Breaking News

હાઈવે પર ઉભેલા ટ્રક પાછળ બાઈક ઘુસાડી દેતા અમદવાદના 4 યુવકોના દર્દનાક મોત..! અકસ્માતના દ્રશ્યો જોઈને હચમચી જશો..!

અકસ્માતના બનાવવામાં જ મરનાર લોકોની સંખ્યા દિવસે-દિવસે ખૂબ વધી રહી છે. કારણ કે અકસ્માતના બનાવો પણ ખૂબ વધવા લાગ્યા છે. રોજ સવાર થતાંની સાથે અકસ્માતના બનાવો બનવા લાગે છે. જેમાં ખૂબ ગંભીર અકસ્માતના બનાવો ચર્ચામાં હોય છે. એ પૈકીનો એક અકસ્માતના બનાવો ખેડા બાયપાસ હાઈવે ઉપર બનતાની સાથે આસપાસના વિસ્તારમાં અરેરાટી મચી ગઇ છે.

ખેડા બાઇપાસ હાઇવે ઉપર એક અકસ્માતમાં મૂળ અમદાવાદના ચાર યુવકનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું છે. જે સમાચાર સામે આવતાની સાથે જ પરિવારજનો ઉપર આફતના વાદળો ઘેરાઈ આવ્યા છે. આકસ્માત ને પગલે લોકોમાં પણ ભારે ખળભળાટ મચી ગયો છે. ખેડા બાઇપાસ હાઇવે ઉપર વેસ્ટન હોટલ ના પાર્કિંગ પાસે એક કન્ટેનર ટ્રક ઉભું હતું..

જેમાં એક બાઈક ફુલ સ્પીડે પાછળથી આવી હતી. અને ટ્રક કંટેનર પાછળના ભાગે ઘૂસાડી લેતાની સાથે જ બાઈક પર સવાર ચારે ચાર યુવકોના મૃત્યુ થયા છે. તપાસમાં જણાયું છે કે એક બાઈક ઉપર ચાર યુવકો સવાર હતા. તેમજ બાઇકની ગતિ એટલી બધી વધારે હતી કે બાઇકના સ્ટિયરિંગ પર કાબૂ મેળવવો ખૂબ જ અઘરો હતો..

અચાનક જ કાબુ ગુમાવી દેતાં રસ્તા પર ઉભેલા ટ્રકની પાછળ બાઈક ધડાકા સાથે ઘૂસી ગઈ હતી. જેના પગલે ચાર યુવકો ઘટનાસ્થળે જ ઢળી પડ્યા છે. આ તમામ યુવકો અમદાવાદના સીટીએમમાં વિસ્તાર તેમજ અમરાઈવાડી વિસ્તારમાં રહે છે. તેવી બાબત જાણવા મળી છે.

હાલ આ ઘટના બનતાની સાથે સ્થાનિક લોકોએ માત્ર પોલીસને જાણ કરતાં પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. તેમજ ચારેચાર મૃતકો ને પોસ્ટમોર્ટમ ખાતે માતર આરોગ્ય કેન્દ્રમાં મોકલી દેવામાં આવ્યા હતા. આકસ્માત લઈને પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.

રોજ રોજ બનતા અકસ્માતના બનાવમાં ઘણા લોકો જીવ ગુમાવી બેસે છે. આકસ્માત ખૂબ જ ભયંકર હતો. જેમાં ચાર લોકોએ જીવ ગુમાવ્યો છે. ચાર યુવકોના પરિવારજનોને આ અકસ્માત વિશેની જાણ થશે ત્યારે તેઓના દુઃખ નો કોઈ પાર નહીં રહે. કારણકે એક સાથે ચાર પરિવારે પોતાના લાડકવાયા દીકરાઓને ખોયા છે..

પરંતુ આ બાબતને લઈને લોકોનું ડ્રાઇવિંગ પ્રત્યેની સમજનો અભાવ પણ લાગી રહ્યો છે. કારણ કે એક બાઈક પર ચાર સવારી બેસીને મન ફાવે તેટલી સ્પીડ ગાડી ચલાવી એ ખૂબ ખોટી વાત છે. આ ઉપરાંત ગતિ વધારે હોવાને કારણે અને ગાડીમાં વજન પણ વધારે હોવાથી બાઈક ચાલકે કાબુ ગુમાવી દીધું હતું અને આ અકસ્માત સર્જાયો હતો.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *