Breaking News

હોટલમાં માતા મોબાઈલમાં મશગુલ હતી અને દોઢ વર્ષ બાળકી રમતા-રમતા બારીમાંથી નીચે પડી ગઈ, હિંમત હોઈ તો જ જોજો વિડીયો..

આજકાલ નાના બાળકોનું ધ્યાન રાખવું ખૂબ જ મુશ્કેલ બની ગયું છે. કારણ કે તેવો મજાક મસ્તીમાં એવી હરકતો કરી નાખતા હોય છે કે જેની સજા આખી જિંદગી માં-બાપને ભોગવવી પડે છે.  પરંતુ આજે અમે તમને એવી વાત જણાવા જઈ રહ્યા છીએ કે સાંભળીને તમારા હોશ ઉડી જશે. અમુક અમુક કેસોમાં તો માતા-પિતા પણ પોતાની ફરજ ભૂલતા જણાયા છે.

જે સાંભળવું અન્ય કોઇપણ માતા પિતા માટે સેહલુ નથી હોતું. છેલ્લા એક મહિનામાં બાળકો સાથે અનઈચ્છનીય બનાવો બનવાની ઘટના વધી ગઈ છે જેમાં બાળકના નાકમાં સ્ક્રુ ઘૂસી ગયો હતો, તો થોડાક દિવસ પહેલા એક બાળક ઘરની બારીમાંથી નીચે પડ્યો હતો, તો થોડા દિવસ પહેલા એક બાળકને જ્યુસની બોટલ ના બદલે એસિડની બોટલ પી લીધી હતી..

ઘરે માતાઓ પોતાના ઘરેલું કામોમાં વ્યસ્ત હોઈ છે તેથી તેઓ બાળકોની ખાસ ધ્યાન રાખી શકતા નથી અને બાળકોમાં સમજનો અભાવ હોઈ છે તેથી તેઓ મસ્તી મજાકમાં હાનીકારક કાર્યો કરી નાખતા હોઈ છે. રાજકોટ શહેરમાં એક હોટલના ચોથા માળેથી નીચે પટકાતા દોઢ વર્ષની બાળકીનું મોત નીપજવાની ઘટનાને પગલે ચકચાર મચી જવા પામી છે.

આ બાળકી પોતાની માતા સાથે એક શુભ પ્રસંગમાં હાજરી આપવા આવી હતી. જ્યાં રમત-રમતમાં માસૂમ બાલકનીમાંથી નીચે પટકાઈ હતી. આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, મૂળ ઉનાનો કડિયા પરિવાર લગ્ન પસંગમાં હાજરી આપવા માટે રાજકોટના ગોંડલ રોડ ઉપર આવેલ પાઈનવિટા હોટલમાં રોકાયો હતો.

જ્યાં વહેલી સવારે રમતી વખતે નાના બાળકી ચોથા માળની બાલકનીમાંથી નીચે પટકાઈ હતી. જેથી આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા અને બાળકીને નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં ફરજ પરના ડૉક્ટરોએ તેને મૃત જાહેર કરી હતી.

આ ઘટનાની જાણ થતાં લોકો ભેગા થયા હતા અને બાળકીની માતાને જાણ કરવામાં આવી હતી. પ્રાથમિક તપાસમાં બાળકી જ્યારે નીચે પટકાઈ, ત્યારે તેની માતા મોબાઈલ ફોનમાં વ્યસ્ત હોવાનું સામે આવ્યું છે. હાલ તો પોલીસે બાળકીના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ગત મહિને પણ રાજકોટમાં એક બિલ્ડિંગના પાંચમાં માળેથી નીચે પટકાતા 3 વર્ષના બાળકનું મોત નીપજ્યું હતુ. આ સમયે બાળકની માતા રસોડામાં વ્યસ્ત હતી. આ દરમિયાન બાળક રમતા-રમતા રેલિંગ પર ચડી ગયો અને નીચે પટકાયો હતો.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *