Breaking News

હિટ & રન કેસમા 30 વર્ષના યુવકનું મોત, વિધવા માતા દીકરો અને 2 બહેનો એ પોતાનો ભાઈ ગુમાવી દીધો.. વાંચો..!

વાહનોની બેફામ ગતિ કેટલાય લોકોના જીવ લઈ ચુકી છે. ઝડપની મજા મોતની સજા બનતી જાય છે તેવું લાગી રહ્યું છે. કારણકે છેલ્લા એ મહિનામાં અકસ્માતના બનાવોની સંખ્યા જોતા જ તમારી આંખો ફાટી જશે. દારૂ પીને ગાડી ચલાવ્યા બાદ રસ્તા પર અવર જવર કરતા લોકો તેમજ સુતેલા લોકો પર ગાડી ચડાવીને જીવ લેવો તે યોગ્ય બાબત નથી..

છતાં પણ આવા બનાવો આપડી નજર સમક્ષ વારંવાર આવતા હોઈ છે. વધુ એક હીટ એન્ડ રનનો બનાવ ઠાસરાના સૈયાંત ગામે ચર્ચામાં આવ્યો છે. સાંજે નોકરીએથી પરત ફરતાં આશાસ્પદ યુવકના મોટરસાયકલને કોઈ અજાણ્યા વાહને ટક્કર મારી ફરાર થઈ ગયો હતો. આ અકસ્માતમાં બાઈક ચાલક યુવકનું ઘટના સ્થળે કમકમાટી ભર્યું મૃત્યુ નિપજ્યું હતું.

બાઇક ચાલકનું નામ અનીલ સિંહ છે જેની ઉંમર માત્ર 30 વર્ષ છે. અકસ્માતના પગલે વિધવા માતાએ પોતાના દિકરાનો સથવારો ગુમાવ્યો છે. તો બે બહેનોએ પોતાનો ભાઈ, ઠાસરા પોલીસે આ અંગે હિટ એન્ડ રનનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી દીધી છે.

ડાકોરના ડુંગરા ભાગોળ વિસ્તારમાં રહેતા સવિતાબેન રામસિંહ ઝાલા પોતે વિધવા છે અને મજૂરી કામ કરી ગુજરાન ચલાવે છે. તેમને ત્રણ સંતાનો છે જેમાં સૌથી મોટી દિકરી પારુલ, વચેટ દિકરો અનીલસિંહ અને સૌથી નાની દિકરી શિલ્પા છે. સવિતાબેન ડાકોર ગાયોનાં વાડામાં મજૂરી કામ કરે છે.

જ્યારે દિકરો અનીલસિંહ રોજમદારી પર તેમની સાથે નોકરી કરે છે. સવિતાબેનને બુધવારે પોતાના કામે જવાની રજા હોવાથી તેમનો દિકરો અનીલસિંહ એકલો નોકરીએ ગયો હતો. અનીલસિંહ ગતરોજ વહેલી સવારે મોટરસાયકલ ચલાવીને નોકરીએ ગયા અને બપોરે આવી જમી પરત ફરીથી નોકરીએ ગયો હતો.

મોડી સાંજે તે મોટરસાયકલ ચલાવીને નોકરીએથી પરત આવતો હતો. આ સમયે સૈયાંત ગામની સીમમાંથી પસાર થતાં સમયે અજાણ્યા વાહને ઉપરોક્ત મોટરસાયકલને ટક્કર મારી હતી. ટક્કર મારતાં મોટરસાયકલ ચાલક અનીલસિંહ રોડ પર પટકાતા માથાના ભાગે ગંભીર ઇજા થઇ હતી. અને અનીલસિંહનું ઘટના સ્થળે મૃત્યુ નિપજ્યું હતું.

બનાવના પગલે આસપાસના લોકો દોડી આવ્યા હતા. તો બીજી બાજુ આ ઘટનાની જાણ મૃતકની માતાને થતાં તેઓ પણ બનાવ સ્થળે આવી પહોંચ્યા હતા. આ અકસ્માત સંદર્ભે ઠાસરા પોલીસે મૃતકની માતા સવિતાબેન ચૌહાણની ફરિયાદના આધારે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી દીધી છે.

આમ આ અકસ્માતમાં એક આશાસ્પદ 30 વર્ષિય યુવકના મોત થયું છે. જેથી એક વિધવા માતાએ પોતાના દિકરાનો સથવારો તો બે બહેનોએ પોતાનો ભાઈ ગુમાવ્યો છે. જેના કારણે વાતાવરણ રોકકડથી દ્રવી ઊઠ્યું હતું.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

દીકરીની પ્રવાસે જવાની જીદ સામે જુકીને માતાએ હા પાડી અને હરણી તળાવમાં બોટ પલટી જતા દીકરી કાળનો કોળીયો બની ગઈ, વાંચો..!

વડોદરાના હરણી તળાવમાં પલટી ખાઈ ગયેલી બોટમાં સવાર થયેલા 13 બાળકો તેમજ બે શિક્ષકોના મૃત્યુ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *