શીયાળાની ઋતુની શરૂઆત થઈ ગઈ છે પરંતુ હજી પણ વાતાવરણ ચોમાસાને અનુકુળ હોઈ તેવું જ બંધાયેલું છે. સવારે ગુલાબી ઠંડીના ચમકારા સાથે તાપણાની જરૂર પડે છે તો બપોરે ઠંડુગાર acની અને બપોર પછીના સમયમાં વરસાદી ઝાપટા અને માવઠા વરસે છે..
અત્યારે ગુજરાતમાં ત્રણેય ઋતુઓ સાથે જોવા મળે છે. દિવસેને દિવસે ઠંડીનો પ્રભાવ વધી રહ્યો છે. હવામાન વિભાગે આવતીકાલે ગુજરાત રાજ્યના અમુક જીલ્લાઓમાં વરસાદી માવઠાઓ વરસશે તેવી આગાહી કરી છે. જોકે મહત્વની વાત એ છે કે ગુજરાતના હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે રાજકોટ સહીતના સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદી માવઠા આવશે તેવી આગાહી આજથી 5 દિવસ પહેલા કરી હતી..
એ મુજબ ગઈ કાલે રાત્રે રાજકોટમ સીટીમાં સારો વરસાદ વરસ્યો હતો. રોડ અને નાળાઓમાં પુર ઝડપે પાણી દોડતા થઈ ગયા હતા. રાજકોટ જીલ્લામાં વરસાદી માવઠું આવતા જ બપોરે સૂર્યના ભારે તાપના લીધે ઉત્પન્ન થયેલો બફારો શાંત થયો હતો.
હવામાન વિભાગે વધુમાં જણાવ્યું છે કે બે થી ત્રણ દીવસની અંદર અંદર જ તાપમાનમાં ભારે ઘટાડો નોંધાશે. કારણકે શિયાળો બેસતા જ ઠંડીનો ચમકારો હિમાલયના પવનોની યાદ અપાવવા લાગ્યો હતો. તેથી હવે જેમ જેમ દિવાળી નજીક આવશે તેમ તેમ ઠંડીનો પાર ગન્ડતો જશે અને ઠંડીનું પ્રમાણ વધતું જશે.
આવતા 3 દિવસમાં 2 થી 3 ડીગ્રી જેટલો ઘટાડો તાપમાનમાં આવશે તેવું હવામાન વિભાગે જણાવ્યું છે. એટલે કે આગામી દિવસોમાં ભારે ઠંડીના લીધે કોલ્ડ વેવ જાહેર કરવામાં આવે તો કાઈ ખોટ નહી. ગઈ કાલે રાજકોટ અને જામનગરની સાથે સાથે મોરબી તેમજ ચોટીલાના અમુક વિસ્તારોમાં પણ હળવોથી ભારે વરસાદ વરસતા રસ્તા પર પાણી ભરાઈ ગયા હતા.
ઉતર પાકિસ્તાન અને કઝાકિસ્તાન તેમજ ઉઝબેકિસ્તાન તરફ હળવું ડીસ્ટબન્સ સર્જાયું છે તેના લીધે ગુજરાતના સૌરાષ્ટ્રના દરિયા કિનારાના ભાગોમાં માવઠા વરસશે તેવું હવામાન વિભાગે જણાવ્યું છે. હવામાન વિભાગે આગાહી આપતા જણાવ્યું છે કે રાજકોટ , જામનગર, ભાવનગર, અમરેલી, જુનાગઢની સાથે સાથે સુરેન્દ્રનગર અને મોરબી તેમજ દ્વારકા સહીતના જીલ્લાઓમાં હળવાથી ભારે માવઠા વરસશે.
આ સિવાયના બાકીના વિસ્તારોમાં વાતાવરણ એકદમ સુકું રેહશે જેના લીધે ત્યાં દિવસે તડકાનું પ્રમાણ અને રાત્રે તેમજ વહેલી સવારે ઠંડીનું પ્રમાણ વધારે રેહશે. આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને લીધે વાતાવરણમાં અચાનક પલટો આવશે અને માવઠા વરસવા લાગશે.
ઠંડીની વાત કરીએ તો અમદાવાદમાં મહત્તમ તાપમાન 33 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 21 ડિગ્રી નોંધાયું છે. અમદાવાદમાં 25 તારીખે 21 ડીગ્રી અને 26 તારીખે 22 ડીગ્રી, તેમજ 27 તારીખે 23 ડીગ્રી તો 28 તારીખે 22 ડીગ્રી તાપમાન નોંધાશે.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]