ગઈકાલે હનુમાન જયંતી હતી. હનુમાન ભક્તોમાં ખુબ જ હર્ષોલ્લાસ દેખાઈ આવ્યો હતો. કારણકે હનુમાન જયંતિની ઉજવણી કરવામાં સૌ ભકતો ઉમટી પડ્યા હતા. પરંતુ કેટલાક જિલ્લાઓમાંથી ખરાબ સમાચાર પણ સામે આવ્યા છે. જેમાં સૌથી ખરાબ સમાચાર સુરત જિલ્લાના કડોદરા વિસ્તારમાંથી સામે આવ્યા છે..
વડોદરાના અરિહંત પાર્ક સોસાયટીમાં સલાસાર હનુમાનજી મંદિર આવેલું છે. આ મંદિરમાં હનુમાન જયંતિની ઉજવણી માટે જોશથી તૈયારીઓ ચાલી રહી હતી. સોસાયટીના દરેક સભ્યો પાસેથી ફાળો પણ ઉઘરાવવામાં આવ્યો હતો. સાંજે ઉજવણીનું આયોજન રાખવામાં આવ્યું હતું..
પરંતુ એ પહેલા સોસાયટીના રહીશોને એક લુખ્ખા તત્વોની દાદાગીરીનો સામનો કરવો પડ્યો છે. આ સોસાયટીમાં રહેતો ઈશ્વર સુથાર નામનો એક યુવક દાદાગીરી કરવા માટે મંદિરે આવી પહોંચ્યો હતો. અને પૂજારીને ગાળો આપવા લાગ્યો હતો. તેણે મંદિરના પૂજારીને ધમકી આપી હતી..
કે જો હનુમાન જયંતિની ઉજવણી કરવામાં આવશે. તો પ્રસાદની અંદર ગરોળીનું ઝહેર નાખીને સૌ કોઈ લોકોને મારી નાખવામાં આવશે. આ સાથે જ તેણે સલાસર મંદિરના પૂજારી ઉપર હુમલો પણ કર્યો હતો. લોકોની ધાર્મિક લાગણી સાથે ખિલવાડ કરવો એ કોઈ પણ પરિસ્થિતિમાં પોસાય નહીં..
એટલા માટે સોસાયટીના સૌ કોઈ આગેવાનોએ ઈશ્વર સુથારના ઘરે જઈને ઠપકો આપ્યો હતો. પરંતુ આ લુખ્ખા તત્વોએ સોસાયટીના આગેવાનો ઉપર પણ લાકડા અને ચપુનો વાર કર્યો હતો અને સૌ કોઈ લોકોને ભગાવી દીધા હતા. સોસાયટી ઉપર આ યુવક એકદમ હાવી બની ગયો હતો.. પરતું આવા યુવકોને બરાબરનો મેથીપાક ચખાડવો જોઈએ..
અને પોતાની મનમાની કરવાની બાબતો જણાવતો હતો. પરંતુ આવા સમયે સોસાયટીની મહિલાઓ રણચંડી બનીને કેમ્પસમાં ઉતરી આવી હતી અને લોકોનું ટોળું એકઠું કરીને પોલીસ ફરિયાદ પણ કરી હતી. તેમજ આ લુખ્ખા તત્વો સામે નારાબાજી ચલાવી હતી. આ ઘટનાની જાણ પલસાણા પોલીસને થતાની સાથે જ પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો..
મામલો વધારે ન બગડે એટલા માટે સૌ કોઈ લોકોને સમજાવવામાં આવી રહ્યા હતા. અને હનુમાન જયંતિની ઉજવણીનો વિરોધ કરનારા યુવકને સામે ફરિયાદ નોંધવામાં આવી હતી. અને આગળની કાર્યવાહી પણ હાથ ધરી હતી તો બીજી બાજુ ખરાબ સમાચાર જામનગર જિલ્લાના એક ટાઉનશીપ વિસ્તારમાંથી સામે આવ્યા છે.
અહિયા મંદિરના સેવક મંદિરની સાફ સફાઈ કરતા હતા એ સામે પગ લપસતાની સાથે જ નીચે પટકાયા હતા. માથાના ભાગે ગંભીર ઈજા પહોચી હતી એટલા માટે એમનું ઘટના સ્થળે જ હેમરેજ થવાથી મૃત્યુ થયું છે. આ બનાવ બન્યા બાદ ટાઉનશીપના સૌ કોઈ લોકોમાં ફફલાટ મચી ગયો હતો.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]