અત્યારે ઠંડીનો પારાએ લોકોના શરીર ધ્રુજતા કરી દીધા છે. માવઠાઓએ વિરામ લીધા બાદ ઠંડીએ પોતાન મૂળ સ્વરૂપ સૌ કોઈને દેખાડી દીધું છે. છેલ્લા 2 અઠવાડિયાથી ઠંડીનું પ્રમાણ આખા રાજ્યમાં વધ્યું છે. કારણકે ઉત્તર ભારતમાં અતિશય હિમ વર્ષા થવાને કારણે તેના ઠંડા પવનોની અસર આખા ભારત ઉપર પડી છે.
આ પવનો જ સમગ્ર ભારતમાં શિયાળાનો અહેસાસ કરાવતા હોઈ છે. અત્યારે શહેરો તેમજ ગામડાના વિસ્તારોમાં ભારે ઠંડીનું મોજું ફરી વળતા લોકો ઠુંઠવાયા છે અને ધાબળા તેમજ સ્વેટરની સાથે સાથે તાપણા કરવા માટે મજબુર બન્યા છે. ઠંડીના કારણે રાત્રિના સમયે રસ્તાઓ પણ સૂમસામ જોવા મળે છે.
ગુજરાતમાં સૌથી વધારે ઠંડી કચ્છ જીલ્લાના નલીયામાં નોંધાય છે. દર વર્ષ ની જેમ આ વર્ષે પણ નલીયામાં તાપમાનનો પાર ગગડીને 5 ડીગ્રીએ આવી પહોચ્યો છે. લગભગ પાંચેક દિવસ પહેલા ગુજરાતમાં ઘણા જીલ્લાઓમાં તાપમાન 2 ડીગ્રીની આસપાસ આવીને ઉભું રહ્યું હતું…
કડકડતી ઠંડીના આ મહોલમાં ફરીએક વાર રાજ્યના હવામાન વિભાગે મહત્વપૂર્ણ આગાહી આપી છે, ગુજરાતના હવામાન ખાતાએ આગાહી કરતા જણાવ્યું છે કે, હજુ પણ આગામી 3 થી 4 દિવસ સુધુ ઠંડીના કારણે કોલ્ડવેવની સ્થિતિ બનેલી રહેશે. કોલ્ડવેવની પરિસ્થિતિને કારણે રાજ્યમાં અતિશય ઠંડા પવનો ફૂંકાવાની શરૂઆત થઈ જશે..
હાલ તો મોદી રાત્રે અને સવારમાં વહેલી સવારે અત્યંત સુકા પવનો ફૂંકી રહ્યા છે. આ ઠંડા પવનોના કારણે શરીરની ચામડી સંકોચાઈને ફાટવા લાગે છે. હવામાન વિભાગે આગાહીની સાથે સાથે વધુમાં જણાવ્યું છે કે, કચ્છ અને ઉત્તર ગુજરાતના જીલ્લાઓમાં તાપમાનમાં હજુ પણ વધારે ઘટાડો આવશે પરિણામે ઠંડી હજુ પણ વધારે વેગ પકડશે..
જયારે સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના જીલ્લામાં ઠંડીનું પ્રમાણ ધીમું ધીમું વધી રહ્યું છે અને દક્ષીણ ગુજરાતના સુરત, ડાંગ અને વલસાડમાં તો ઠંડી ભુક્કા બોલાવી રહી છે. આજે રાજ્યમાં પાછળના 5 દિવસની સરખામણીમાં ઠંડીનું પ્રમાણ ઘટ્ય છે. પરંતુ હવામાન વિભાગની આગાહીના પગલે તાપમાનમાં ઘટાડો આજે સાંજેથી જ શરુ થઈ જશે.
હાલ નલીયામાં 6 ડીગ્રી, વડોદરામાં 12 ડીગ્રીની સમકક્ષ, તો ભુજમાં પણ 12 ડીગ્રી જ્યારે અમદાવાદમાં 10 ડીગ્રી લઘુતમ તાપમાન નોંધાયું છે. દક્ષીણ ગુજરાતના જીલ્લામાં ઠંડીનું પ્રમાણ ઉત્તર ગુજરાત અને કચ્છની સાપેક્ષમાં ખુબ જ નહિવત છે. આ આગાહીના પગલે લોકો ઘરમાં જ ઘુસી રેહવા માટે મજબુર બન્યા છે.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]