Breaking News

હવામાન વિભાગની મોટી આગાહી : આ તારીખે પડશે સાંબેલાધાર વરસાદ, ડેમો છલકાતા એલર્ટ અપાયું.. વાંચો.!

રાજ્યમાં વરસાદી માહોલ બરાબર જામી ચૂક્યો છે ત્યારે હવામાન વિભાગે વધુ એક વખત આગાહી કરી છે. પાછળની આગાહીમાં સૌરાષ્ટ્ર સહિત દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડવાની આગાહી આપી હતી. તે મુજબ વરસાદે વરસવામાં કોઈ કમી બાકી રાખી નથી. હવામાન વિભાગે એક નવી આગાહી કરી છે. જામનગર, રાજકોટ, જુનાગઢ સહિતના સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં ભારે વરસાદના કારણે પૂરની પરિસ્થિતિ ઉભી થઈ છે.

સુરત અને વલસાડ તેમજ નવસારી અને ડાંગમાં પણ ભારે વરસાદ વરસ્યો છે. ગઈકાલે તાપી અને સુરત જિલ્લામાં આખો દિવસ છૂટો છવાયો વરસાદ વરસ્યો હતો. હવે ૨૦ સપ્ટેમ્બર પછી ભારે વરસાદ પડશે તેવી હવામાન વિભાગે આગાહી આપી છે. ગઈકાલે સુરત જિલ્લાના માંગરોળ તાલુકામાં દોઢ ઇંચ વરસાદ ખાબકી ગયો હતો.

છેલ્લા પંદર દિવસથી દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ એવો જામ્યો છે કે જેના કારણે તળાવ નદી અને ડેમ પણ ભરાવવા લાગ્યા છે. ખેડૂતોને પણ સિંચાઈ માટે પૂરતું પાણી મળી જતા શેરડી તેમજ ડાંગરના પાકને નવજીવન મળી ગયું છે. વરસાદે લાંબા સમયે વિરામ લીધો હતો ત્યાર બાદ તે દક્ષિણ ગુજરાત વરસાદ પડ્યો હતો.

ઉકાઈ ડેમમાં પાણીની આવક ઘટી ગઈ છે. ગયા અઠવાડિયામાં જ્યારે ઉકાઈ ડેમના ઉપરવાસમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો ત્યારે ડેમ રૂલ લેવલથી માત્ર દોઢ ફૂટ સુધી ભરાયો હતો. તેમજ તે વખતે વધારે સંખ્યામાં પાણી છોડવામાં આવતું હતું. જેથી કરીને ડેમની સપાટી જળવાઈ રહે.

હાલ બે દિવસ સુધી ૯૮ હજાર ક્યુસેક પાણી છોડીને ઉકાઈ ડેમની સપાટી ને દોઢ ફૂટ જેટલી નીચે લાવવામાં આવી છે ગઈકાલે સાંજે ડેમાં 340 ફુટ સુધી પાણી ભર્યું હતું. પાણીની આવક અને જાવક 22707 નોંધાઇ છે. સુરત જિલ્લાના કલેક્ટરે જણાવ્યું કે ઉકાઈ ડેમમાં ૩૪૧ પોઈન્ટની સપાટી સુધી પાણીનું લેવલ જાળવી રાખવું જોઈએ.

તેના કરતાં વધારે પાણી ની આવક આવે તો તેને નદીમાં છોડી મૂકવું. રાજ્યમાં 48 ડેમ વરસાદના પાણીથી ભરાઇ ચૂક્યા છે. જેમાંથી 44 તો ફક્ત સૌરાષ્ટ્રના જ છે. રાજ્યના ૧૭ ડેમ હાઇએલર્ટ પર છે. જ્યારે 11 એલર્ટ પર છે. સૌરાષ્ટ્રમાં એક સાથે આટલો બધો વરસાદ વરસી જતા લોકોની જમીનમાં ભારે નુકસાન થઈ ચુક્યું છે.

કચ્છના ૨૦ ડેમોમાં ૨૬ ટકા પાણીનો જથ્થો છે તેમજ ઉત્તર ગુજરાતના ૧૫ ડેમોમાં ૨૯ ટકા પાણીનો જથ્થો છે, તો વળી મધ્ય ગુજરાતમાં ૧૭ ડેમો પણ 52 ટકા પાણીનો જથ્થો છે.જ્યારે સૌથી વધારે દક્ષિણ ગુજરાતના ડેમોમાં ૮૭ ટકા પાણીનો જથ્થો છે. રાજ્યનો સૌથી મોટો ડેમ સરદાર સરોવરમાં ૫૪ ટકા પાણીનો જથ્થો હાલ ઉપસ્થિત છે.

આ ડેમમાં આટલું બધું પાણી હોવાથી રાજ્યમાં પાણીની કોઇ પણ મુશ્કેલી સર્જાશે નહીં.ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાતના અમુક જિલ્લાઓ તેમજ કચ્છમાં વરસાદની હજુ પણ થોડીક ઘટ છે. જ્યારે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદ મુસળધાર વરસી ચૂક્યો છે. હવે ઉત્તર ગુજરાત તેમજ કચ્છના વિસ્તારોમાં વરસાદ થઈ જાય તો ખેડૂતો માટે આનંદો આવી જાય..

હાલ હવામાન વિભાગે દક્ષિણ ગુજરાત પૂરતી જ આગાહી આપી છે. જેથી ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાતના અમુક ભાગો તેમજ કચ્છમાં વરસાદ પડશે કે નહિ તેના વિશે કશું જ કહી શકાય નહીં.દક્ષિણ ગુજરાતના દરિયામાં લો પ્રેશર સર્જાવાના કારણે સિસ્ટમ સક્રિય થઇ હતી. તેના કારણે સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ નોંધાયો હતો. જો ફરી વખત સિસ્ટમ સક્રિય થશે તો કચ્છના ભાગોમાં પણ વરસાદ નોંધાયો છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

કોલેજે જવાના બહાને ઘરેથી નીકળીને 22 વર્ષની યુવતી એવી જગ્યાએ જવા લાગી કે માં-બાપે તેની દીકરીને જીવતા જ મરેલી સમજી લીધી, માં-બાપ ખાસ વાંચે..!

અત્યારે સમાજના દરેક લોકોની સાથે સાથે દરેક માટે પણ ખૂબ જ આંખો ઉઘાડતો બનાવ સામે …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *