Breaking News

હોટલે ચા પીવા ટ્રક ઉભો રાખ્યો, ચા પીઈને પરત ટ્રક ચાલુ કરે એ પહેલા જ આવી રીતે આંબી ગયું મોત, જાણીને સમસમી જશો..!

જીવનમાં ક્યારે શું થાય તેનો નક્કી હોતું નથી. એટલા માટે દરેક વ્યક્તિઓએ હસ્તી ખેલતી જિંદગી સુખ શાંતિથી જીવી લેવી જોઈએ કોણ જાણે ક્યારે મોત આવી જાય એ પહેલા સૌ કોઈ લોકો સાથે હળી મળીને જિંદગી જીવી લઈએ તો પૃથ્વી પરનો આપણો ધક્કો સફળ થઈ જતો હોઈ છે. મોરબી તાલુકાના ભરતપુર ગામ નજીક એક વ્યક્તિનું ખૂબ જ રહસ્યમય રીતે મોત થયું છે..

મૂળ કચ્છ ભુજના રહેવાસી મૂળજીભાઈ છત્રભુજ ભાનુશાળી કે જેમની ઉંમર 62 વર્ષની છે. તેઓ ટ્રક ચાલવાનું કામકાજ કરી રહ્યા હતા. એક દિવસ તેઓ ટ્રક ચલાવીને જઈ રહ્યા હતા. એવામાં મોરબી તાલુકાના ભરતપુર નજીક દ્વારકાધીશ હોટલ પાસે તેઓએ પોતાનો ટ્રક ઉભો રાખ્યો અને હોટલમાં ચા પાણી પીવા માટે નીચે ઉતરયા હતા..

હોટલમાં ચા પાણી પીધા બાદ તેઓ પોતાના ટ્રક પર ગયા અને ત્યાં ટ્રક શરૂ કરીને તેને ચલાવવાની કોશિશ કરી રહ્યા હતા. એવામાં જ તેમની સામે મોત આંબી ગયું હતું. તેમને અચાનક જ હ્રદય રોગનો હુમલો આવ્યો અને તેઓ ટ્રકમાંને ટ્રકમાં જ ઢળી પડ્યા હતા. ઘણા સમય સુધી આ ટ્રક ત્યાંને ત્યાંજ ઉભો રહ્યો હતો..

એટલા માટે આસપાસના લોકોને શંકા ગઈ અને તેઓ જ્યારે ચેકિંગ કરવા માટે પહોંચે અને ટ્રકનો દરવાજો ખોલ્યો તો ટ્રક ચાલક મૂળજીભાઈ છત્રભુજ ભાનુશાળી ત્યાં ઢળી પડેલા હતા અને તેના મોતને લઈને સમગ્ર લોકોમાં ફાફડાટ મોચી ગયો હતો. તેઓએ તાત્કાલિક મોરબી તાલુકા પોલીસને આ બનાવની જાણ કરતા જ પોલીસ મથકના અધિકારીઓ ત્યાં દોડી આવ્યા હતા..

ત્યારબાદ વધુ તપાસ ચલાવી તેમના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. મૂળજીભાઈ છત્રભૂજ ભાનુશાળી ટ્રક ચલાવે એ પહેલા હદય રોગનો હુમલો આવ્યો અને માત્ર બે સેકન્ડની અંદર તેમનું મૃત્યુ થઈ ગયું હતું કે, જ્યારે તેમના પરિવારજનોને જાણ થઈ કે તેમના પરિવારના મોભીનું મૃત્યુ થયું છે..

ત્યારે તેમનાં માટે આ દુઃખ સહન કરવું ખૂબ જ મુશ્કેલ બની ગયું હતું. પરિવારજનો સ્નેહીજનો અને મિત્રો તેમજ સગાસબંધીઓમાં પણ ભારે શોકનું મોજુ ફરી વળ્યું છે. જ્યારે સમગ્ર ગામજનો ચોધાર આંસુએ હિબકે ચડયા છે. આ ઘટનાને લઈને હાઈવે પર પણ ફફળાટ મચી ગયો હતો.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

રીસામણે પિયરમાં આવેલી કોન્સ્ટેબલની પત્નીને દિયર તેડી ગયો, અધવચ્ચે આવતી ટ્રેન નીચે ધક્કો મારી દેતા મહિલાનો છૂંદો બોલી ગયો..! અને પછી તો..

પતિ અને પત્ની વચ્ચે નાની નાની બાબતોમાં થતી મગજમારીઓ કોઈ વખત એવું મોટું સ્વરૂપ ધારણ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *