Breaking News

એક સાથે બે વરસાદી સીસ્ટમ સક્રિય થતા હવામાન શાસ્ત્રી મગનકાકા આપી કડાકા ભડાકા સાથે વરસાદની મોટી આગાહી , સૌરાષ્ટ્રમાં વિનાશક વરસાદથી ચેકડેમ તૂટ્યા.. વાંચો ભારે આગાહી..!

હવામાન શાસ્ત્રી મગનકાકાના જણાવ્યા મુજબ ગુજરાતમાં ધોધમાર વરસાદ વરશે. ગુજરાતના ખેડૂતો હવે સારી રીતે વાવણી કરી શકશે. ગુજરાતના ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં સારો વરસાદ રહેશે. 5 જુલાઈથી લઈને 10 જુલાઈ સુધી ગુજરાતમાં એક સાથે બે સીસ્ટમ સક્રિય થવા જઈ રહી છે. જેના કારણે ગુજરાતમાં ભારે વરસાદના એંધાણ દેખાઈ રહ્યા છે.

મધ્ય ગુજરાતના આણંદ પાસે આવેલા બોરસદમાં માત્ર એક રાતની અંદર જ 11 ઇંચ વરસાદ ખાબકી જતા એક માળ જેટલા પાણી ભરાઈ ગયા હતા.. જેમાં કુલ ત્રણ લોકોનું તણાઈ જવાને કારણે અને ડૂબી જવાને કારણે મૃત્યુ થયું છે. આ વિસ્તારનું તંત્ર તાત્કાલિક ધોરણે દોડતું થયું હતું અને ત્યાંના કુલ 500 કરતા વધારે લોકોને તાત્કાલિક ધોરણે સ્થળાંતરિત કરવામાં આવ્યા હતા.

આ સાથે સાથે NDRFની ટીમોએ રેસ્ક્યુની કામગીરી શરૂ કરી દેવામાં આવી હતી. લોકોના ઘરમાં તેમજ દુકાનમાં પણ પાણી ઘૂસી ગયા છે. જ્યારે રસ્તાઓ પણ નદીમાં ફેરવાયા છે. આ સાથે સાથે બનાસકાંઠાના દિયોદર અને ડીસામાં પણ એક સાથે છ ઇંચ થી લઈ અગિયાર ઈચ સુધીનો વરસાદ ખાબક્યો હતો.

જેને પગલે ગામડાઓ અને જાહેર રસ્તાઓ બેટમાં ફેરવાયા હતા. ત્યાં પણ એનડીઆરએફની ટીમોને કહેના કરીને રેસ્ક્યુની કામગીરી વહીવટી તંત્ર દ્વારા શરૂ કરી દેવામાં આવી છે.. આખાને આખા ગામડાઓ પૂરમાં તણાઈ જવાની કારણે હાલ હવામાન વિભાગ એ 10 ટીમોને તેહનાત કરી છે.

કારણ કે આગામી ચાર દિવસની અંદર તબાહી મચાવે તેવો ભારે વરસાદ વાટકવાની મોટી આગાહી કરી દેવામાં આવી છે. આ આગાહીને પગલે સૌરાષ્ટ્રના જિલ્લાઓ અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં ખૂબ મોટું સંકટ રહેલું છે.. 5 તારીખથી ભરુચ, નવસારી, વલસાડ, પોરબંદર, સુરત, દમણ, જુનાગઢ અને ગીર સોમનાથમાં ભારે થી અતિ ભારે વરસાદ વરસવા જઈ રહ્યો છે.

6 અને 7 તારીખના રોજ નવસારી, દમણ, છોટાઉદેપુર, નર્મદા, વડોદરા, ભરૂચ, ડાંગ, અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર, દીવ, જામનગર, સુરેન્દ્રનગર ,રાજકોટ, પંચમહાલ આ તમામ જિલ્લાઓમાં અતિશય ભારે વરસાદ વરસવાની આગાહી આપવામાં આવી છે. વરસાદી પાણી અને ડેમોનું પાણી ગામમાં આવવાને કારણે બંને પાણી ભેગા થતા ગામમાં પુર જેવી સ્થિતિ સર્જાઈ ગઈ છે.

ભાવનગરમાં શેત્રુંજી નદી ડેમ છલકાવવાને કારણે તેના દરવાજા ખોલી દેવામાં આવ્યા છે અને નવસારીમાં અંબિકા ડેમ ઓવરફ્લો થવાને કારણે અંબિકા ડેમના પણ દરવાજા ખોલી દેવામાં આવ્યા છે. ભારે મેઘમહેરના કારણે વીરા નદીમાં પુર આવ્યું છે. જ્યારે ગોંડલીયા ગામ પાસેનું કોજવે પણ પાણીમાં ગરકાવ થઈ ગયો છે.

કેટલાય ગામોના ચેકડેમ તૂટી જવાને કારણે વરસાદી પાણી ગામોમાં ઘુસી ગયા છે અને લોકોના ઘરમાં છાતી સમાણા પાણી ઘુસી આવ્યા છે. સૌરાષ્ટ્રના અમરેલી અને ભાવનગર જીલ્લામાં ચેકડેમ તૂટી જવાની ઘટના સામે આવી છે. દરિયામાં માછીમારોને દરિયો ન ખેડવાની ચેતવણી આપવામાં આવી છે. અરબી સમુદ્રની સિસ્ટમને કારણે રાજ્યમાં પણ વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

રોજની માથાકૂટોથી કંટાળી ગયેલી 4 બાળકોની માતાએ ફિનાઈલના ટીકડા પીઈને આપઘાત કરી લેતા રોક્કળ મચી ગઈ, પરિવાર દોડતો થઈ ગયો..!

આજકાલ આપઘાતના બનાવવામાં દિન પ્રતિદિન વધારો થઈ રહ્યો છે. લોકો પોતાના અંગત કારણો અને જીવનમા …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *