Breaking News

હાઈવે ઉપર કોઈપણની મદદ કરતા પેહલા આ લેખ જરૂર વાંચી લો! આ ગેંગના લોકો મદદ કરનારને… વાંચો..!

હાઈવે ઉપર લૂંટફાટના બનાવમાં દિવસે ને દિવસે વધારો થઈ રહ્યો છે. હવે તો હાઇવે પર પરિવહન પણ સુરક્ષિત રહ્યું નથી. કારણકે હાઈવે પર લૂંટફાટ કરતી ટોળકી સક્રિય બની છે. જે મદદના બહાને કારમાં બેસી ગયા બાદ હથિયાર ની અણીએ માલિકને લૂંટી નાખે છે.

થોડા દિવસ પહેલા બનાસકાંઠા ના વેપારી સાથે એક લૂંટનો બનાવ બન્યો હતો જેની ફરિયાદ પોલીસમાં નોંધાવતા જ પોલીસ તે તેમને પકડવા માટે ના પગલા હાથે કર્યા હતા અને ગઈકાલે તેઓને પકડી પાડયા છે.

કારનો માલિક રમેશ ચૌધરી હાઇવે પરથી પસાર થઈ રહ્યો હતો. ત્યારે અડાલજથી તેની કારમાં મદદ માટે બે થી ત્રણ લોકો મુસાફર બનીને બેસી ગયા હતા. રમેશ ચૌધરી ની કારની ડીકી માં 20 લાખ રોકડા હતા. તે ગાંધીનગરથી બનાસકાંઠાના ધીમા ગામે જતા હતા. પરંતુ માનવતા ખાતર તે મુસાફરોને તેણે પોતાની કારમાં બેસાડ્યા હતા.

પરંતુ તેઓ મુસાફર નહીં પણ લૂંટફાટની ટોળકી ના માણસો હતા. ઉંઝા ઉનાવા ગામ આવતા જ મુસાફરને ઉલટી થતી હોવાનું બહાનું બતાવીને કાર ને ઉભી રાખવા કહ્યું હતું. જેવી કાર ઊભી રહી કે તરત જ પાછળ બેઠેલા બે લોકોએ હથિ,યાર બતાવીને કારમાંથી ઉતરી જવા માટે કહ્યું હતું.

ત્યારે રમેશ ચૌધરી ડરી ગયો હતો. અને પોતાનો જીવ બચાવવા ખાતર કારમાંથી ઉતરી ગયો હતો. ત્યારબાદ તે આરોપીઓ રાજસ્થાન તરફ આગળ વધ્યા હતા. અને ગાડીની નંબર પ્લેટ પણ બદલી નાખી હતી. આરોપીઓ આ ગુના આચરીને રાજસ્થાનના પચપદરા ખાતે ભાગી ગયા હતા.

પરંતુ મહેસાણા એલસીબીને સૂત્રો દ્વારા જાણવા મળતાં જ તેઓને ઝડપી લેવામાં આવ્યા હતા. અને આ ગુનાનો ભેદ ઉકેલાઇ ગયો હતો. પરંતુ હજી પણ આ ગુનામાં અંજામ આપનાર બે લોકો પોલીસની પકડમાં આવ્યા નથી. જે લોકોને પોલીસે ઝડપી પાડ્યા છે તેઓ ભૂતકાળમાં પણ પોતાની ટોળકી સાથે મળીને અનેક લોકોને લૂંટી ને ગુનાને અંજામ આપી ચૂક્યા છે.

તેમજ પોલીસ પર ફાયરિંગ કરવાનો પણ ગુનો આરોપી વિરુદ્ધ નોંધાયેલો છે. આરોપીઓનાં નામ બિશ્નોઈ શ્રવણ રામ છે. બિશ્નોઈ શ્રવણ રામ અને તેની ટોળકી સામે રાજસ્થાન તેમજ ગુજરાત રાજ્યમાં ટોટલ 24 કરતા વધારે લૂંટફાટના ગુનાઓ નોંધાયેલા છે.

પોલીસે આ ગુનાના મુખ્ય આરોપી બિશ્નોઈ શ્રવણ રામને ઝડપી પાડયો છે. તેમજ જેલના હવાલે પણ કરી દીધો છે. પોલીસે આરોપીને ઊંઝાની કોર્ટમાં રજૂ કરીને રિમાન્ડની માગણી કરી હતી. જે મુજબ કોર્ટે છ દિવસના રિમાન્ડ મંજૂર કરી દીધા છે. જોકે આ ગુનાના બે આરોપી હજુ ફરાર છે.

જેને પકડવા માટે પોલીસ પુરતી મહેનત કરી રહી છે. જો તમને પણ હાઇવે પર કોઈ આ પ્રકારના માણસો મદદ માટે ઉભી રાખવાનું કહે અને તમારી કારમાં તમારી સાથે જોખમ હોય તો ક્યારેય તમારે કાર ઉભી રાખવી નહીં. તેમજ તેઓને તમારી કારમાં બેસાડવા નહીં. કારણકે આપણે પણ નથી ઓળખી શકતા કે આ લોકો હકીકતમાં મુસાફરો છે કે લૂંટફાટની ટોળકી..

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *