેવાની છે અને તેની સાથે જ લગ્ન કરીને જીવન ગુજારશે, આ વાતો સાંભળીને જગદીશભાઈ ખૂબ જ આનંદમાં આવી જતા અને તેઓ તેમના દીકરાની વહુના ઘરેણાને પણ વેચી નાખ્યા હતા..

અને જે રૂપિયા આવ્યા તે રૂપિયાનો ફ્લેટ ખરીદીને યુવતીને એ ફ્લેટની અંદર રહેવા માટે જણાવ્યું હતું, જ્યાં જગદીશભાઈ પોતાના ઘરેથી જુઠ્ઠું બોલીને આ યુવતીને મળવા માટે પણ પહોંચી જતા હતા. જગદીશભાઈ અને 24 વર્ષની આ યુવતીના પ્રેમ પ્રકરણનો કિસ્સો અંદાજે બે વર્ષથી ચાલતો હતો અને બે વર્ષથી આ યુવતી જગદીશભાઈને જુદી-જુદી રીતે લુટવાની કોશિશ કરતી હતી..

બે વર્ષના સમયની અંદરથી 30 લાખના ફ્લેટથી માંડીને સાત લાખ રૂપિયાનું સોનું સહિતની ઘણી બધી ચીજ વસ્તુઓ સુનીતા નામની 24 વર્ષની આ યુવતીએ જગદીશભાઈ પાસેથી પડાવી લીધી હતી અને ત્યારબાદ જ્યારે સુનિતાનું મન ભરાઈ ગયું ત્યારે તેણે અચાનક જ શહેર મૂકીને બીજી જગ્યાએ રહેવા જવાનું નક્કી કરી નાખ્યું હોય તેવી રીતે તે ભાગી ચૂકી હતી..

જ્યારે જગદીશભાઈ તેના ફ્લેટ પર પહોંચે ત્યારે ખબર પડી કે, આ ફ્લેટ સુનિતાએ બારોબાર અન્ય કોઈ વ્યક્તિને વેચી નાખ્યો છે અને તેના રૂપિયા મેળવીને તે શહેર મૂકીને ભાગી ગઈ છે, આ ઉપરાંત જગદીશભાઈએ સુનિતા માટે કુલ સાત લાખ રૂપિયાના સોનાના ઘરેણા પણ કરાવ્યા હતા અને ઘરેણાંની સાથે રોકડ રૂપિયા પણ આપ્યા હતા..

આ તમામ રકમ લઈને સુનીતા ભાગી ચુકી હતી અને તેઓએ જગદીશભાઈને ખૂબ જ મોટી છેતરપિંડીનો ભોગ બનાવી દીધા હતા, જ્યારે પોતાની પાસે કશું બચ્યું નહીં ત્યારે જગદીશભાઈને અહેસાસ થયો કે તે આ રૂપાળી યુવતીના રૂપની પાછળ તેઓ મોહમાયામાં સંકળાયેલા અને આ યુવતીએ તેમને ચૂનો ચોપડી દીધો છે..

શરૂઆતમાં તો તેઓ મનોમન ખૂબ જ મૂંઝવાઇ ગયા હતા કારણ કે, અઢળક રૂપિયાની છેતરપિંડી તેમની સાથે થઈ ચૂકી હતી, તેઓએ પરિવારના સભ્યોને આ બાબત વિશે ક્યારે પણ નહીં જણાવે તેવું નક્કી કર્યું હતું. પરંતુ તેઓ ખૂબ જ મોટી મૂંઝવણમાં મુકાઈ ગયા બાદ તેઓએ તેમના દીકરા અને તેમની પત્નીને પણ આ વાત વિશે જણાવ્યું કે, તેમનાથી ખૂબ જ મોટી ભૂલ થઈ ગઈ છે..

અને આ યુવતી લાખો રૂપિયાની છેતરપિંડી કરીને જતી રહી છે, તેઓએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ નોંધાવી હતી પોલીસે ફરિયાદ નોંધી ને કામગીરી પણ શરૂ કરી પરંતુ ક્યાંથી આ યુવતીનો અતોપતો મળી આવ્યો નહીં કારણ કે, આ યુવતીએ પોતાનું નામ સુનીતા જણાવ્યું હતું..

જ્યારે આ યુવતીનું ઓરીજનલ નામ અમુક વ્યક્તિના કહેવા પ્રમાણે રીંકલ છે, જ્યારે અમુક લોકોને કહેવું છે કે આ યુવતીનું નામ કરુણા હોવાનું સામે આવ્યું છે. જુદી-જુદી જગ્યાએથી જુદા-જુદા નામની ઓળખાણ મળતા જ લોકો સમજી ચૂક્યા હતા કે, આ યુવતી અન્ય ઘણા બધા લોકોને ફસાવી ચૂકી છે..

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *