હોટેલનો દરવાજો ખોલતા જ મળ્યું એવું કે જોઈને હોટેલમાં મચી ગઈ હડીયાપાટી, પોલીસના ડબ્બા દોડતા થયા..!

હાલના સમયમાં ક્યારે કોની સાથે શું બની જાય તે કહી શકાતું નથી. લોકો સાથે આવી અચાનક ઘટનાઓ બનતા લોકો પોતાના જીવ ગુમાવી રહ્યા છે. આવી જ એક ઘટના હાલમાં સામે આવી હતી. આ ઘટના કાનપુરમાં બની હતી. એક સેનાના જવાન સાથે કરુણ ઘટના બની જતાં આસપાસના વિસ્તારોમાં હાહાકાર મચી ગયો હતો.

કાનપુરના ઘંટાઘર પાસે માઈ ચોઇસ હોટલમાં આ ઘટના બની હતી. આર્મી જવાન સાથે અણધારી ઘટના બની જતા તેમના પરિવારના લોકો આઘાતમાં આવી ગયા હતા. આર્મી જવાનનું નામ ટી લાલ હરી યાત્યાપુઈયા હતું. તેઓ મિઝોરમના રહેવાસી હતા અને તે હાલમાં કાનપુર કેન્ટમાં પોસ્ટેડ હતા. જેને કારણે તે એક હોટલમાં રોકાયા હતા.

આ હોટલનું નામ માઈ ચોઈસ હોટલ હતું. હોટલમાં તેની સાથે એવી શું ઘટના બની તે કોઈ કહી શકાતું નથી. બે દિવસથી આ આર્મી જવાન હોટલમાં રોકાયા હતા અને બે દિવસ સુધી રૂમનો દરવાજો ન ખુલતા હોટલના સંચાલકે રૂમના દરવાજાને ખટખટાવ્યો હતો પરંતુ કોઈએ દરવાજો ખોલ્યો ન હતો જેના કારણે હોટલના સંચાલકે પોલીસને આ ઘટનાની જાણ કરી હતી.

પોલીસ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને પોલીસની હાજરીમાં જ રૂમનો દરવાજો તોડવામાં આવ્યો હતો અને દરેક લોકો રૂમમાં ગયા હતા. ત્યારે તેમણે જોયું તો જોતા જ દરેક લોકોના હોશ ઉડી ગયા હતા. જમીન પર આર્મી જવાન પડેલા જોવા મળ્યા હતા. પોલીસે જવાન પાસેથી મળેલા આધાર કાર્ડ અને આઇડી કાર્ડથી તેની ઓળખ કરી હતી.

અને તે નશાની હાલતમાં હોટલ પર પહોંચ્યા હતા અને ત્યારથી જ તેણે રૂમનો દરવાજો ખોલ્યો ન હતો જેના કારણે હોટલના સંચાલકો એ પોલીસને આ ઘટનાની જાણ કરી હતી. પોલીસે તમામ તપાસ કરતા સમયે શહેરના દેલપુરવામાંથી બે શંકામંદ યુવકોને પકડી પાડ્યા હતા. પોલીસને આર્મી જવાન સાથે કાવતરા પૂર્વક મારી નાખવાની કોશિશ કર્યાની શંકા હતી.

જેના કારણે પોલીસ ઘટનાની તપાસ કરી રહી હતી અને આર્મી જવાના પરિવારજનોને પણ તે લાલ હરીના મૃત્યુની જાણ કરવામાં આવી હતી પરિવારને આ ઘટનાની જાણ થતા જ તેઓ આઘાતમાં આવી ગયા હતા. એક આર્મી જવાન દેશની રક્ષા કરવા માટે પોતાના જીવનને જોખમમાં મૂકી રહ્યા હોય છે અને તેમની સાથે જ આવી કરુણ ભરી ઘટના બની જતા દરેક લોકો નિરાશ જોવા મળી રહ્યા હતા.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.] 

Leave a Comment