Breaking News

હિંગળાજ માતાના મંદિરના પુજારીએ આરતી કર્યા બાદ મંદિરના પરિસરમાં જ લટકીને આપઘાત કરી લીધો, અંતિમ ચિઠ્ઠી વાંચીને આખો સમાજ દોડતો થયો,,!

કેટલીક વખત વ્યક્તિ ઉપર ખોટા આરોપણ લગાવવામાં આવે છે. કોઈ પણ વ્યક્તિ ઉપર વગર આરોપ લગાવવો ખૂબ જ ખોટી બાબત છે. જ્યાં સુધી આંખે જોયેલું અને કાને સાંભળ્યું સત્યના સાબિત ન થાય ત્યાં સુધી કોઈ વ્યક્તિ ઉપર આરોપ લગાવો જોઈએ નહીં. હાલ આ આરોપોના કારણે આજે એક વ્યક્તિનો જીવ ગયો છે..

અને તેના કારણે સમગ્ર સમાજ બદનામ થયો છે. આ બનાવ રાજસ્થાનના બારમેરમાંથી સામે આવ્યો છે. અહીં સમદડી નગરના બાવડી ચોક પાસે ખત્રી સમાજનું હિંગળાજ માતાનું મંદિર આવેલું છે. આ મંદિરની દાનપેટી માંથી સાત કિલોગ્રામ ચાંદી તેમજ દસ હજાર રૂપિયા કરતા પણ વધારેની રકમની ચોરી થઈ હતી..

જ્યારે બીજા દિવસે આ મંદિરના પૂજારી ભીમદાસ કે જેમની ઉંમર 55 વર્ષની છે. તેઓએ સવારમાં મંદિરનો દરવાજો ખોલ્યો અને જોયું તો અંદર ખૂબ મોટી ચોરી થઈ હતી. ત્યારબાદ તેઓએ આ ઘટનાની જાણ ખત્રી સમાજના લોકોને પણ કરી હતી, કારણ કે આ મંદિર ની ઘણી ઘણી ચીજ વસ્તુઓની સાર સંભાળ ખત્રી સમાજના લોકો રાખતા હતા…

પરંતુ ક્યાંક ને ક્યાંક આ સમાજના લોકોને મંદિરના પૂજારી ઉપર પણ શંકા જવા લાગી હતી. આ સાથે સાથે પોલીસે પણ આ પૂજારીની ખૂબ જ કડકાઈથી પૂછતાછ કરી હતી. પૂજારીએ જણાવ્યું કે, તેઓ છેલ્લી ત્રણ પેઢીથી આ મંદિરમાં સેવા આપે છે. અને સેવા પૂજા અને અર્ચના કરે છે, તેઓ ક્યારેય આ પ્રકારનું કામ કરશે નહીં, અને કોઈના દ્વારા કરવા પણ નહીં દે..

તેઓએ આ ચોરી કરી નથી. પરંતુ ક્યાંક ને ક્યાંક સૌ કોઈ લોકોની આંગળી આ પુજારી તરફ જતી હતી. રોજની જેમ આ પૂજારી ભીમદાસ મંદિરે ગયા હતા જ્યાં તેઓએ આરતી પણ કરી હતી. અને ત્યારબાદ મંદિરના પરિષદમાં જ તેઓએ પંખે લટકીને આપઘાત કરી લીધો હતો. જ્યારે મંદિરમાં દર્શન કરવા માટે અન્ય વ્યક્તિ આવ્યા અને તેઓએ પૂજારીને આ લટકતી હાલતમાં જોયા..

ત્યારે આસપાસના સૌ કોઈ લોકોને જાણ કરી હતી તેમજ પૂજારી ભીમદાસના નાનાભાઈ દ્વારકાદાસ ને પણ જાણ કરવામાં આવી હતી. ત્યારબાદ તેમના મૃતદેહને નીચે ઉતારીને સમદડીની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. પરંતુ ત્યાં ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતા તેમની પાસેથી એક અંતિમ નોટ પણ મળી આવી હતી..

જેમાં તેઓએ જે ખુલાસા કર્યા છે તે સાંભળીને સૌ કોઈ લોકો હલ બની ગયા છે. તેઓએ લખ્યું હતું કે ખત્રી સમાજના રામ રામ, હું ભીમદાસ તમારા મંદિરનો પૂજારી છું. મેં ચોરી કરી નથી. તમે તપાસ ચલાવીને ચોરને શોધી કાઢજો. હું મરવા જઈ રહ્યો છું. હું ક્યારેય પણ ખોટું નહીં બોલું. મારા મર્યા પછી પણ તમે કોઈપણ વ્યક્તિને હેરાન ન કરતા.

આ ઉપરાંત તેઓ તેના દીકરા વિવેકને પણ જણાવે છે કે, દીકરા અમે ચોરી નથી કરી. પરંતુ આ સમાજના લોકોએ મને બદનામ કરી નાખ્યો છે. અને મેં જીવન દરમિયાન જે પણ કમાયું મહેનત કરી આ તમામ વસ્તુઓ વેડફાઈ ગઈ છે. મારે મરવું નથી પરંતુ મને બદનામ કરી નાખ્યો છે. હું ચોર નથી આ ઉપરાંત તેઓએ તેમના ભાઈને પણ લખીને જણાવ્યું કે, ભાઈ નરસિંહદાસજી હું ચોર નથી..

મને ખોટે ખોટો બદનામ કરવામાં આવ્યો છે. રવિનાની માતાનું તું ધ્યાન રાખજે, હું સૌ કોઈ લોકોને આ છેલ્લા રામ રામ કહું છું. બસ એટલી જ વસ્તુ લખીને તેઓએ આપઘાત કરી લીધો હતો. આ બે પાનાની અંતિમ નોટ જ્યારે મળી આવી અને તે વાંચતાની સાથે જ સમાજના સૌ કોઈ લોકો ડોળા ફાડી ગયા હતા.

કોઈ પણ વ્યક્તિ ઉપર જોયા વિચાર્યા વગર શંકા કરવાને કારણે કોઈક વખત માઠું પણ લાગી જાય છે અને તેના કારણે વ્યક્તિ ઊંધું પગલું પણ ભરી લેતા હોય છે. તેમનો દીકરો વિવેક આંધ્રપ્રદેશ રાજ્યમાં ઓટો મોબાઇલ ની દુકાન માં નોકરી કરે છે. જ્યારે તેમનો પૌત્ર બે વર્ષનો સૂર્ય તેમજ તેમની પુત્રવધુ 22 વર્ષની બેબી રાજી ખુશીથી તેમના ઘરે રહે છે. તેમની પતરી સુમિત્રા દેવી કે જેમની ઉંમર 45 વર્ષની છે. તેઓ પણ આ બનાવને લઈને ખૂબ જ દુઃખી થયા છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *