“હવે જીવનથી કંટાળી ગયો છું” કહીને ડોકટરે બેહોશીના ઇન્જેક્શન લઈને કરી લીધો આપઘાત, 7 પેજની અંતિમ નોટ વાંચી સૌ કોઈ હલબલી ગયા..!

અવારનવાર સમાજમાં ઘણા બધા ચોકાવનારા કિસ્સાઓ બની રહ્યા છે. લોકો પોતાની જિંદગીથી કંટાળીને ગંભીર પગલા ભરી રહ્યા છે અને તેમના પરિવારજનોને મુશ્કેલીમાં મૂકી રહ્યા છે આવી જ એક ઘટના હાલમાં સામે આવી હતી. ડોક્ટરો હંમેશા લોકોના જીવ બચાવી રહ્યા હોય છે પરંતુ ક્યારેક એવી પણ ઘટના બની જાય છે,

જેમાં ડોક્ટરો પોતાના જીવ ગુમાવી રહ્યા છે. આવી જ એક ઘટના અલવરના બેહરોરમાં બની હતી. ગુરુગ્રામના ફારુક નગરમાં એક હોસ્પિટલના કૈલાશ પાર્ક નગરમાં ડોક્ટર રહેતા હતા. ડોક્ટરનું નામ મનીષભાઈ હતું. તેમની ઉંમર 28 વર્ષની હતી. મનીષભાઈના માતા-પિતા હરિયાણામાં રહેતા હતા. તેમના પરિવારમાં મોટાભાઈ અને માતા-પિતા તેમજ મનીષભાઈ રહેતા હતા.

પરંતુ મનીષભાઈએ ડોક્ટરનો અભ્યાસ કર્યો હોવાને કારણે તેઓ નોકરી માટે અલવર જિલ્લામાં આવ્યા હતા. મનીષભાઈના મોટાભાઈનું નામ પવન છે. તેઓ એન્જિનિયર છે અને તેમના પિતાનું નામ લાલસિંહ છે તેઓ ખાનગી નોકરી કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે અને મનીષભાઈની માતા ગૃહિણી છે.

મનીષભાઈ તેમના પરિવાર સાથે ખૂબ જ રાજી ખુશીથી રહેતા હતા તેમના પરિવારના લોકોએ ઘણી બધી મુશ્કેલીઓ સહન કરીને મનીષભાઈ ને ડોક્ટર બનાવ્યા હતા. મનીષભાઈ ની 7-8 મહિના પહેલા જ કૈલાશ પાર્ક હોસ્પિટલમાં સગાઈ કરવામાં આવી હતી. ડોક્ટર મનીષભાઈ સૈનીની ગુરુગ્રામથી બદલી કરવામાં આવી હતી.

તેઓ બદલી બાદ હોસ્પિટલ પરિસરમાં બનેલા ફ્લેટમાં રહેતા હતા તેમની સાથે બીજા બે ડોક્ટરો રહેતા હતા. મનીષભાઈ ગુડગાંવથી બહેરોરમાં બદલી બાદ રહેવા લાગ્યા હતા અને તેઓ સવારના 9:00 વાગ્યાથી સાંજના 6:00 વાગ્યા સુધીની નોકરી કરતા હતા. મનીષભાઈ હોસ્પિટલમાં મેનેજમેન્ટ નું કામ જોતા હતા પરંતુ તે કોઈ વાતથી પોતાની જિંદગીથી કંટાળી ગયા હતા.

તેઓ અવારનવાર પોતાના પરિવારજનોને વળતર આપી રહ્યા નથી તેમ કહી રહ્યા હતા. એક દિવસ તેમણે પોતાના ઘરે પરત આવીને પોતાની નિષ્ફળતાથી કંટાળી ગયેલા મનીષભાઈએ પોતાના ડાબા હાથમાં ઇન્જેક્શન લગાવી દીધું હતું અને તેઓ જમીન પર ઢળી પડ્યા હતા ત્યારબાદ સવારના સમય થતાં મનીષભાઈ નોકરી પર ગયા ન હતા.

જેના કારણે હોસ્પિટલના લોકોએ મનીષભાઈ ના ઘરે આવીને તપાસ કરી ત્યારે મનીષભાઈ નો દરવાજો ખટખટ આવતા દરવાજો ખોલ્યો ન હતો જેના કારણે દરવાજો તોડીને લોકો અંદર ગયા હતા અને તેમને જોયું તો મનીષભાઈ જમીન પર પડેલા મળ્યા હતા, જેના કારણે તરત જ એમ્બ્યુલન્સ ને ફોન કરવામાં આવ્યો હતો અને તેમની હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા.

ડોક્ટરે તપાસ બાદ મનીષભાઈ ને મૃત જાહેર કર્યા હતા. મનીષભાઈના મોટાભાઈ પવનને પણ હરિયાણા આ વાતની જાણ કરવામાં આવી હતી પરંતુ તેઓ મનીષભાઈ પાસે પહોંચ્યા ત્યારે તેમને મનીષભાઈએ આપઘાત કર્યાની ખબર પડી હતી. મનીષભાઈ એ પોતાની જિંદગીથી કંટાળીને બેહોશીનું ઇન્જેક્શન પોતાની લગાવી દીધું હતું.

અને તેમણે આપઘાત કરી દીધો હતો. પોલીસને આ ઘટનાની જાણ કરવામાં આવી હતી જેના કારણે પોલીસે ઘટનાસ્થળે પહોંચી હતી અને પોલીસને મનીષભાઈના રૂમમાંથી 7 પાનાની અંતિમ નોટ પણ મળી આવી હતી અંતિમ નોટ વાંચતા દરેક લોકોના હોશ ઉડી ગયા મનીષભાઈ ના પરિવારજનો પણ આઘાતમાં આવી ગયા હતા.

મનીષભાઈએ લખ્યું હતું કે, ‘હું મારી જીવનની નિષ્ફળતાથી કંટાળી ગયો છું અને હું ઘણા સમયથી આ બધું સહન કરી રહ્યો હતો, આ પગલું મારે પહેલા ભરી લેવાનું હતું, મને શું કરવું તે ખબર પડતી નથી અને નિષ્ફળતા હવે સહન થતી નથી. મહેનત ખૂબ જ કરી હતી પરંતુ મહેનતનું ફળ મળ્યું નથી, સફળ થવા માટે મેં બધું દાવ પર લગાવ્યું હતું, જે બધું મને યાદ છે,..

મારા ઘર ચલાવવાના પણ પૈસા ઓછા પડતા હતા છતાં પણ ઘરના લોકોએ મને ખૂબ જ ભણાવ્યો હતો અને મને ડોક્ટર બનાવવા માટે ઘણી બધી મહેનત કરી હતી પરંતુ તેઓને હું પૂરતું વળતર આપી શક્યો નથી જેનું મને ખૂબ જ દુઃખ થઈ રહ્યું છે મને આખી રાત ઊંઘ ના આવી જેના કારણે મને શું કરવું તે સમજાયું ન હતું અને હું ખૂબ જ કંટાળી ગયો હતો,..

જેના કારણે મેં આ પગલું ભરી લીધું છે પાછળ કોઈ જવાબદાર નથી’ તેમ કહીને તેમણે આ પગલું ભરી લીધુ હતું. ત્યારબાદ પોલીસ આગળની તપાસ કરી રહી હતી. મનીષભાઈના પરિવારજનો ખૂબ જ આઘાતમાં આવી ગયા હતા અને હોસ્પિટલના સ્ટાફના લોકો પણ નિરાશ થઈ ગયા હતા. આજકાલ લોકો પોતાની જિંદગીથી કંટાળીને પોતાના જીવ ગુમાવી રહ્યા છે

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

Leave a Comment