Breaking News

હોસ્પિટલમાંથી 3 દિવસથી ગુમ થયેલી નર્સ અચાનક હોસ્પીટલના 7 માં માળેથી એવી હાલતમાં મળી આવી કે, જોતા જ લોકોના હોંશ ઉડી ગયા..!!

ક્યારેક ક્યારેક એવા વિચિત્ર બનાવો સામે આવી રહ્યા છે. પરિવારના લોકો પોતાના કામ ધંધે જઈ રહ્યા હોય છે પરંતુ તેઓ ઘરે પરત ન આવતા પરિવારના લોકો મુશ્કેલીમાં મુકાઈ જાય છે. અવારનવાર બનતા કિસ્સાઓમાં હાલમાં આવો પણ એક કિસ્સો સામે આવ્યો છે. આ કિસ્સો અમદાવાદ શહેરમાં આવેલી એચએમએસ હોસ્પિટલમાં બન્યો છે.

હોસ્પિટલમાં ઘણા બધા ડોક્ટરો અને નર્સ કામ કરી રહ્યા હોય છે. ડોક્ટરો દરેક લોકોના જીવ બચાવીને તેઓને નવું જીવન આપી રહ્યા હોય છે પરંતુ હાલમાં એક નર્સ સાથે એવી ઘટના બની હતી કે જેના કારણે દરેક લોકો ચોકી ગયા હતા. હોસ્પિટલમાં કામ કરતી નર્સ જેનું નામ જીમીબેન પરમાર હતું. જીમીબેનની ઉંમર 24 વર્ષની હતી.

તે પોતાના પરિવાર સાથે રહેતી હતી. જીમીબેન ઘણા સમયથી હોસ્પિટલમાં પોતાની ફરજ બજાવતી હતી. તે એક દિવસ દરરોજની જેમ હોસ્પિટલ ગઈ હતી. તે સમયે હોસ્પિટલના કર્મચારીઓએ બપોરના સમયે જીવીબેનના પરિવારના લોકોને એવું કહ્યું કે જેના કારણે પરિવારના લોકો દોડતા દોડતા હોસ્પિટલ પહોંચ્યા હતા.

અચાનક જ બપોરના અઢીથી ત્રણ વાગ્યાની આસપાસ હોસ્પિટલમાંથી જીમીબેનના પરિવારના લોકોને ફોન કરીને કહ્યું હતું કે જીમીબેન હોસ્પિટલમાં નથી. તમે તાત્કાલિક હોસ્પિટલ આવી જાવ જેના કારણે જીમીબેનનો ભાઈ તરત જ હોસ્પિટલ પહોંચ્યો હતો અને જીમીબેનને હોસ્પિટલમાં દરેક જગ્યા પર શોધવામાં આવી હતી.

હોસ્પિટલના લોકોએ કહ્યું હતું કે અમે જીમીબેનને દરેક જગ્યાએ શોધી છે પરંતુ તેઓ ક્યાંયથી મળ્યા નથી. જેના કારણે પરિવારના લોકોએ જીમીબેનને હોસ્પિટલની બહાર શોધવાનું ચાલુ કર્યું હતું. દરેક જગ્યાએ જીમીબેનને શોધી હતી પરંતુ કોઈ પણ જગ્યાએથી જીમીબેન મળી નહીં ત્યારબાદ પરિવારના લોકો જીમીબેનને લઈને ખૂબ જ ચિંતત થયા હતા.

ત્યારબાદ એક દિવસ હોસ્પિટલમાંથી જીમીબેનના પરિવારના લોકોને પાછો ફોન આવ્યો હતો. તે સમયે હોસ્પિટલના લોકોએ જણાવ્યું હતું કે જીમીબેન મળી ગયા છે, જેના કારણે તરત જ પરિવારના લોકો હોસ્પિટલ પહોંચ્યા હતા. હોસ્પિટલના સાતમા માળે જઈને પરિવારે એવું જોયું કે જોતા જ તેઓ ગભરાઈ ગયા હતા અને બે ધાર આંસુએ રડવા લાગ્યા હતા.

દરેક લોકોએ જોયું તો જીમીબેન સાતમાં માળે લટકી રહ્યા હતા. તેમણે લટકીને આપઘાત કરી લીધો હતો. જેના કારણે પરિવારના લોકો આઘાતમાં આવી ગયા હતા. ત્યારબાદ પરિવારના લોકોએ ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં હોસ્પિટલના તંત્ર સામે ફરિયાદ નોંધાવી હતી. કારણ કે હોસ્પિટલના લોકોએ જીમીબેનના શોધવા અંગે જણાવ્યું હતું કે તેઓએ હોસ્પિટલમાં શોધ્યા છે.

પરંતુ તેઓ કશેથી પણ મળ્યા નથી. જેના કારણે હાલમાં જીમીબેન હોસ્પિટલમાંથી જ મળી આવતા પરિવારના લોકોએ હોસ્પિટલના તંત્ર પર આરોપ લગાવ્યો છે અને જીમીબેન સાથે તેઓએ આ ગંભીર ઘટના કરી છે અને તેમના જવાબદાર હોસ્પિટલનો તંત્ર છે તેમ જણાવ્યું છે આજકાલ આવા કિસ્સાઓ ખૂબ જ સામે આવી રહ્યા છે, ક્યારે કોઈ પણ વ્યક્તિ સાથે કરુણ ઘટના બની જાય તે કહી શકાતું નથી…

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *