Breaking News

‘હું શેરબજારમાં હારી ગયો છું’ એવું ચિઠ્ઠીમાં લખીને 21 વર્ષનો જુવાનજોધ યુવક ઘર મૂકીને ભાગી ગયો, માં-બાપની હાલત જોઈને આંસુ આવી જશે..!

અત્યારે એવો સમય આવી ગયો છે કે, જેમાં કોઈ અન્ય વ્યક્તિ શું કરી રહ્યો છે અને કેવી રીતે પૈસા કમાઈ રહ્યો છે, તેના ઉપર સંપૂર્ણપણે ધ્યાન રાખવામાં આવે છે અને ત્યારબાદ કોઈપણ પ્રકારનું નોલેજ કે અનુભવ લીધા વગર જ વ્યક્તિઓ જે તે ધંધાની અંદર ઝંપલાવી દેતા હોય છે..

ત્યારબાદ તેમને નુકસાનીઓ પણ સહન કરવી પડે છે, ઓનલાઇન રીતે પૈસા કમાવાની રેસમાં મોટાભાગના લોકો લલચાઈ જતા હોય છે, અત્યારેના  વ્યક્તિઓમાં ઓનલાઈન રૂપિયો કમાવા માટે અવનવા કીમી આવો અને મોબાઇલ એપ્લિકેશનનો પણ આવી ચૂકી છે, પરંતુ આ તમામ બાબતોથી સાવચેત થઈને મહેનતની રોજી રોટી કમાવી જોઈએ..

અત્યારે 21 વર્ષનો એક જુવાનજોધ યુવક એવી પરિસ્થિતિની અંદર મુકાઈ ગયો હતો કે, અંતે તેને ઘર મૂકીને ભાગી જવાનો વારો આવી ગયો હતો, જે મા-બાપે તેમના દીકરાનો ઉછેર કર્યો હોય એ જ દીકરો જો ઘર મૂકીને જતો રહે તો માતા-પિતા દુઃખની આંખડીને સહન કરી શકતા નથી..

હકીકતમાં આ ઘટના આટલી બધી ચોંકાવનારી સાબિત થઈ છે કે, જેને અન્ય વ્યક્તિઓ સુધી પહોંચાડવી ખૂબ જ જરૂરી છે. આશુતોષ  કોલોની માંથી સવારના સમયે 21 વર્ષનો દીપ નામનો યુવકો ઘર મૂકીને ભાગી ગયો હતો, તેના પિતા રાજેશભાઈ તેમજ તેની માતા શિલ્પાબેનની સાથે રહેતો હતો..

21 વર્ષનો આ દીકરો કોલેજના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતો હતો, એ વખતે તેને કેટલાક મિત્રોએ શેરબજારની અંદર રૂપિયા કમાવવાની લાલચ આપી હતી. દીપે શેર બજારમાં ઓછા રૂપિયા લગાવીને વધારે વળતર મેળવવાની લાલચમાં આવી જઈને પોતાની પાસે રહેલા તમામ રૂપિયાઓ શેરબજારની અંદર લગાવી દીધા હતા..

આટલું જ નહીં જ્યારે તેને વધારે નુકસાની જવા લાગી ત્યારબાદથી તેણે પોતાના ઘરેથી પણ રૂપિયા ચોરી કરવાનું શરૂ કરી દીધું હતું અને આ તમામ રૂપિયા એ શેરબજારની અંદર લગાવતો રહ્યો હતો, એક સમય એવો આવ્યો કે જ્યારે તેની પાસે રહેલી તમામ મૂડી પણ ખલાસ થઈ ગઈ અને ઘરેથી ચોરી કરેલા રૂપિયા પણ પુરા થઈ ગયા બાદ તે હતાશ થઈ ચૂક્યો હતો..

અને શું કરવું તેની તેને કોઈપણ પ્રકારની ખબર રહી નહીં, ત્યારબાદ તે ઘર મૂકીને જતો રહ્યો હતો. જો કોઈ પણ ચીજ વસ્તુઓનું નોલેજ ન હોય તો તેના ઉપર કામ કરવું ખૂબ જ મોટું સાહસ કહેવાય છે. 21 વર્ષની ઉંમરમાં દીપ પાસે શેર બજારનું કોઈપણ પ્રકારનું નોલેજ ન હોવાને કારણે પણ તેણે અન્ય કોઈ વ્યક્તિ કહેલું માનીને એવડી મોટી મૂર્ખામી કરી નાખી હતી કે, સમગ્ર ઘરને બરબાદ કરી નાખ્યું હતું..

દીપે એક પછી એક ઘરેથી કુલ પાંચ લાખ રૂપિયાની ચોરી કરીને શેરબજારની અંદર પૈસા લગાવી દીધા હતા અને આ તમામ રૂપિયા ડૂબી જવાને કારણે હવે તેને સતત ચિંતા સતાવા લાગી હતી, અને એક દિવસ સવારના સમયે તે પોતાનું ઘર મૂકીને જતો રહ્યો હતો. ઘરે તેણે ભગવાનના મંદિરની પાસે એક ચિઠ્ઠી લખી હતી..

આ ચિઠ્ઠીની અંદર તેણે પોતાની સાથે થયેલી તમામ ઘટનાઓ જણાવી હતી કે, તેને ઘરેથી કુલ પાંચ લાખ રૂપિયાની ચોરી કરી છે. અને આ તમામ રૂપિયાથી શેરબજારમાં હારી ગયો છે, હું શેર બજારની અંદર રૂપિયા લગાવવા લાગ્યો હતો, અને તેની અંદર અઢળક રૂપિયા હારી ગયો છું. એવું લખીને 21 વર્ષનો દીપ તેનું ઘર મૂકીને ભાગી ગયો હતો..

આ દીકરો ઘર મૂકીને ક્યાં ગયો છે, તેવી હાલતમાં હશે અને તે ક્યારે ઘરે પડશે તેની કોઈ પણ પ્રકારની માહિતી તેના માતા પિતા પાસે ન હોવાને કારણે તેઓ ચિંતામાં મુકાઈ ગયા હતા. દીપના પિતા રાજેશભાઈ તેમજ તેની માતા શિલ્પાબેન એટલા ઊંડા આઘાતમાં ચાલ્યા ગયા કે તેને સાર સંભાળ રાખવા માટે પરિવારના અન્ય સભ્યો પણ તેમના ઘરે આવી પહોંચીયા હતા..

પોલીસે સીસીટીવી કેમેરાની મદદથી જ્યારે તપાસ શરૂ કરી ત્યારે ખબર પડી કે, દીપ સોસાયટીમાંથી નીકળીને રેલ્વે સ્ટેશન સુધી ચાલ્યો ગયો હતો અને ત્યારથી તેણે ટ્રેન પકડી લીધી હતી, ત્યારબાદથી તેનું કોઈ પણ પતો મળી આવ્યો નથી, સ્ટેશન ઉપર બનાવેલા નેટવર્કનો સહારો લઈને પોલીસે ત્રણ દિવસની મહેનત મથામણ બાદ દીપ ને અંદાજે 750 કિલોમીટર દૂર આવેલા એક શહેરમાંથી પકડી પાડ્યો હતો..

અને તેને સહી સલામત પોતાના ઘરે પરત લાવવામાં આવ્યો હતો, આ કિસ્સો એટલો બધો ચોકાવનારો સાબિત થયો છે કે જેને દરેક લોકો સુધી પહોંચાડવો ખૂબ જ જરૂરી છે. જોવાન ઉંમરના યુવક યુવતીઓ પહોંચશો કે ના રૂપિયા મેળવવા માટે શું શું કરી બેસે તેનું નક્કી હોતું નથી દરેક મા બાપે તેમના દીકરા દીકરીનો ખૂબ જ ધ્યાન રાખવું પડશે..

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *