Breaking News

હોસ્ટેલમાં ભણતી દીકરીએ રૂમનો દરવાજો બંધ કરીને ભરી લીધું અવળું પગલું, દરવાજો તોડતા જ મચી ગયો અફરાતફરીનો માહોલ..!

વિદ્યાર્થી ઉંમરમાં માતા-પિતાને તેમના બાળકોનું ખાસ ધ્યાન રાખવું પડે છે. કારણ કે આ ઉંમરની અંદર વિદ્યાર્થીઓને ભણતરની બાબતોની સાથે સાથે જીવનમાં આગળ વધી શકશે કે નહીં તેમજ તેઓ અન્ય વ્યક્તિની જેમ સફળ થાશે કે નહીં વગેરે જેવી ચિંતા પણ હોય છે. અને આ ચિંતાની અંદર તેઓ જો તેઓ ગુંચવાઈ જાય તો ડિપ્રેશનમાં ચાલ્યા જાય છે..

અને અંતે એવું અવળું પગલું ભરી લેતા હોય છે કે, જે ઘટના બન્યા બાદ મા-બાપના મોઢા હંમેશા માટે ફાટેલા રહી જાય છે. અત્યારે પરસેવો છોડાવી દેતી એ ઘટના રાજસ્થાનના અજમેરમાંથી સામે આવ્યું છે. અહીં આવેલી કિશનગઢની સેન્ટ્રલ યુનિવર્સિટીમાં 17 વર્ષની સોનાલી બીએસસી માઇક્રોબાયોલોજીનો અભ્યાસ કરતી હતી..

તેણે આજથી એક વર્ષ પહેલા આ કોલેજની અંદર એડમિશન લીધું હતું અને તે ગર્લ્સ હોસ્ટેલના બ્લોક નંબર ચારમાં અન્ય વિદ્યાર્થીનીઓની સાથે રહેતી હતી, જ્યારે અન્ય વિદ્યાર્થીનીઓ ભોજન લેવા માટે રૂમમાંથી બહાર નીકળી ત્યારે રૂમનો દરવાજો બંધ કરીને ખૂબ જ મોટું અવળું પગલું ભરી લીધું હતું..

જ્યારે અન્ય વિદ્યાર્થીનીઓ ભોજન લઈને રૂમમાં આવી ત્યારે વારંવાર રૂમનો દરવાજો ખટ ખટાવા પર પણ સોનલિએ દરવાજો ખોલ્યો નહીં, ત્યારે સિક્યુરિટી વાળાની મદદ લઈ વિદ્યાર્થીનીઓએ આ દરવાજાને તોડાવી નાખ્યો હતો અને દરવાજો તોડતાની સાથે જે દ્રશ્ય જોયું તે દ્રશ્ય જોઈ તેમના હોશ ઉડી ગયા હતા..

અને અફરાતફરીનો માહોલ પણ સર્જાઈ ગયો કારણ કે, દરવાજો તોડતાની સાથે જ તેઓએ જોયું કે સોનાલી એ લટકીને આપઘાત કરી લીધો છે. ઘટનાની જાણકારી મેનેજમેન્ટ સુધી પહોંચી એટલે તરત જ સોનાલીના માતા-પિતાને પણ જાણકારી પહોંચાડી દેવામાં આવી હતી કે, તેમની લાડકી દીકરીએ આપઘાત કરીને જીવન ટૂંકવી દીધું છે..

આ સમાચાર સાંભળતા માતા-પિતા રડતા રડતા આ ઓસ્ટ્રેલિયા પહોંચ્યા હતા. સોનાનીના પિતાનું કહેવું છે કે, તેમની દીકરી ભણવામાં ખૂબ જ હોશિયાર હતી, તેને કોઈપણ પ્રકારની અગવડતા હતી નહીં છતાં પણ તેણે શા માટે આપઘાત કર્યો હશે. તે વિચારવા તેઓ મજબૂરું થયા છે..

આ ચોકાવનારી ઘટનાની જાણકારી હોસ્ટેલના સંચાલકોએ પોલીસ સ્ટેશન સુધી પહોંચાડતા પોલીસની ટીમ પણ ઘટના સ્થળે હાજર થઈ સોનાલીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે. અને તેની રૂમમાં તલાશી લેવામાં આવી રહી છે. આ ઉપરાંત એની સાથે રહેતી અન્ય વિદ્યાર્થીઓનું પણ નિવેદન નોંધીને આગળની કાર્યવાહીઓ ચલાવવામાં આવી રહી છે..

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

નરાધમે લગ્નમાં આવેલી દેખાવડી યુવતીને જોઈને નજર બગાડી, 6 વર્ષથી પાછળ પડીને હેરાન કરતો અને અંતે કરી નાખ્યું એવું કે માં-બાપ હચમચી ઉઠ્યા..!

25593664738737b0d26dca99c375656a અત્યારના સમયમાં ટ્યુશન ક્લાસીસ અથવા તો શાળાએ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ સાથે ગંભીર ઘટનાઓ બની …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *