Breaking News

“હે.. ભગવાન..! મારા માં-બાપનું ધ્યાન રાખજે” એવું ચિઠ્ઠીમાં લખીને યુવકે તળાવમાં કુદી ગયો, ચિઠ્ઠી વાંચતા જ માં-બાપનો પણ સાથ છૂટી ગયો..! ઓમ શાંતિ..

દિન પ્રતિદિન આપઘાતના ખૂબ જ વધારે બનાવો સામે આવા લાગ્યા છે. રોજ-રોજ કોઈને કોઈ વિસ્તારમાંથી વ્યક્તિ આપઘાત કરીને જીવન ટૂંકાવી દે છે. જ્યારે આપણે આવા બનાવો સાંભળીએ છીએ ત્યારે આપણું મગજ પણ કામ કરતું બંધ થઈ જાય છે અને વિચારવા મજબૂર બનીએ છીએ કે, આખરે વ્યક્તિને એવું તો કેવું દુઃખ આવી પડતું હશે કે તેઓ દુઃખને સહન કરી શકતા નથી..

અને અંતે કંટાળી જઈને જીવન ટૂંકાવી દઈને જીવનની મોહમાયા અને સંકેલી લે છે. જ્યારે ઘટનાનું મૂળ જાણવામાં આવે ત્યારે સૌ કોઈ લોકોના ડોળા ફાટેલા રહી જતા હોય છે. અત્યારે એક ખૂબ જ ચમકાવનારા આપઘાતનો કિસ્સો સામે આવ્યો છે આ ઘટના ગાલીમ પુરની નજીક આવેલી ક્રિષ્ના નગર સોસાયટીની છે..

આ સોસાયટીમાં ચેતન વર્મા નામનો યુવક તેના પરિવાર સાથે રહે છે. પરિવારમાં તેના પિતા જસરાજભાઈ તેની માતા દામિનીબેનનો સમાવેશ થાય છે. ચેતન એક ખાનગી કંપનીમાં મેનેજર તરીકેની નોકરી કરતો હતો. ચેતનની ઉંમર ૩૫ વર્ષની થઈ ગયા બાદ પણ તેના લગ્ન ન થયા હોવાને કારણે તે અવારનવાર ખૂબ જ ચિંતિત રહેતો હતો..

તેના માતા-પિતાને પણ આ ચિંતા ખૂબ જ સતાવતી હતી, છેલ્લા કેટલાક સમયથી તો તે ખૂબ જ વધારે પડતી ચિંતામાં સપડાઈ ગયો હતો કારણકે તેની આ નોકરી પણ છૂટી ગઈ હતી. જ્યારે તેના માતા-પિતા નિવૃત્ત થઈ ગયા હોવાથી હવે તમામ જવાબદારી તેના ખભા ઉપર આવી પડી હતી…

પરંતુ તેને ક્યારેય પણ પરિવારજનોને આ બધી દુઃખદ બાબતોનો અહેસાસ થવા દીધો નહીં. એક દિવસ અચાનક જ ચેતન ઘરેથી ગાયબ થઈ ગયો હતો. બે દિવસ સુધી ચેતન ઘરે પરતના આવતા તેના માતા પિતાએ તેને શોધખોળ કરવાનું શરૂ કર્યું હતું. શરૂઆતમાં તો તેના માતા પિતાને લાગ્યું કે, ચેતન તેના મિત્રોની સાથે કોઈ કામ માટે બહારગામ ગયો હશે..

પરંતુ તેનો સંપર્ક ન થતા પરિવારજનોને ચિંતા થવા લાગી અને નજીકના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ નોંધાવી કે, ચેતન ઘરેથી ગાયબ થઈ ગયો છે. જ્યારે ફરિયાદના આધારે પોલીસે તપાસ શરૂ કરી ત્યારે તેના અંતિમ લોકેશન ઉપરથી ખબર પડી કે, ચેતન શહેરની બહાર આવેલા એક તળાવ માં કૂદી ગયો છે..

આ તળાવની અંદર તરવૈયાઓ એ ચેતનની લાશને શોધી કાઢી હતી. ચેતનને મૃત હાલતમાં જોઈને તેના પિતા જસરાજભાઈ અને તેની માતા દામિની બહેન બંનેની તબિયત લથડવા લાગી અને બંને નીચે ચકકર ખાઈને ઢળી પડ્યા હતા. જેમાં દામિની બહેન દુઃખની આ ઘડી સહન કરી શક્યા નહીં અને તેમને ખૂબ જ ઉંડો આઘાત લાગતા તેમનું પણ મૃત્યુ થઈ ગયું હતું..

હવે પરિવારમાં માત્ર જસરાજ ભાઈ જ બચયા હતા. તેમના માટે દુઃખની આ ઘડી સહન થઈ શકી નહીં. તેમને સાંતાવના પાઠવવા માટે તેમના આસપાસમાં રહેતા પડોશીઓ પણ આવી પહોંચ્યા હતા. ચેતને તેના રૂમની અંદર પાકીટમાં એક અંતિમ ચિઠ્ઠી પણ મૂકી હતી. જેમાં લખ્યું હતું કે, હે ભગવાન મારા મા બાપનું ધ્યાન રાખજે હવે હું જીવન ટૂંકાવવા જઈ રહ્યો છું..

હું આ જિંદગીથી ખૂબ જ કંટાળી ગયો છું, મેં ઘણી બધી મહેનત કરી છતાં પણ મને મહેનતનું ફળ મળ્યું નથી અને હવે પરિવારની જવાબદારી મારા ખભા ઉપર આવી પડી છે. ત્યારે દરેક જગ્યાએ મારે નિષ્ફળતાનો સામનો કરવો પડ્યો છે. હવે હું મારા પરિવારને સાચવી શકું તેમ નથી. એટલા માટે હું જીવન ટૂંકાવા જઈ રહ્યો છું..

પરંતુ તમે મારા બાપનું ધ્યાન રાખજો તેમ કહીને આ યુવકે જીવન ટૂંકાવી દીધું છે. ચિઠ્ઠી વાંચતા જ જશરાજભાઈ પણ ખૂબ જ હચમચી ઉઠ્યા હતા. દામીની બેન તો તેના દીકરાના મૃત્યુનો આઘાતમાં આટલા બધા સરી પડ્યા કે તેમનું પણ મૃત્યુ થઈ ગયું હતું. એક જ પરિવારમાં એક સાથે બે અર્થીઓ ઉઠતા પરિવાર માટે કાળ ત્રાટકી પડ્યો હતો..

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *