Breaking News

‘હું બધા ને પુરા કરી દઈશ’ કહીને પ્રેમી સાથે ઘર બાંધવા મહિલાએ તેના 6 વર્ષના ફૂલ જેવા દીકરાનું ગળું દબાવીને કરી હત્યા, ચારે કોર માતમ ફેલાયો..!

હાલના સમયમાં લોકો પોતાના પ્રેમસંબંધને કારણે બીજા લોકો સાથે ઝઘડો અને મારામારી કરી રહ્યા હોય છે. પોતાના પ્રેમ સંબંધને લઇને પોતાના જ પરિવારના સભ્યો સાથે ખરાબ વર્તન કરીને તેની સાથે મારામારી કરી રહ્યા હોય છે. ક્યારેક તો પરિવારના બધા સભ્યોની .હ.ત્યા પણ કરી નાખે છે. આવી જ એક ઘટના વડોદરા જિલ્લામાં બની હતી.

વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના પસવા ગામમાં રહેતા પરિવારની મહિલાએ આવી ઘટના કરી હતી. પસવા ગામમાં એક પરિવારમાં પતિ-પત્ની અને તેમનો દીકરો રહેતા હતા. પતિનું નામ મુકેશભાઈ ગોવિંદભાઈ પરમાર હતું. તેમની પત્નીનું નામ સુમિત્રાબેન બારીયા હતું. તેમના દીકરાનું નામ પ્રિન્સ હતું. પ્રિન્સની ઉમર 6 વર્ષની હતી.

બંને પતિ-પત્નીનેના બે સંતાનો હતા. સુમિત્રાબહેન બે સંતાનોની માતા હતી. સુમિત્રાબેન અને મુકેશભાઈના લગ્ન 8 વર્ષ પહેલાં થયા હતા. સુમિત્રાબહેનને બે સંતાનો હતાં છતાં પણ તેના પિયરમાં તેને એક યુવક સાથે પ્રેમસંબંધ હતો. સુમિત્રાબહેનના લગ્ન પહેલાં કિશન મનહરભાઈ રાવળ નામના યુવક સાથે તે પ્રેમસંબંધમાં હતા.

પરંતુ સુમિત્રાબહેનના પિતાએ તેના લગ્ન મુકેશભાઈ સાથે કરાવ્યા હતા. સુમિત્રાબહેન કિશન સાથે સંબંધ તોડીને મુકેશભાઈ સાથે લગ્ન કરીને સાસરે આવી ગઈ હતી. પરંતુ છેલ્લા એક વર્ષથી સુમિત્રા બહેનને પાછો કિશન સાથે પ્રેમસંબંધ ચાલુ થયો હતો. તેને કારણે સુમિત્રા બહેન પોતાના બંને સંતાનોનું ધ્યાન રાખતી ન હતી. સુમિત્રા પિયરમાં તેના પ્રેમીને મળવા માટે વારંવાર જતી હતી.

તેને કારણે સુમિત્રા બહેનના પતિ મુકેશભાઈને આ પ્રેમ સંબંધની જાણ થઈ હતી. મુકેશભાઈને સુમિત્રાબહેનના પ્રેમ સંબંધની ખબર પડતા મુકેશભાઈએ સુમિત્રાબહેનને સમજાવવાની ઘણી કોશિશો કરી હતી. સુમિત્રાબહેનને આ બધું મૂકી દેવા માટે કહ્યું હતું. તેને કારણે બંનેને ઘરમાં અવારનવાર ઝઘડાઓ થતા હતા. મુકેશભાઈએ સુમિત્રાબહેનના માતા પિતાને પણ બોલાવીને આ વાત જણાવી હતી.

સુમિત્રબહેનના માતા પિતાએ પણ સુમિત્રાબેનને પ્રેમ સંબંધ મૂકી દેવા માટે કહ્યું હતું. અને સમજાવીને તેનો ઘરસંસાર સારો ચલાવવા માટે કહ્યું હતું. એક દિવસ મુકેશભાઈ નોકરી કરવા માટે સવારે જતા હતા. ત્યારે તેણે સુમિત્રબહેનને આ અનૈતિક સંબંધ છોડી દેવા માટે કહ્યું હતું. ત્યારે સુમિત્રા બહેને મુકેશભાઈને ધમકી આપીને કહ્યું હતું.

‘તારાથી થાય તે કરી લેજે, હું બધાને પૂરા કરી દઈશ, મારે કિશન સાથે ઘર બાંધવું છે, તું અહીંથી જતો રે’ એમ કહ્યું હતું. ત્યારબાદ મુકેશભાઈ પોતાની નોકરીએ જતા રહ્યા હતા. બપોરે સુમિત્રા બહેને પોતાના 6 વર્ષના દીકરાને ગળું દબાવીને મોતને ઘાટ ઉતારી દીધો હતો. સુમિત્રા બહેનને પોતાના પ્રેમીને મળવા જતા ત્યારે આ 6 વર્ષના દીકરાને સાથે લઈ જવો પડતો હતો.

તેને કારણે બંનેને આ છ વર્ષનો માસુમ પ્રિન્સ આંખના કણાની જેમ ખૂંચતો હતો. તેને કારણે સુમિત્રા બહેને ફૂલ જેવા દીકરાનું ગળુ દબાવીને મારી નાખ્યો હતો. મારી નાખવાની .હ.ત્યાને બીજી રીતે માર્યો તે દર્શાવવા માટે સુમિત્રા બહેન પોતાના છ વર્ષના મરેલા દીકરાને લઈને પાછળના ખેતરમાં ગઈ હતી. અને થાંભલામાં માથું ફસાવી દીધું હતું. પ્રિન્સનું માથું થાંભલામાં ફસાઈ ગયું છે.

તેમ મોટે મોટેથી બોલવા લાગી હતી. તેને કારણે ખેતરના આસપાસના લોકો ભેગા થઇ ગયા હતા. પરંતુ ગામમાં તમામ લોકોને સુમિત્રા બહેનના પ્રેમ સંબંધની ખબર હતી. તે માટે ગામના લોકોએ મુકેશભાઈને ફોન કરીને આ ઘટના જણાવી હતી. ત્યારબાદ મુકેશભાઈએ ઘરે આવીને જોયું તો તેના દીકરાની હાલતમાં જોઇને તરત જ પોલીસને ફોન કરીને સુમિત્રાબહેનની ફરિયાદ કરી હતી. પોલીસે સુમિત્રાબહેન અને તેના પ્રેમીને પકડી પાડયા હતા અને બંનેની પૂછપરછ કરી રહ્યા હતા.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

અડધી રાત્રે દીકરાએ પિતાને જગાડ્યા અને પલંગ ઉપર 3 બાળકોની લાશ જોતા જ હોશ ગુમાવ્યો, પોલીસને પણ કારણ જાણવામાં ફીણ આવી ગયા..!

આજકાલ નાના બાળકો સાથે ખુબ જ ઓચિંતી ઘટનાઓ ઘટવા લાગી છે. ક્યારેક બાળકોને પડી જવાની …

Leave a Reply

Your email address will not be published.