Breaking News

હાઈવે ઉપર ST બસ પલટી ખાઈ જતા નીકળી ગઈ મુસાફરોની ચીખ, એક સાથે 15 લોકોનો લેવાયો ભોગ, વાંચો..!

આજકાલ અકસ્માતની ઘટનાઓ દિન-પ્રતિદિન ખૂબ જ વધવા લાગી છે. આકસ્માત જોતાની સાથે જ દરેક વાહન ચાલકોએ પણ ખૂબ જ સાવચેતી રાખવી પડે છે. પોતાના ખાનગી વાહનોમાં મુસાફરી કરતી વેળાએ વાહનમાં બેઠેલા અન્ય વ્યક્તિઓને પણ ધ્યાનમાં રાખીને વાહન ચલાવવું જોઇએ જેથી કરીને અકસ્માતમાં સામનો કરવાનો વારો ન આવે..

પરંતુ જાહેર મુસાફરી કરતા સમયએ સમગ્ર મુસાફરોનો જીવ ડ્રાઇવર ઉપર નિર્ભર હોય છે. જેમકે સરકારી બસમાં મુસાફરી કરતી વેળાએ સૌ કોઈ લોકોના જીવ બસ ચાલક ઉપર હોય છે. હાલ હાઇવે ઉપર એસ.ટી.બસનો ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. જેમાં કુલ ૧૫ લોકોના ભોગ લેવાયા છે.

આ અકસ્માત એટલો ગંભીર હતો કે જોનારા સૌ લોકોએ આંખ મીંચી દીધી છે. હકીકતમાં આ અકસ્માત રાજકોટથી ખંભાત તરફ જઈ રહેલી એસટી બસને નડ્યો છે. ફુલ ગામના ઓવર બ્રિજ પરથી પસાર થઈને આગળ જતી વખતે બસ ચાલકને સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો..

અને અચાનક જ બસ પલટી મારી ગઇ હતી. બસનો સંતુલન ગુમાવતાને સાથે જ મુસાફરોની ચીખ નીકળી ગઈ હતી. અને સૌ કોઈ લોકો દોડાદોડી કરવા લાગ્યા હતા. અંદર રહેલા મુસાફરોના જીવ પણ તાળવે ચોંટી ગયા હતા. બસ ગંભીર રીતે હાઇવે ઉપર આડી પલટી મારી ગઇ હતી..

જેમાં બસમાં સવાર ૧૫ કરતાં વધુ મુસાફરોને ખૂબ ગંભીર ઈજાઓ પહોંચી છે. જેમાં મોટાભાગના મુસાફરો અને હાથ-પગ અને શરીરે ઇજા થતાની સાથે જ તેઓને વડોદ, સાયલા અને સુડાની હોસ્પિટલોમાં દાખલ કરવા માટે લઈ જવામાં આવ્યા છે. આ અકસ્માતની જાણ થતાની સાથે જ આસપાસના ગામડાઓમાંથી લોકો ઉમટી પડ્યા હતા..

ઈજાગ્રસ્ત લોકોને દવાખાનામાં સારવાર માટે લઇ જવામાં મદદરૂપ બન્યા હતા. ખરેખરમાં આ ગામડાના લોકો એ ખુબ સારી મદદ પૂરી પાડી હતી. અકસ્માતમાં 15 લોકોથી ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. તેમાં રાજકોટના હેતલબેન, વિપુલભાઈ, જશવંતભાઈ તેમજ જયા બેન નો સમાવેશ થાય છે..

તેમજ અંકેવાળીયાના હીરાબેન અને પસાભાઈ તેમજ શંકરભાઈનો સમાવેશ થાય છે. જ્યારે તારાવીના પુરીબેન, સંગીતાબેન, રામજીભાઈ તેમજ શિયાણી ગામના મનસુખભાઈ અને જનકબેનનો સમાવેશ થાય છે. આ અકસ્માત બનતાની સાથે જ આસપાસના સૌ કોઈ લોકોએ પોતાના વાહનો થંભાવી દીધા હતા અને વાહન માંથી બહાર નીકળીને એસટી બસની અંદર ફસાયેલા લોકોની મદદ કરવા માટે આવી પહોંચ્યા હતા..

બસ પલટી મારી ગઇ હતી એટલા માટે મુસાફરોને અંદરથી બહાર કાઢવા ખૂબ જ મુશ્કેલ ભર્યુ કામ હતું. છતા પણ બારીના કાચ તોડીને મુસાફરોને બહાર કાઢવામાં આવ્યા હતા. આકસ્માત ડ્રાઈવરના સ્ટીયરીંગ પરથી કાબુ ગુમાવતા ને કારણે બન્યો હતો.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *