Breaking News

હાઈવેની હોટેલ પાસે કોથળો પડેલો જોયો, મસ્તી મજાકમાં જ્યારે ઊંચો કરીને જોયું તો મળ્યું એવું કે, લોકો ચક્કર ખાઈ ગયા..!

અમુક વખત એવા ઓચિંતા બનાવો બનતા હોય કે, મસ્તી મજાકમાં કરેલી હરકતો ખૂબ જ મોટી મુશ્કેલીમાં મૂકી દેતી હોય છે. હાઇવે ઉપર જુદી-જુદી ચીજ વસ્તુઓના બનાવો છાશવારે સામે આવે છે. કોઈ વખત અકસ્માત ન બનાવવું હોય તો કોઈ વખત નાની બાબતોને લઈને ગુસ્સે ભરાઈ મારામારીના દ્રશ્યો પણ સર્જાતા હોય છે.

અને અત્યારે હાઇવે ઉપર આવેલી એક હોટલ પાસેથી એવી ચીજ વસ્તુ મળી આવી છે કે, આસપાસના સૌ કોઈ વિસ્તારમાં ભારે હડકંપ મચી ગયો છે. આ ઘટના રાજગઢ જિલ્લાની જેમાં મચલપુર થી લગભગ ત્રણ કિલોમીટર દૂર સોયાદ પાચોર હાઈવે આવેલો છે. આ હાઇવે ઉપર આવેલી ભવાની હોટલ પાસે મસ્તી મજાક કરતી વખતે એક કોથળાને ઉંચો કરવામાં આવ્યો હતો..

અને આ કોથળાની નીચેથી એવી ચીજ વસ્તુ મળી આવી છે કે, તાત્કાલિક ધોરણે પોલીસની ગાડીઓ દોડતી થઈ હતી. હાઇવે ઉપર આવેલી ભવાની હોટલમાં બે યુવકો જમવા માટે રોકાયા હતા. જમ્યા બાદ તેઓ હોટલની બહાર બે ઘડી આંટા ફેરા લગાવતા હતા. અને ત્યારબાદ તેઓ ફરી પાછા મુસાફરી કરવા લાગવાના હતા..

તેઓ આંટા ફેરા લગાવતી વખતે હોટલની બાજુના ખેતરના કાંઠે એ કોથળો પડ્યો હતો અને મસ્તી મજાક કરતા કરતા એક યુવકે આ કોથળાને ઉંચો કરીને જોવાની કોશિશ કરી હતી. એવામાં કોથળાની નીચેથી એક વ્યક્તિની લાશ મળી આવી હતી. આ જોતા જ તેના મોતિયા મરી ગયા હતા..

તેને તાત્કાલિક ધોરણે હોટલના માલિકને ત્યાં બોલાવ્યો અને જણાવ્યું કે, આ ખેતરમાં આ યુવકની લાશ પડી છે. અને તમને ખબર પણ નથી..? આખરે તમારી બાજુમાં જ રહેલા ખેતરનું ધ્યાન તમારે રાખવું જોઈએ. આ બાબતે વધારે ચર્ચા વિચારણા ન કરતા તાત્કાલિક આ બંને યુવકોએ પોલીસને પણ જાણકારી આપી હતી..

પોલીસ નો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો અને તપાસ ચલાવવામાં આવી હતી. આ કોથળા નીચેથી લોહી લુહાણ હાલતમાં એક યુવકનું મૃતદેહ મળી આવ્યો હતો. આ યુવક કોણ છે.? તેમજ આ યુવકને કોણે મોતને ઘાટ ઉતારીને અહીં ફેંકી દીધો છે..? આ તમામ પ્રશ્નોની જાણકારી આગામી તપાસમાં મેળવવા પોલીસ જઈ રહી હતી..

આ પહેલા પોલીસે હોટલના માલિક તેમજ આ બંને યુવકોની સાથે સાથે ત્યાં આસપાસ ઉભેલા અન્ય વ્યક્તિઓના પણ નિવેદનો નોંધ્યા હતા. જ્યારે તપાસ ચલાવવામાં આવી ત્યારે જાણકારી મળી કે, ઘોઘાપુર ગામમાં રહેતો 26 વર્ષનો દુર્ગેશ વહેલી સવારે આ હાઇવે ઉપરથી પસાર થતો હતો..

અને તે પોતાના ઘરે પહોંચ્યો નથી. તેના પરિવારજનો પણ તેને શોધખોળ કરી રહ્યા છે. પરંતુ ક્યાંથી દુર્ગેશનો અતો પતો લાગ્યો નથી, અને અત્યારે 26 વર્ષના દુર્ગેશની લાશ મળી આવતા ભારે ચકચાર મચી જવા પામ્યો છે. દુર્ગેશના પરિવારજનોને હજુ જાણ કરવામાં આવી નથી. પરંતુ જ્યારે તેના માતા-પિતા અને પરિવારના અન્ય સભ્યોને જાણકારી મળશે કે, દુર્ગેશનું મૃત્યુ થઈ ગયું છે..

અને કોઈ અજાણ્યા વ્યક્તિએ તેને મોતને ઘાટ ઉતારી દીધો છે. ત્યારે આ દુઃખને સહન કરવું તેમના માટે મુશ્કેલ જ નહીં પરંતુ નામુમકીન સમાન બની જશે, કારણકે દુર્ગેશ તેના માતા પિતાનો એકનો એક દીકરો હતો. ત્રણેય બહેનો પણ દુર્ગેશના મોતના સમાચાર સાંભળતા જ ભાંગી પડશે..

આ ઉપરાંત મારે દુઃખનું માતમ પણ છવાઈ જશે. પરંતુ હવે આ ઘટનાને કોઈપણ અટકાવી શકે તેમ નથી. હાલ આ બાબતને લઈને પોલીસ વધુ પૂછપરછ શરૂ કરી આરોપીને શોધખોળ હાથ ધરી છે. જયારે જ્યારે આવી હચમચાવી દેતી ઘટનાઓ સામે આવે છે ત્યારે સૌ કોઈ લોકોમાં ભારે ફફળાટ મચી જતો હોઈ છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

ઘર પાછળના વાડામાં કામ કરતી દીકરાની વહુને જોઈને નરાધમ સસરાએ દાનત બગાડી કરી નાખ્યું એવું કે પરિવાર બદનામ થઈ ગયો, જાણો..!

દરેક વ્યક્તિમાં સારી સમજણ હોય તો ક્યારે પણ કોઈ વ્યક્તિ મોટી મુશ્કેલીઓનો ભોગ બનતો નથી, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *