Breaking News

હવામાન વિભાગે કરી કાળઝાળ ગરમીની મોટી આગાહી, આકાશમાંથી ધગધગતા અગનગોળા વરસશે.. વાંચો..!

ગુજરાતમાં માવઠાની આગાહી આપવામાં આવી હતી. એ મુજબ મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના અમુક ભાગોમાં કમોસમી વરસાદ વરસ્યો હતો. પરંતુ હવે ગુજરાતના હવામાન વિભાગે તેમજ જાણીતા હવામાન નિષ્ણાતોએ પણ આગાહી કરતા જણાવ્યું છે કે સમગ્ર ગુજરાતમાં કાળઝાળ ગરમી પડવાની શરૂઆત થઇ જશે..

તેઓએ વધુમાં જણાવ્યું છે કે આ વર્ષે તાપમાનનો પારો કેટલો બધો ઉપર ચડી જશે કે જે આજ સુધી સૌથી વધારે તાપમાન સાથે પાછળ વર્ષના તમામ રેકોર્ડને તોડી નાખશે. આ સાથે સાથે હવામાન વિભાગે આવનારા અમુક દિવસો માટે ઓરેન્જ એલર્ટ પણ જાહેર કરી દીધું છે.

હવામાન વિભાગે જણાવ્યું છે કે, હાલ વાતાવરણમાં એન્ટી સાયકલોનીક સરકયુલેશનની અસર શરૂ થઈ ગઈ છે. એટલે કે ગરમ અને સૂકા પવનો અતિશય ઝડપે ફૂંકાવા લાગ્યા છે. જેના પગલે ગુજરાતના વાતાવરણમાં નોંધપાત્ર વધારો થશે. તેમજ ગરમીનો પ્રકોપ દિવસેને દિવસે વધવા લાગશે..

હાલ ગુજરાતમાં મહત્તમ તાપમાન ૪૧ ડિગ્રીને પાર થઈ ગયું છે. ગુજરાતના કચ્છ જિલ્લાના ભુજ માં ૪૧ ડિગ્રી તાપમાન નોંધાયું છે. આ ઉપરાંત હવામાન વિભાગે 15 તારીખે લઈને 18 તારીખ સુધી ગુજરાતના સૌરાષ્ટ્રમાં આવેલા રાજકોટ, જામનગર, અમરેલી, ભાવનગર સુરેન્દ્રનગર તેમજ કચ્છ ભારે હીટ વેવની આગાહી આપી છે…

આ સાથે સાથે મધ્ય ગુજરાતના અમદાવાદ, મહેસાણા, બનાસકાંઠા, પાલનપુર, આણંદ અને નડિયાદમાં પણ હીટવેવની આગાહી કરી છે. .તો બીજી બાજુ દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી, વલસાડ અને ભરૂચ-નર્મદામાં પણ ગરમીનો પારો ધીમે ધીમે ઉપર આવી રહ્યો હોય તેવું જણાઈ રહ્યું છે…

અચાનક જ ગરમીમાં વધારો થતાં ની સાથે સૌ કોઈ લોકો બિનજરૂરી ઘરની બહાર જવાનું પણ ટાળી રહ્યા છે. ઘરમાં ઠંડા પાણી અને એર કુલર નો સહારો લઈને બેસી રહે છે. અતિશય ગરમીના કારણે શરીરમાં પાણીનું પ્રમાણ ઘટી જવાની ડિહાઇડ્રેશન થવાનું તેમ જ ચક્કર ખાઇને ઢળી પડવાના બનાવો પણ નોંધાવા લાગ્યા છે….

એટલા માટે હવામાન વિભાગે ગુજરાતની જનતાને આગાહી આપતા જણાવ્યું છે કે આગામી સમયમાં ઓરેન્જ અને હીટ વેવની આગાહી કરી દેવામાં આવી છે. જેના પગલે દરેક લોકોએ તડકાથી સાવચેત રહેવું અને જરૂરી સમયે ભરપૂર માત્રામાં પાણી પી લેવું જેથી કરીને ગરમીની વ્યાપક અસર શરીર ઉપર ન પડે.

અમદાવાદ શહેરના તાપમાન ની વાત કરીએ તો અમદાવાદમાં મહત્તમ તાપમાન ૩૯ ડિગ્રી નોંધાયું છે. જ્યારે ઓછામાં ઓછુ તાપમાન ૩૯ ડિગ્રી નોંધાયુ છે. એમાં પણ છેલ્લા બે દિવસમાં ગરમીનો પારો મન મૂકીને આગળ વધી રહ્યો છે. તો બીજી બાજુ રાજકોટ, સુરેન્દ્રનગર, કંડલા અને ભુજમાં બપોરના સમયે આકાશમાંથી અગનગોળા વરસતા હોય તે પ્રકારનો માહોલ સર્જાયો છે..

કારણ કે અહીંયા તાપમાન ૪૦ ડિગ્રી લઈને ૪૧ ડિગ્રી સુધી જુદું-જુદું નોંધાયું છે. જે ગુજરાતમાં સૌથી વધારેમાં વધારે તાપમાન છે. આ તાપમાન નોંધાતા ની સાથે જ કોઈ લોકોએ ઉનાળાનો ખરેખરો અનુભવ કર્યો છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *