Breaking News

હોસ્ટેલમાં દાળ-ભાતનો કોળીયો મોઢામાં મુકે એ પહેલા જ દેખાયું એવું કે, જોઈને ડોળા ફાટેલા રહી ગયા, પેટમાં ગોટા વાળતો બનાવ…!

જો દીકરા કે દીકરીઓ ભણશે નહીં તો તેઓ ભવિષ્યમાં આગળ વધી શકશે નહીં કારણ કે અત્યારના તમામ નોકરી અને ધંધાઓ ભણતર વગર થતા નથી. અમુક શિક્ષણના કોર્સ એવા પણ હોય છે કે જેના માટે વિદ્યાર્થીઓને પોતાનું ઘર મૂકીને દૂર જવું પડે છે. જ્યાં હોસ્ટેલમાં રહીને સમય કાઢવો પડે છે..

અને ભણતરમાં ધ્યાન આપવું પડતું હોય છે. ઘણા બધા બાળકો પોતાનું ઘર મૂકીને હજારો કિલોમીટર દૂર ભણવા માટે જતા હોય છે. ત્યાં તેઓને સારા સુખ સગવડ અને હોસ્ટેલ મળી રહે તેવી દરેક મા-બાપની ઈચ્છા હોય છે. માતા-પિતા તેમના બાળકોને સહેજ પણ મુશ્કેલી ન પડે તેનું ચોક્કસ ધ્યાન રાખતા હોય છે. અત્યારે વડોદરા જિલ્લાના સમા સમરસ બોય હોસ્ટેલમાંથી એક એવો બનાવ સામે આવ્યો છે..

કે જે દરેક માતા પિતા એ ખાસ વાંચી લેવો જોઈએ. સમા વિસ્તારમાં સમરસ હોસ્ટેલ આવેલી છે. જેમાં ઘણા બધા વિદ્યાર્થીઓ રહીને જુદી જુદી કોલેજ તેમજ શાળાઓમાં અભ્યાસ કરી રહ્યા છે. આ હોસ્ટેલની અંદરથી અવારનવાર વિવાદો સામે આવતા હોય છે. લોકડાઉનના સમય પહેલા પણ આ હોસ્ટેલમાંથી ભોજનની ગુણવત્તાને લઈને ઘણા બધા વિવાદો સામે આવ્યા હતા..

જેમાં વિદ્યાર્થીઓ રોજ રોજ આંદોલન કરતા હતા. અને ભોજનની ક્વોલિટી સુધરે એ માટેના પ્રયાસો ચલાવવામાં આવ્યા હતા. ત્યારબાદ લોકડાઉન થઈ ગયું અને હવે ના સમયે પણ આ હોસ્ટેલની ખરાબ નીતિઓ સુધરી નથી અને હજુ પણ ખોરાક ની અંદર ગુણવત્તાનું કોઈ પણ પ્રકારનું ધ્યાન રાખવામાં આવતું નથી.

આ હોસ્ટેલમાં વિદ્યાર્થીઓનું કહેવું છે કે, મેસના કોન્ટ્રાક્ટર તેમને કાચી રોટલીઓ આપે છે. આ સાથે જ શાકભાજીમાંથી ઇયળ સહિતની જીવાતો પણ નીકળી આવે છે. જ્યારે મોઢામાં કોળીયો મૂકવા જતા હોય ત્યારે કોળીયા ઉપર દેખાતી જીવંત જોઈને ખાવાનું પણ મન થતું નથી. તેઓએ કેટલી બધી ફરિયાદો નોંધાવી છે..

છતાં પણ આ સમસ્યાનો કોઈ પણ ઉકેલ આવ્યો નથી. કેટલાક વિદ્યાર્થીઓ જણાવ્યું કે, અહીંના જમવામાં રોજ ઇયળો પણ નીકળી રહી છે. છતાં પણ તેઓ વિદ્યાર્થીઓના સ્વાસ્થયને ધ્યાન રાખતા નથી. અને મન ફાવે તેવું ભોજન પીરસી દે છે. તેઓ આ હોસ્ટેલમાં રહેવા અને જમવા માટે હજારો રૂપિયા ખર્ચે છે..

છતાં પણ તેમને જોઈએ તેવીસુખ સગવડ અને સુરક્ષાઓ મળતી નથી. ભોજનમાં આ પ્રકારની ચીજ વસ્તુઓ મળતા લોકોના સ્વાસ્થ્ય સાથે છેડા થવાની ખૂબ જ આશંકા રહેલી છે. છતાં પણ મેનેજમેન્ટ દ્વારા કોઈપણ પગલાં લેવામાં આવતા નથી. હોસ્ટેલના વિદ્યાર્થીઓએ સુત્રોચાર કરીને વિરોધ પણ નોંધાવ્યો છે…

આ ઉપરાંત ઘણી બધી રજૂઆતો પણ કરી છે. પરંતુ આ તમામ રજૂઆતો માત્ર દેખાડા પૂરતી જ હોય તેવું લાગે છે. અને મેનેજમેન્ટના અધિકારીઓ કોઈ પણ ચોક્કસ નિર્ણય લેતા નથી. તેને કારણે ભારે હાલાકીનો ભોગ બનવું પડ્યું છે. હાલ આ બનાવને લઈને સમગ્ર વાલીઓ પણ ચોંકી ઉઠ્યા છે..

અને પોતાના બાળકોને આવી હોસ્ટેલોમાંથી ખસેડીને અન્ય સારી હોસ્ટેલોમાં મોકલી રહ્યા છે. જો બાળકના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવામાં આવે નહીં તો ખૂબ જ મોટો બખેડો ઊભો થઈ જતો હોય છે. કારણ કે વિદ્યાર્થી અવસ્થામાં જો તારું ન હોય તો તે સુખ શાંતિથી ભણી શકતા નથી.

અને જો તે ભણી શકે નહીં તો તેઓ જીવનમાં સારી નોકરી કે ધંધા કરીને ભવિષ્ય ઉજવળ કરવામાં ખૂબ જ વાર લાગી જતી હોય છે. હાલ આ બનાવને લઈને ભારે ચકચાર મચી જવા પામ્યો છે. તો ત્યાં ભણતા અને રહેતા વિદ્યાર્થીઓના વાલીઓ પણ ખૂબ જ ચિંતાતુર બન્યા છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *