Breaking News

હોસ્ટેલના ભોજનાલયમાં ખીચડીનો કોળીયો મોઢામાં મુકવા જતા જ ઈયળ દેખાઈ, મચી ગયો મોટો હંગામો, વાંચો..!

રાજ્યના ઘણા બાળકો પોતાના શહેરમાં સારી કોલેજ ન મળવાને કારણે અન્ય શહેરોમાં વસવાટ કરીને ભણતા હોય છે. અન્ય શહેરોમાં પોતાનું ઘર વસાવી ન શકતા બાળકો હોસ્ટેલમાં રહીને અભ્યાસ કરતા હોય છે. આ સમય બાળકો માટે ખૂબ જ ગંભીર હોય છે. કારણ કે તેઓ આજ સુધી ઘરે માતા પિતા ના સાનિધ્યમાં કોઈપણ પ્રકારનું કષ્ટ ભોગવયુ ન હોય અને હવે હોસ્ટેલમાં રહેવા માટે તેઓને ડગલેને પગલે કષ્ટ ભોગવવું પડે છે..

ખાવા-પીવાથી લઈને કપડા ધોવા અને બીજી અન્ય બાબતમાં પણ ખૂબ જ મુશ્કેલીઓ પડે છે. જેના કારણે વિદ્યાર્થીઓને જીવનના પાઠો પણ મળે છે. પરંતુ જો જમવાની તેમજ રહેવાની સારી સગવડો ન મળી રહે તો વિદ્યાર્થીઓને ભણવામાં મન લાગતું નથી. આ સાથે તેઓને ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હોય છે..

હાલ રાજકોટની એક યુનિવર્સિટીમાં કેમ્પસમાં આવેલી હોસ્ટેલમાંથી ખાવાની ચીજ વસ્તુઓ માંથી એવી વસ્તુઓ મળી છે કે જે જાણ્યા બાદ સૌ કોઈ લોકો હચમચી ગયા છે. રાજકોટ યુનિવર્સિટીમાં સમરસ હોસ્ટેલ આવેલી છે. આવા હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીઓએ ખાવા-પીવાની સાથે સાથે અન્ય જરૂરી સગવડો ન મળતી હોવાની ફરિયાદો નોંધાવી હતી..

વારંવાર રજૂઆત કરવા છતાં પણ હોસ્ટેલના મેનેજમેન્ટ કોઈપણ પ્રકારનો સુધારો કર્યો ન હતો. એક દિવસ બધા વિદ્યાર્થીઓ રાત્રે હોસ્ટેલની ભોજનાલયમાં જમી રહ્યા હતા. એ સમય દરમ્યાન એક વિદ્યાર્થીએ જમવામાં લીધેલી ખીચડી માંથી ઈયળ મળી આવી હતી. જ્યારે એ વિદ્યાર્થી કોળિયો મોઢામાં મુકવા જઈ રહ્યો હતો.

ત્યારે તેને ખીચડીમાં કોઇ હલનચલન થતું હોય તેવું લાગ્યું હતું. તેણે બરાબર નજર નાખી ને જોયું તો ખીચડીની અંદર ઈયળ હતી. આ દ્રશ્ય જોતાની સાથે જ સૌ કોઈ લોકો હચમચી ગયા હતા. અને ફરી એકવાર તેઓએ મેનેજમેન્ટ સામે મોટા સવાલો ઉપાડીને હોબાળો મચાવી દીધો હતો..

400 જેટલી વિદ્યાર્થિનીઓએ તેમની હોસ્ટેલમાં મળતા જમવાના તેમજ જરૂરી ચીજવસ્તુઓ અને સગવડો અને કારણે હડતાલ પર બેસી ગયા હતા. મોટો હોબાળો મચી જતાં સમાજ કલ્યાણ ખાતાના અધિકારીઓ પણ ત્યાં પહોંચી ગયા હતા. આ વિદ્યાર્થિનીઓએ તેઓને જણાવ્યું હતું કે હોસ્ટેલમાં છેલ્લા ઘણા સમયથી રોટલીની સાથે સાથે ઘણી બધી ચીજ વસ્તુઓમાં જમવામાં સાવ સ્વાદ વગરનું બનાવે છે..

આ ઉપરાંત કોઈપણ ચીજ વસ્તુઓમાં ચોખાઈ અને વ્યવસ્થિત જોવા મળતું નથી. બે દિવસથી હોસ્ટેલના પાણીની મોટર પણ બગડી ચૂકી છે. જેના કારણે આખી હોસ્ટેલ પાણી વગર જીવન ગુજારે છે. છતાં પણ આ લોકો કોઇપણ પ્રકારનો નિર્ણય લેતા નથી. લોક સમાજ કલ્યાણ ખાતાના અધિકારીઓએ આ તમામ વિદ્યાર્થીઓને તમામ સુવિધાઓ અને સગવડો મળી રહેશે તેની બાહેંધરી આપી હતી..

હકીકતમાં અન્ય સુખ-સગવડો ઓછી મળે તે થોડું ઘણું ચલાવી લેવામાં આવતું હોય છે. પરંતુ જમવાની બાબતોમાં મળતી અખાદ્ય વસ્તુઓ ને લઈને ક્યારેય પણ ચલાવી લેવામાં આવતી નથી. કારણ કે આ ખાદ્ય વસ્તુઓ પેટમાં જાય ને સ્વાસ્થ્ય લક્ષી પ્રશ્નો ઊભા થવાની પુરેપુરી શક્યતાઓ રહે છે. જેના કારણે ગંભીર બીમારીઓ પણ થાય છે. એટલા માટે સ્વાસ્થ્ય સાથે ચેડા ક્યારેય પણ સહન કરી શકાય નહીં.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *