Breaking News

મોબાઈલ ફાટતા 10 વર્ષના બાળકના હાથના ચીથરે ચીથરા ઉડી ગયા, આ બાબતોનું રાખો ખાસ ધ્યાન..

અત્યારના ડિજિટલ જમાનામાં મોબાઈલનો ઉપયોગ ડગલેને પગલે પડતો હોય છે. મોબાઈલ વગર સવાર નથી થતી અને મોબાઈલ વગર સાંજ પણ નથી પડતી. થોડો ટાઈમ પણ મોબાઈલ આપણાથી દૂર હોય તો મગજને ચેન નથી આવતું. મોબાઇલ દુનિયા બની ગઈ હોય એવી સ્થિતિ ઊભી થઈ છે..

પરંતુ મોબાઈલ ના જેટલા ફાયદા છે તેટલા જ તેના ગેરફાયદા પણ છે. એમાં પણ હલકી કંપનીના મોબાઈલ વારંવાર ફાટી જતા હોય છે તેમજ વિસ્ફોટ થઇને આગ પકડી લેતા હોય છે. જેના લીધે વ્યક્તિના જીવને નુકસાન પહોંચે છે. અને ક્યારેક તો જીવ પણ ગુમાવવો પડે છે.

મોબાઈલનો વધારે પડતો વપરાશ વિનાશ તરફ દોરી જાય છે. પછી તે શારીરિક હોઈ કે માનસિક. મોબાઈલના લીધે મગજ પર ખરાબ અસર પડે છે તેમજ તેમાંથી ઉત્પન થતું રેડીયેશન પણ શરીરને નુકસાન કરે છે આવા પ્રકારના કિસ્સાઓને માનસિક નુકસાનમાં સામેલ કરી શકાય છે તેમજ મોબાઈલની બેટરી ફાટવાથી જે પ્રકારની હાની થાય છે તેને શારીરિક માં સામલે કરી શકાય છે.

આજના સમયમાં સ્માર્ટફોન જીવન જરૂરિયાતી વસ્તુ બની ગઈ છે, પણ તેનો ઉપયોગ ક્યારેક ડેન્જરસ સાબિત થતો હોય છે. સ્માર્ટફોન જ્યારે ગરમ થાય છે ત્યારે તે જીવતા બોમ્બ સમાન બની જાય છે.  મહીસાગરના બાલાસિનોરમાં સ્માર્ટફોન ફાટતા પોતાના હાથના ચીથરે ચીથરા ઉડી ગયા હતા.

મોબાઈલ રમતા કિશોર સાથે આ ઘટના બની હતી. હકીકતમાં બાલાસિનોરના ભમરીયા ગામે મોબાઈલમાં ચાલુ ચાર્જિંગે ગેમ રમતા મોબાઈલ બ્લાસ્ટ થયો હતો. મોબાઈલ બ્લાસ્ટ થતા ગેમ રમતા કિશોરને ગંભીર ઈજા પહોંચી હતી. કિશોરનો હાથ એટલી ગંભીર રીતે દાઝ્યો હતો કે, તેના હાથના ચીંથરા ઉડી ગયા હતા.

તેના હાથની તમામ આંગળીઓનો આગળનો ભાગ બ્લાસ્ટમાં ફાટી ગયો હતો. આંગળીના ટેરવાને એટલુ નુકસાન થયુ હતું કે ઓપરેશન કરવાની ફરજ પડી હતી.  કિશોરને સારવાર માટે બાયડ હોસ્પિટલમાં ખસેડાયો છે. બે કલાકના ઓપરેશન બાદ કિશોરની આંગળીઓને બચાવી લેવાઈ હતી. જોકે, અનેક લોકો ચાર્જિંગ કરતા સમયે મોબાઈલનો ઉપયોગ કરે છે, જે જોખમી છે. આવા અનેક કિસ્સા સામે આવે છે છતા લોકો સમજતા નથી.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *