હિંદૂ ધર્મમાં આ કારણથી સવારની પૂજા છે મહત્વની, જાણી લો તમે પણ !

આપણા શાસ્ત્રોમાં પૂજાનું વિશેષ મહત્વ દર્શાવાયું છે. શાસ્ત્રો અનુસાર દરેક વ્યક્તિએ તેના દિવસની શરૂઆત પૂજા કર્યા પછી જ કરવી જોઈએ. પૂજા કરવાથ મન અને શરીર પર સકારાત્મક પ્રભાવ પડે છે. સવારની પૂજાની જેમ જ સાંજે પણ પૂજા કરવામાં આવે છે. પરંતુ સવારે થતી પૂજાને વધારે મહત્વ આપવામાં આવ્યું છે.

આ મહત્વનું કારણ છે કે સવારે પૂજા કરવાથી અનેક લાભ પ્રાપ્ત થાય છે.  બ્રહ્મમુહૂર્ત એટલે સવારે પ્રાત:કાળમાં પૂજા કરવાથી મન શાંત થાય છે. ઊંઘ કર્યા પછી કરેલી દિવસની શરૂઆત પ્રફુલ્લિત મનથી થાય છે. આ સિવાય સવારે પૂજા કરવાથી કયા કયા લાભ થાય છે વાંચો અહીં.

સવારની પૂજાથી થતાં લાભ : પૂજા માટે સવારે વહેલા પથારીનો ત્યાગ કરી સ્નાનાદિ કર્મ કરવું પડે છે. આ સવારે વહેલા ઉઠવાની આદત સ્વાસ્થ્યલક્ષી લાભ આપે છે અને દિવસભર તાજગી છવાયેલી રહે છે. બ્રહ્મ મુહૂર્તનો સમય ધ્યાન એટલે કે મેડિટેશન માટે ખૂબ સારો હોય છે. કારણ કે આ સમયે વાતાવરણમાં શુદ્ધતા હોય છે.

સવારના સમયે ભગવાનનું ધ્યાન કરવામાં મંત્રોચ્ચાર કરવામાં આવે છે. બ્રહ્મ મુહૂર્તમાં કરેલા મંત્ર જાપ સૌથી ઉત્તમ ફળ આપે છે. સવારના સમયે મનમાં વ્યર્થ વિચારો હોતા નથી. ભગવાનની ભક્તિ માટે જે એકાગ્રતા જોઈએ છે તે સવારના સમયે મળે છે. એકાગ્રતા સાથે કરેલી પૂજાનું ફળ અચૂક મળે છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

Leave a Comment