Breaking News

હાઈવે પરની હોટેલની સામે 4 દિવસથી બંધ પડેલી કારનો દરવાજો ખોલતા જ ઉડી ગયા બધાના હોશ, મળ્યું એવું કે તરત જ અધિકારીઓ થયા દોડતા..!

હાઈવે પર આવેલી હોટલોમાં હાઇવે પરથી પસાર થતા મુસાફરો મુલાકાત લેતા હોય છે. હાઇવેની હોટલો ઉપર ગેટ કેટલી સંખ્યામાં કાર ટ્રક તેમજ અન્ય વાહનો પણ પોતાના વાહનો થોભાવીને વિસામો લેતા હોય છે. હાઇવે પરની હોટલોમાં હજારોની સંખ્યામાં વાહનોની અવરજવર થતી હોય છે..

હાલ એક હોટલના પાર્કિંગ એરિયામાંથી ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. આ બનાવ બનતા જ તાત્કાલિક પોલીસના મોટા મોટા અધિકારીઓ પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. અને તેઓએ દ્રશ્ય જોતાની સાથે જ કાર્યવાહી શરૂ કરી દીધી હતી. આ મામલો મધ્યપ્રદેશના વિદિશાથી 10 કિલોમીટર દૂર આવેલા એક હાઇવે પાસેથી સામે આવ્યો છે..

હાઇવે પરની એક હોટલના પાર્કિંગ એરિયામાં એક કાર ચાર દિવસથી બંધ હાલતમાં પડેલી હતી. શરૂઆતમાં તો હોટલના પાર્કિંગ મેનેજમેન્ટના લોકોને લાગ્યું કે, આ કારનો માલિક પોતાની કાર મૂકીને અન્ય કોઈ વાહનમાં કોઈ બીજી જગ્યાએ મુસાફરી કરવા માટે ચાલ્યો ગયો હશે..

તે થોડા ઘણા સમયમાં પરત આવીને આ કાર લઈને જતો રહેશે, પરંતુ આ કાર ચાર દિવસ સુધી એની એજ જગ્યા પર પડેલી હતી. તેમજ આ કાર સૌ કોઈ લોકોનું ધ્યાન પોતાની તરફ ખેંચતી હોય તેવું લાગતું હતું. આ ઉપરાંત તે પાર્કિંગમાં વધારે જગ્યા રોકતી હોવાને કારણે પાર્કિંગના અધિકારીઓએ આ કારમાં જોવાની કોશિશ કરી હતી..

તેઓએ વિચાર્યું કે, જો તેનો માલિક કારની અંદર બેઠેલો હશે, તો તેઓ તેને કહીને આ કારને ત્યાંથી હટાવી લેશે, પરંતુ કારની અંદરનું દ્રશ્ય જોતા જ તેવું હચમચી ગયા હતા અને તાત્કાલિક હોટલના માલિકને પણ બોલાવી લેવામાં આવ્યો. ત્યારબાદ તેઓએ આ બનાવની જાણ ત્યાંના સ્થાનિક પોલીસને પણ કરી હતી..

પોલીસનો કાફલો ઘટના સ્થળે તાત્કાલિક પહોંચ્યો અને કારનો દરવાજો ખોલતા જ પોલીસ પણ ચોકી ઉઠી હતી. કારણ કે આ મામલો જોતા જ સૌ કોઈ લોકોના ડોળા ફાટી ગયા હતા. પોલીસ એ જ્યારે આ કારનો દરવાજો ખોલ્યો ત્યારે અંદરથી કોઈ અજાણ્યા યુવકની લાશ મળી આવી હતી.

જે કારના પાછળની સીટ ઉપર પડી હતી, આ સાથે સાથે તેમાંથી ખૂબ જ દુર્ગંધ આવતી હતી. પોલીસે તાત્કાલિક આ લાશને કારમાંથી બહાર કાઢી હતી અને પોસ્ટમોર્ટમ માટે સરકારી હોસ્પિટલમાં મોકલી આપી હતી. આ મૃતક વ્યક્તિ કોણ છે, તેની જાણ મેળવવા માટે પોલીસે તપાસ ચલાવી હતી..

જેમાં જણાવ્યું કે, આ યુવકનું નામ બજરંગ ચૌહાણ છે. અને તે પોતે સીલવાનીનો રહેવાસી છે. તેનું મૃત્યુ કેવી રીતે થયું છે, તેની જાણ પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ જાણવા મળશે. આ કારમાંથી અન્ય ચીજ વસ્તુઓની પણ તપાસ કરીને પુરાવાઓ એકઠા કરવામાં આવ્યા હતા.

આ કારના નંબર પ્લેટ ના આધારે કારનો માલિક કોણ છે તેમજ હાઇવે પરના સીસીટીવી કેમેરાની પણ મદદ લેવામાં આવી રહી છે કે આ કાર કયા વિસ્તારમાંથી પસાર થઈને કયા વિસ્તારમાં જઈ રહી હતી. શરીર પરના નિશાનો તેમજ આસપાસના પુરાવા પરથી પોલીસની પ્રાથમિક તપાસમાં મામલો .હ.ત્યા.નો હોય તેવું સામે આવ્યું છે.

પરંતુ કોઈ અજાણ્યા યુવકની લાશ હોટલના મેનેજમેન્ટના વ્યક્તિઓએ જોતા જ તેઓ સમસમી ઉઠ્યા છે. હોટલના પટાંગણમાં એકાએક અરેરાટીનો માહોલ સર્જાઈ ગયો છે. આ બનાવને લઈને મોટા મોટા અધિકારીઓ એ તપાસના આદેશ આપી દીધા છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *