Breaking News

હવે આ તારીખથી મળી શકે છે માસ્ક માંથી છુટકારો, મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે જણાવી આ વાત.. જાણી લો..!

કોરોના સમયમાં લોકો કાળજી રાખવા માટે માસ્ક પહેરતા હતા. તેમાં સોશિયલ ડીસ્ટસિગનું પાલન કરતા હોય છે. કોવીડ થી બચવા માટે સરકારે વેકસીનેશનમાં પૂર ઝડપ રાખી હતી. પરંતુ હવે ગુજરાતમાં કોરોનાનું પ્રમાણ ધીમે ધીમે ઘટવા લાગ્યું છે. તેમજ દરેક લોકોએ વ્યક્તિ પણ લઈ લીધી છે..

જેથી સરકાર આવનારા સમયમાં માસ્કને ફરજિયાત થી મરજિયાત તરફ લઈ જવા માટે પ્રયાસ કરી રહી છે. આગામી ટૂંક સમયમાં ગુજરાત હાઈકોર્ટમાં અરજી થઈ શકે છે. તેવા સંકેતો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આપ્યા છે. તો બીજી બાજુ મોટા શહેરોમાં આપેલી રાત્રી કર્ફ્યુંની જાહેરાતનો અંત 11 તારીખે આવે છે..

ત્યારે હવે સરકાર આગામી સમયમાં શું પગલા લેશે તે વિચારવા લાયક બની જશે. 11 તારીખે સરકારની કમિટી બેઠક મળવાની છે જેમાં રાત્રી કર્ફ્યું અને આવનારા સમયમાં કોરોના લક્ષી કાર્યોની ચર્ચા થશે. ગાઈડલાઈન્સમાં સુધારા વધારાઓ પણ થઇ શકે છે. તેમજ માસ્ક પહેરવાને લઇને પણ ખુબ મોટા સમાચાર મળી શકે છે..

જોકે મુખ્યમંત્રીએ જણાવ્યું છે કે નાગરિકો હવે માસ્ક પહેરી પહેરીને કંટાળી ગયા છે. માસ્કને જલ્દી જ તેઓ મરજીયાત તરફ લઈ જાય તેવા સંકેતો મળી રહ્યા છે. એવું માનવામાં આવી રહ્યું છે, ગુરુવારે આઠ મહાનગરો સહિત કુલ 27 શહેરોમાં રાત્રિ કરફ્યૂની મુદ્દતમાં ઘટાડો થઈ શકે છે.

ગુજરાતમાં પોણા બે વર્ષથી માસ્ક ફરજીયાત છે. નિયમનો ભંગ કરનાર સામે એક હજારનો દંડ વસૂલવા હાઈકોર્ટે સરકારને નિર્દેશ આપ્યો હતો. આ વિષયે હાઈકોર્ટ સમક્ષ ફરીથી ફેરવિચારણા અરજી કરવાનો મૂડ સરકારે બનાવ્યો છે. વિશ્વના અનેક દેશોમાં જ્યાં ચેપનું પ્રમાણ નહિવત છે, નાગરિકો વેક્સિનેટેડ છે અને મોટાપાયે હર્ડ ઈમ્યુનિટી ડેવલપ થઈ ચૂકી છે ત્યાં માસ્કને મરજીયાત કરાયું છે.

માસ્ક ન પહેરવાને લઇને સરકાર કરોડો રૂપિયાનો દંડ ઉઘરાવી ચુકી છે. માસ્ક પહેરવું કે નહિ તે અંગે સરકાર વિચારણા કરી રહી છે. તેમજ આ નિર્ણય હાઈકોર્ટ લેશે.  રાત્રી કર્ફ્યુંને 10 વાગ્યાને બદલે 11 કે 12 વાગ્યા સુધીનો કરી નાખે તેવા સંકેતો મળી રહ્યા છે. હાલ ગુજરાતમાં કેસોમાં સતત ઘટાડો થતા લોકો રાહતનો શ્વાસ લઇ રહ્યા છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *