Breaking News

હવામાન વિભાગે આપ્યું યલો એલર્ટ, વાંચી લો ઠંડી અને વાવાઝોડાની મોટી આગાહી, આ વિસ્તારોને ધમરોળી નાખશે..!

છેલ્લા કેટલાક દિવસો થી સમગ્ર રાજ્યના વાતાવરણ માં અચાનક પલટો જોવા મળ્યો છે મુખ્યત્વે આ વાતાવરણ પલટા માં અનેક જગ્યાએ શિયાળાની સીઝન વચ્ચે પણ વરસાદી ઝાપટા પડ્યા છે આ ઉપરાંત વધુ મુંજવણ માં મૂકી દે એવી બાબત એ છે કે વરસાદી પવન વધુ ઝડપથી ફૂંકાઈ રહ્યો છે…

વેસ્ટર્ન ડિસ્ટબન્સની અસરના કારણે ગુજરાતમાં વાતાવરણમાં અચાનક જ પલટો લાગ્યો છે. અમદાવાદ, ગાંધીનગર અને બનાસકાંઠા સહિત રાજ્યના અનેક જીલ્લામાં વાતાવરણમાં ભારે પલટો આવ્યો છે. વેસ્ટર્ન ડિસ્ટબન્સને લીધે ઘણા જીલ્લામાં હળવાથી મધ્યમ વરસાદ વરસ્યા હતા. અને હવે પવનના ચક્રવાતો ફૂંકાવાની તૈયારીઓ ચાલી રહી છે.

હવામાન ખાતાએ તેમજ ગુજરાતના હવામાન નિષ્ણાતોએ આપેલી આગાહી મુજબ દેવભુમિ દ્વારકા, દાહોદ, સુરત,  તેમજ અમદાવાદ, વડોદરા,  છોટા ઉદેપુર, તાપી, પંચમહાલ, નર્મદા, ડાંગ, આણંદ, ભાવનગર, મહીસાગર,અમરેલી, રાજકોટ અને કચ્છ પંથકમાં હળવા વરસાદની શક્યતાઓ વ્યક્ત થઈ હતી.

છેલ્લા 2 દિવસથી વહેલી સવારથી જ તેજ રફતાર સાથે પવન ફૂંકાવાનો શરૂ થઈ જાય છે. જે રાત સુધી થમવાનું નામ લેતો નથી. જેના પગલે હવામાન વિભાગે 3 દિવસ માટે યલો એલર્ટ જાહેર કર્યું છે અને જણાવ્યું છે કે ગુજરાતમાં આવતા 3 દિવસ સુધી કોલ્ડવેવની પરિસ્થિતિ જાહેર કરાઈ છે…

અતિશય ઠંડા પવનોને કારણે ગુજરાત ઠંડુગાર બનીને થીજવા જઈ રહ્યું છે. ઉત્તર ભારતમાં અતિશય બરફ વર્ષાને કારણે ગુજરાત સહિતના અન્ય રાજ્યોમાં ઠંડી જોર પકડશે. દિવસે પવનના કારણે થોડો સમય ધુળની ડમરીઓ પણ ઉડી હતી. વાતાવરણમાં આવેલા પલટાના કારણે રાજ્યના મોટાભાગના શહેરનું લઘુત્તમ તાપમાન 20 ડિગ્રીથી ઉપર પહોચી ગયું છે.

હવામાન વિભાગે જણાવ્યું છે કે આવતા 3 દિવસમાં જ કોલ્ડવેવના કારણે તાપમાનમાં 5 થી 7 ડીગ્રીનો ઘટાડો નોંધાશે. વાદળો ઘેરાતાં વાતાવરણમાં ઉકળાટ અને ગરમીનો વર્તારો જોવા મળ્યો છે. વાતાવરણમાં પલ્ટો આવતાં રાજ્યભરમાં ઠંડીનું જોર પણ ઘટી ગયું છે.

હવામાન વિભાગની આગાહી મુજબ, સૌરાષ્ટ્રના કચ્છ, અમરેલી, જામનગર અને ભાવનગર તેમજ પોરબંદર અને રાજકોટ-સુરેન્દ્રનગર ના ભાગોમાં અને જૂનાગઢમાં કોલ્ડવેવની આગાહી કરવામાં આવી છે. મધ્ય ગુજરાતના જીલ્લાઓની વાત કરીએ તો અમદાવાદ, ગાંધીનગર તથા ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠામાં કોલ્ડ વેવની આગાહી કરવામાં આવી છે.

ઠંડા પવન ફૂંકાવાને કારણે બાળકો અને વડીલોને સાવચેતી રાખવા માટે જણાવી દેવામાં આવ્યું છે. ઠંડીમાં શક્ય હોય તો બહાર જવાનું ટાળવું જોઈએ. એક લેયરના ભારે અને ટાઈટ કપડાં પહેરવાની જગ્યાએ ઊનના એકથી વધુ લેયરનાં ખુલ્લાં કપડાં પહેરવાં જોઈએ. હાથ, ગરદન, માથું અને પગને કવર કરીને રાખો.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *