Breaking News

હાઈવે ઉપર ટ્રક વાળો બીજા ટ્રકને લાલ કપડું દેખાડીને ઈશારો બતાવતો જોઈ પોલીસે તપાસ ચલાવી, ટ્રોલી માંથી મળ્યો એવો સમાન કે જોઈને મગજ કામ કરતુ બંધ થઈ ગયું…!

ઓછા સમયમાં વધારે પૈસા કમાવવા માટે કેટલાક લોકો અવનવા કીમીયાવો અપનાવે છે. ઘણી બધી વાર તો પૈસા કમાવાની લાલચ કોઈ વ્યક્તિ પાસે ખૂબ જ ખોટું કામ પણ કરાવી નાખે છે. અત્યારે એક ડ્રાઇવરને પૈસાની ખૂબ જ વધારે જરૂરિયાત ઊભી થઈ હતી. ત્યારે તેણે સીધી રીતે પૈસા કમાવવાને બદલે અવળો રસ્તો અપનાવી લીધો હતો..

તેણે એક વ્યક્તિની ભલામણથી તેના ટ્રકની અંદર એવી ચીજ વસ્તુઓની હેરાફેરી કરી નાખી કે, અત્યારે બધો જ માલ સામાન પકડાઈ ગયો છે. અને તેને પછતાવાનો વારો આવ્યો છે. હાઇવે ઉપર લખનસિંહ નામનો એક ટ્રક વાળો તેનો ટ્રક લઈને ગ્વાલિયર તરફ જઈ રહ્યો હતો. એ વખતે ટોલનાકા પાસે તેણે પોતાનો ટ્રક ઉભો રાખ્યો હતો..

ત્યારબાદ તેણે તેના ટ્રકમાંથી લાલ કલરનું એક કપડું બહાર કાઢી અને સામેની બાજુએ ઉભેલા બીજા ટ્રકને આ લાલ કપડાના ઇશારો બતાવ્યો હતો. ત્યારબાદ બીજો ટ્રક આ ટ્રકની પાછળ પાછળ જવા લાગ્યો, ઉપરથી પાંચ કિલોમીટર દૂર આવેલી એક સુમસાન જગ્યાએ આ બંને ટ્રકો ગયા અને ત્યાં ટ્રકની અંદરથી બોક્સની હેરાફેરી કરવામાં આવી રહી હતી..

તમામ ઘટના ટોલનાકા પાસે ઉભેલી પોલીસે જોઈ લીધી હતી. તેને શંકા જતા તેણે તરત જ ટ્રકનો પીછો કર્યો હતો, પોલીસે રંગીન કપડાની અંદર બાઈક લઈને અ ટ્રકનો પીછો કર્યો અને જોયું તો હાઈવે ઉપરથી આ ટ્રક નીચે ઉતરી ગયા અને ત્યારબાદ પાંચ કિલોમીટર દૂર જઈને ટ્રકમાંથી માલ સામાનની હેરાફેરી થતી હતી..

એ વખતે અન્ય અધિકારીઓ પણ ત્યાં પહોંચી ગયા અને ટોલીની અંદર ચેક કરવામાં આવ્યું ત્યારે જે માલ સામાન મળ્યો છે, તેને જોઈને સૌ કોઈ લોકોનું મગજ કામ કરતું બંધ થઈ ગયું હતું. આ ટોલીની અંદર બોક્સ ભરેલા હતા. જેની અંદર વિદેશી દારૂનો ખૂબ જ મોટો જથ્થો હતો. આ દારૂની એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવામાં આવતો હતો અને કોઈ વ્યક્તિ પકડી શકે નહીં..

એટલા માટે લાલ કલરનું કપડું દેખાડીને અન્ય ટ્રક વાળાને ઈશારો બતાવવામાં આવ્યો હતો. પરંતુ પોલીસની નજર ઉપર પડી જતા તેનો પીછો કરીને આ કરતુતને પકડી પાડી છે. લખનસિંહ નામના આ ડ્રાઈવરે ખૂબ જ વધારે ભેજુ દોડાવ્યું હતું અને આ માલ સામાન બીજી જગ્યાએ સફળતાથી હેરાફેરી કરવા જઈ રહ્યો હતો..

એવામાં પોલીસ પહોંચી જતા, તેના કામમાં ખલેલ પહોંચી ગઈ હતી. તે ટ્રક મૂકીને ત્યાંથી ભાગવા લાગ્યો હતો. પરંતુ પોલીસની પકડથી તે દૂર સુધી ભાગી શક્યો નહીં. અત્યારે તેને પકડી પાડવામાં આવ્યો છે. આ માલસામાન તે ક્યાંથી લાવી રહ્યો છે, અને ત્યાં સુધી લઈ જવાનો હતો. તેની પૂછપરછ મેળવવામાં આવી રહી છે..

આ માલ સામાનનો માલિક કોણ છે, તેમજ કોના હિસાબે આ બધી કામગીરીઓ ચાલી રહી છે. વગેરેની પણ માહિતી મેળવવામાં આવશે અને કડકમાં કડક પુછતાછ કર્યા બાદ આરોપીઓને સજા પણ આપવામાં આવશે. તંત્રની નજર ચારે કોર હોઈ છે. તેઓને કોઈ ઘટના બને એ પહેલા બાતમી મળી જાય છે..

અને એ બાતમીના આધારે પોલીસની ટુકડીઓ કાર્યરત બનીને શહેરના લોકોની શાંતિમાં ભંગ કરે તેવી કરતૂતો કરતા વ્યક્તિઓને અટકાવીએને યોગ્ય સજા પણ અપાવે છે. ખરેખર દિવસ રાત શહેરના નાગિરકોનું સુરક્ષા અને સુખાકારી અંગે સેવા કરતા તંત્રના અધીકારીઓને દિલથી સલામ છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *