Breaking News

‘હું કોઈના બાપથી ડરતો નથી’ કહીને, શિક્ષકે 50 વિદ્યાર્થીને સોટી લઈને જુડી નાખ્યા, પછી જે થયું… વાંચો..!

આજકાલ બાળકોનો ના માથે ભણવાનો ખુબ મોટો બોજ રહેલા હોય છે. તેઓને મળતા દરેક વ્યક્તિ એક જ વાક્ય કહેતા હોય છે કે, તમે ભણવામાં ધ્યાન આપજો.. તેમજ ટ્યુશનમાં પણ તેઓને સતત ભણવાની બાબતોનો જ બોજ આપવામાં આવે છે. આ બધી બાબતોનું પ્રેશર સહન કરવું ખુબ અઘરું છે…

તેવામાં મોડાસાની એક ખાનગી સ્કૂલમાં થી જે સમાચાર આવ્યા છે તે સાંભળીને તમે પણ હચમચી જશો. થોડા વર્ષો પહેલા સુરતની એક શાળામાં શિક્ષકે વિધાર્થીને ઢોરમાર માર્યો હતો. જેના પગલે શિક્ષક ઉપર કાયદેસરના પગલાં ભરવામાં આવ્યા હતા. ત્યાર બાદ ગુજરાતમાં શિક્ષક વિદ્યાર્થીઓ પ્રત્યે ખૂબ જ નરમ વલણ ધરાવતા હતા…

પરંતુ ફરી એકવાર મોડાસાની એક ખાનગી સ્કૂલમાં શિક્ષક એ 50 જેટલા વિદ્યાર્થીઓને ઢોર માર માર્યો હતો. જેના પગલે સમગ્ર વાલીમંડળ રોષે ભરાયું છે. ધોરણ 11 સાયન્સ માં ભણતા વિદ્યાર્થીઓને તે જ શાળામાં નોકરી કરતા એક શિક્ષકે ખૂબ અઘરી સજા આપી હતી. 50 જેટલા વિદ્યાર્થીઓને સોટી વડે ઢોર માર માર્યો હતો…

જેના પગલે વિદ્યાર્થીઓના શરીર ઉપર સોળ ઉઠી ગયા હતા. તેમજ કેટલાક વિદ્યાર્થીઓ તો આ મારને સહન પણ કરી શક્યા ન હતા. વિદ્યાર્થીઓ ઘરે આવ્યા હતા, ત્યારે તેમના શરીર પર ઇજાના નિશાન જોતા વાલીઓ પણ ચોંકી ઉઠયા હતા અને તરત જ શાળા ખાતે દોડી ગયા હતા…

આ શાળામાં અભ્યાસ કરતા અન્ય વિદ્યાર્થીઓને પૂછવામાં આવ્યું હતું તો તેઓએ જણાવ્યું કે, આ અગાઉ પણ શાળાના મુખ્ય સંચાલક દ્વારા તેઓને આવી રીતે જ ઢોરમાર મારવામાં આવ્યો હતો. એક સાથે ૫૦ બાળકો ને આવી રીતે ઢોર માર મારવાથી આ ઘટના ખૂબ વાયુવેગે પ્રસરી ગઈ છે…

તેમજ વિદ્યાર્થીઓમાં ફફડાટ જોવા મળ્યો છે. હકીકતમાં કોઈપણ શિક્ષક બાળકોને આ પ્રકારની સજા આપી શકે નહીં જો કોઈ બાળક ભણવામાં નબળો હોય તો તેને પ્રેમથી સમજાવી શકે છે.. પરંતુ તેઓની ઉપર સોટી વડે ઢોર માર મારવો એ યોગ્ય વાત નથી. આ ઘટનાને પગલે દરેક વાલીઓએ એકઠા થઈને શાળા સંચાલક તેમજ શિક્ષક ની સામે કાયદેસરના પગલાં પણ ભરી શકે તેમ છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *