ઉનાળો બળબળતા અગન ગોળાઓ વરસાવવા માટે રેડી થઇ ગયો છે. હવામાન વિભાગે પણ આગાહી આપતા જણાવી દીધું છે કે હવે ગરમી તેજ બનવા જઈ રહી છે. હવામાન વિભાગે આગાહી કરતા જણાવ્યું છે કે 1 તારીખથી લઈને 3 તારીખ સુધી ભારે ગરમીનો અહેસાસ થશે.
આ આગાહી કચ્છ, સૌરાષ્ટ્ર અને ઉતર ગુજરાતના જીલ્લાઓમાં આપવામાં આવી છે. તો બીજી આજુ દક્ષીણ ગુજરાતના જીલ્લાઓમાં પણ ખુબ ગંભીર તાપ પડી રહ્યો છે. આ આગાહીને પગલે તાપમાનનો પારો 43 ડીગ્રીને પાર પહોચી જવાની પૂરે પૂરી શક્યતાઓ રહેલી છે. એપ્રિલ મહિનાની શરૂઆત થતા જ કાળઝાળ ગરમીની શરૂઆત થઇ ગઈ છે.
મધ્ય ગુજરાતના જીલ્લાઓમાં ભારે માત્રામાં તાપ પડતા જ બપોરનો સમય કાઢવો ખુબ જ મુશ્કેલ બની રહ્યો છે. અમદાવાદ અને વડોદરા સહિતના જીલ્લાઓમાં હવામાન વિભાગે હિટવેવની આગાહી આપી છે. હીટવેવને પગલે ગરમ લુ ફૂલ સ્પીડમાં ફૂંકાશે. તાપમાન વધીને 45 ડીગ્રીએ જતું રેહશે તેવી પણ આશંકાઓ રહેલી છે.
આ તડકાને લઈને કેટલીક સાવચેતી રાખવા માટે પણ હવામાન વિભાગે જાહેરાત કરી છે. અને જણાવ્યું છે કે નાના બાળકો તેમજ વડીલોને અતિશય તડકામાં ન જવા દેવા. આ સાથે સાથે આછા કલરના કપડાં તેમજ કોટનના કપડા પહેરવા માટે જણાવ્યું છે. જેથી કરીને તડકાની વધારે પડતી અસર શરીર પર ન થાય..
તેમજ બપોરના સમયે બહાર નીકળતી વખતે શરીર પર તેમજ માથાના ભાગે ઠંડા વસ્ત્રો રાખવાનું જણાવ્યું છે. હવામાન વિભાગે વધુમાં જણાવ્યું છે કે, છેલ્લા દસ વર્ષમાં માર્ચ મહિનાની અંદર પહેલી વાર આટલી બધી ગરમી જોવા મળી રહી છે. કારણ કે મોટા ભાગે માર્ચ મહિનો પૂરો થતાની સાથે ગરમીની ગતિ વધતી હોય છે.
પરંતુ આ વર્ષે માર્ચ મહિનાની શરૂઆતમાં જ તાપમાન ૪૨ કે ૪૫ ડિગ્રી આસપાસ પહોંચી જતા રાજ્યના નાગરિકો ગરમીથી ત્રાહિમામ પોકારી ગયા છે. હવામાન શાસ્ત્રી અંકિત પટેલે કહ્યું છે કે, અમદાવાદમાં 25 માર્ચ આસપાસ ગરમીનો પારો ૪૨ ડિગ્રી આજુબાજુ પહોંચ્યો હોય છે.. પરંતુ આ વર્ષે 15 માર્ચ આવતાની સાથે જ ગરમીનો પારો ૪૧ ડિગ્રીએ પહોંચી ગયો છે. આ બાબત ૨૦ વર્ષમાં પહેલી વાર બની છે.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]