Breaking News

અંબાલાલની મોટી આગાહી : હવે આ તારીખે ચોમાસુ થશે પૂર્ણ, એ પેહલા આ વિસ્તારમા પડશે ભારે વરસાદ….

ગુજરાતમાં અત્યારે વાતાવરણ એકદમ સુકું સુકું દેખાઈ રહ્યું છે પરતું આ વાતાવરણને જોતા એવું લાગે છે કે વરસાદની સિઝન પૂરી થવા આવી છે અથવા તો પૂરી પણ થઈ ગઈ છે. પરતું હવામાન શાસ્ત્રીઓ અને હવામાન વિભાગએ જણાવ્યા મુજબ ચોમાસું પૂર્ણ થવાનાના સમયમાં આબોહવાની લીધે વધારો થયો છે…

હવામાન વિભાગ અને ગુજરાતના જાણીતા હવામાન શાસ્ત્રીના મતે ગુજરાતમાં ચોમાસું 7 તારીખ પછી સમાપ્ત થવાનું હતું પરતું હવે દરિયા પરથી વાતા પવન આબોહવાને કારણે તેઓએ ફરીવાર જણાવતા કહ્યું છે કે હવે ગુજરાતમાંથી ચોમાસું વિદાય લેવામાં વધારે માં વધારે 10  દિવસનો સમય જરૂર લેશે…

સાથે સાથે જણાવતા કહ્યું છે કે ગુજરાતમાંથી ચોમાસું પૂર્ણ થાય એ પહેલા મેઘરાજા ધમાકેદાર બેટીંગ કરીને વિદાય લેશે. હવામાન વિભાગે કરેલી આગાહી મુજબ આ વર્ષનું ચોમાસુ 10 દિવસ મોડું એટલે કે 16 કે 17 તારીખ આસપાસ વિદાય લેશે. જોકે આ સમય દિવાળીથી ખુબ જ નજીક છે તેથી એવું કહી શકાય કે આ વર્ષે ચોમાસુ ખુબ લાંબુ ચાલ્યું છે.

આ પહેલા જયારે હવામાન વિભાગ દ્વારા ચોમાસાના વિદાયની આગાહી કરવામાં આવી હતી ત્યારે ગુલાબ વાવાઝોડાની બીજી અસરો દેખાતી નોહતી પરતું હવે તે વાવાઝોડા ની અન્ય અસરોને લીધે થોડું મોડું વિદાય લેશે. તેમજ જણાવ્યું છે કે ચોમાસું જલ્દી જ પૂરું થવાના આરે હોવાની સાથે અમુક જીલ્લામાં જગતનો તાત રાજી છે તો અમુક જગ્યા પર નારાજ.

કેમ કે સૌરાષ્ટ્ર અને દક્ષીણ ગુજરાતના ખેડૂતોને ભરપુર પ્રમાણમાં પાણી મળી રહ્યું છે તેમજ ખુબ જ ભારે વરસાદ વરસતા તેમની ખેતીમાં સાવ નુકસાન થયું છે. તેથી જો હવે વરસાદ ન આવે તો તેઓના બચેલા પાકમાં કૈક વળતર મળી રહે… જયારે ઉત્તર ગુજરાત અને કચ્છના ખેડૂતો નારાજ થશે કારણકે ત્યાં જરૂર છે તેટલો વરસાદ વરસ્યો નથી તેમજ મોટા ભાગના જળાશયો પણ ખાલી છે.

ગુજરાતમાં ચોમાસાને લઈને જાણીતા હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે મોટી આગાહી કરતા જણાવ્યું છે કે, ગુજરાતના દરિયાકાંઠે થોડાક દિવસો સુધી ભારે પવન ફૂંકાય તેવી શક્યતાઓ રહેલી છે. તેમજ આબોહવાને સુકી થતા થતા સમય લાગશે તેથી દરિયાકિનારાના વિસ્તારોમાં બફારાનું પ્રમાણ પણ વધારે થશે.

આ સાથે સાથે તેઓએ આગાહી કરતા જણાવ્યું છે કે 8 ઓક્ટોબર થી 12 ઓક્ટોબર સુધીમાં મધ્ય ગુજરાત સહિત સૌરાષ્ટ્રમાં પણ વરસાદ પડી શકે છે. તેમજ દક્ષીણ ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં નાના નાના વરસાદી ઝાપટા પડશે તેવું અનુમાન છે. આ વર્ષે કચ્છમાં ચોમાસુ 110 દિવસનું રહ્યું હતું અને કુલ 111 ટકા વરસાદ નોંધાયો હતો.

વરસો વર્ષ જોવા જઈએ તો કચ્છ જીલ્લામાં ચોમાસુ 20 સપ્ટેમ્બરે થી 25 સપ્ટેમ્બરે દરમિયાન વિદાય લે છે. પરંતુ બે મોટા ચક્રવાત જેમાંથી એક ગુલાબ અને અને બીજું શાહીન વાવાઝોડાની વારા ફરતી અસર થઈ હોવાના કારણે આ વખતે ચોમાસું લંબાયું હતું. અહીં સતત ત્રીજા વર્ષે સીઝનનો સરેરાશ વરસાદ 100 ટકાને પાર થયો હતો.

ગુજરાતમાં ચોમાસુ પૂર્ણ થવાની તારીખ હવામાન વિભાગે જણાવ્યું એટલે રાજ્યના ખેડૂતો માટે સારા સમાચાર રૂપે માની શકાય છે. કારણ કે આ વર્ષના વરસાદ માં ખેડૂતોને ખૂબ જ નુકસાન થયું છે. કપાસ, મગફળી ના પાકોમાં લાખોથી કરોડો રૂપિયાનું ધોવાણ થયું છે.

ગુજરાતમાં સપ્ટેમ્બર મહિનામાં મેઘરાજાએ મન મુકીને વરસ્યા છે જેથી મોસમનો સરેરાશ 94% વરસાદ નોંધાઈ ગયો છે. જ્યારે જૂન મહિનાથી લઈને ઓગસ્ટ મહિના સુધી માત્ર ૧૪ ઇંચ વરસાદ નોંધાયો હતો. જેથી વરસાદી પાણીની ખૂબ જ પડશે તેવું લાગી રહ્યું હતું પરંતુ વરસાદ એટલો બધો પડ્યો કે તેની ઘટ નહીં પણ હવે તો બધી પડ્યો છે.

દર વર્ષે જ્યારે મેઘરાજા વિદાય લે છે ત્યારે કડાકા-ભડાકા સાથે સાંબેલાધાર વરસાદને વિદાય લેતા હોય છે. તેવી જ રીતે આ વર્ષે પણ વિદાય લેશે. ગઈકાલે અમદાવાદ જિલ્લાના ઘણા તાલુકાઓમાં અતિભારે વરસાદ વરસ્યો હતો.

ભારે પવનના કારણે કપાસનો ફાલ પણ ખરી ગયો છે. તો તલ, અડદ અને મગ સહિતના કઠોળ નાશ પામ્યા છે. તેમજ ડુંગળી માં પાણી ભરાઈ જવાથી બગડી ગઈ છે. આમ એક પણ પાકમા નુકસાન ન હોય એવું બન્યું નથી..

જેથી ખેડૂતોને આ નુકસાની માંથી બહાર કાઢવામાં જે સરકાર યોગ્ય સહાય જરૂર બહાર પાડવી જોઈએ. જેથી કરીને જગતના તાતને વધારે પડતી મુશ્કેલીનો સામનો ન કરવો પડે. તેમજ ગુજરાતના 160 થી વધારે તાલુકામાં સળંગ 20 દિવસ સુધી વરસાદ વરસ્યો નથી. જેથી આખો ઉભા સુકાઈ ગયા હતા.

તો ભારતીય કિસાન સંઘે માંગણી કરી છે કે ખેડૂતોને કિશાન સહાય યોજનાનો સંપૂર્ણ અમલ અને વળતર મળે. તેમજ મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલ ને પત્ર લખીને માંગ પહોંચાડી છે કે પ્રાઈવેટ કંપનીઓ 2019 અને 2020 નો પાક વીમો હજુ પણ આપ્યો નથી. જેના માટે સરકાર યોગ્ય હસ્તક્ષેપ કરે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *